સંકલ્પવાન: દીપાલી રાજપૂત

 દરેક સમસ્યાનો જવાબ શિક્ષણ દ્વારા મળી શકે છે. આધુનિક સમયમાં શિક્ષક અને શિક્ષણમાં અનેક તબક્કે નવું કે નવતર થતું જોવા મળે છે. કેટલાક એવા શિક્ષક જેમની કાર્ય પ્રક્રિયા થકી તેઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. કેટલાક નવતર પ્રયોગો સૌની સામે આવે છે. આવું અભિનવ કાર્ય કરનાર શિક્ષકોને સમાજ,સંસ્થાઓ અને સરકારો આવકારે છે, સહયોગી બને છે.આવી શિક્ષણ સાથે જોડાયેલ કેટલીક બાબતો અને ઉત્તમોત્તમ શિક્ષકો અંગે આપણે અવગત રહેવું જરૂરી છે. 

પણ, શિક્ષણની વાત કે વિગત માટે જ્યારે ચોક્કસ વિષય આધારિત વાત કરવી હોય ત્યારે શિક્ષક દિન ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આજના દિન વિશેષ એટલે કે 'શિક્ષક દિન' નિમિત્તે આજે આપણાં જિલ્લાના કેટલાક શિક્ષકો અંગે આજે અહીં વિશેષ વિગત આપી છે. આવાં જ એક શિક્ષિકા દિપાલિબેન.

કહેવાય કે, જે સમાજમાં દીકરીઓના શિક્ષણ માટે પહેલ કરવી પડતી. દીકરીઓ ભણે તે માટે ખાસ તૈયારી કરવી પડતી હતી એવા ક્ષત્રિય સમાજનાં દીકરી દિપાલી રાજપૂત આજે એમના ક્ષત્રિય અને શિક્ષણ સમાજનું રતન કહી શકાય એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અંગ્રેજી વિષય સાથે શિક્ષણ મેળવી શિક્ષક તરીકે તેઓ જોડાયાં. 

વર્ષ1998માં પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે જોડાયાં. શીખવા શીખવવામાં સદાય સજ્જ દીપાલીબેન રાજપૂત વાધણા પ્રા. શાળા, પાલનપુર ખાતે ફરજ બજાવે છે. અંગ્રેજી વિષયનું વિશેષ પ્રભુત્વ અને અન્ય ભાષા ઉપરાંત લગભગ તમામ વિષયમાં સરખું અને સહજ પ્રારંભિક જ્ઞાન ધરાવતા દીપાલીબેન બાળકોને સમજી એમની પાસેથી કામ લેવાની અનોખી કુનેહ ધરાવે છે. 

ધાર્મિક મનોવૃત્તિ સાથે રાષ્ટ્રપ્રેમ અને સંસ્કાર ઘડતર માટે સક્રિય દીપાલીબેન રાજપૂત છેલ્લે લેવાયેલ શિક્ષણ સંવર્ગની વર્ગ:બે માટે જીપીએસસી દ્વારા સમગ્ર રાજ્યમાં ઇઠયાસીમો ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ટૂંક સમયમાં શિક્ષકમાંથી શિક્ષણના અધિકારી બનશે ત્યારે શિક્ષક દિને અનેક મહિલાઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર દીપાલીબેન રાજપૂત ને હાર્દિક શુભેચ્છા.

Comments

Anonymous said…
ખૂબ સરસ,અભિનંદન
Anonymous said…
Abinandan ખૂબ સરસ પ્રેરણાદાયી
Anonymous said…
Great, congratulations, Inspiring teacher 👏👏👏
Anonymous said…
Hardik Abhinandan. Benba.
Anonymous said…
અભિનંદન બહેન શ્રી 🙏
Anonymous said…
ખૂબ ખૂબ અભનંદન
Anonymous said…
ખૂબ ખૂબ અભિનંદન

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી