ઇતિહાસના માણસ:કાંતિલાલ પરમાર



દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં જિલ્લાના કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગતો રજૂ કરી છે.

આધુનિક સમયમાં શિક્ષણ એ વિકાસનું એકમાત્ર સાધન બની રહ્યું છે. ત્યારે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. આજે એક એવા શિક્ષકની વાત. એમનું નામ કાંતિલાલ પરમાર. તેઓ બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાવ તાલુકાના એક નાનકડા ગામના વતની છે. એમની શાળા અને પરિવારનાં બાળકો જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી ચેસની રમતમાં નવો ચીલો કંડાર્યો છે.
એક પર્યાવરણ પ્રેમી શિક્ષક તરીકે એમની ઓળખ છે. આ વર્ષે એમની શાળામાં સો કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અગાઉ પણ આવા આયોજન થકી શાળા હરિયાળી અને લીલીછમ દેખાય છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ સાથે સંકળાયેલા આ શિક્ષક દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયના સમીક્ષક તરીકે સેવાઓ અપાઈ છે.  ઇતિહાસ અને  આધ્યાત્મ ને કેન્દ્રમાં રાખી યુટ્યુબ ચેનલ ઉપર અનેક વિગતો આપતા આ સર્જનશીલ શિક્ષક  બાળકોના નવાચાર માટે કાર્ય કરી બાળકોને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડવાનો એમનો બહોળો અનુભવ છે. આવા અદભૂત શિક્ષકને આજે શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપીશું કે તેઓ દ્વારા  એકદમ અંતરિયાળ વિસ્તારના બાળકોના વિકાસને વધુ આગળ ધપાવી શકવા સતત સફળતા સાથે કાર્યરત રહી શકે. આ વિસ્તારમાં શિક્ષણ માટે દૂત બની કાર્ય કરી શકે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી