મનગમતા શિક્ષક:નાથાભાઇ ચાવડાजब काम करना किसी की आदत बन जाती हैं, ऐसी आदत वाले व्यक्ति को थकापाना ओर हरापन मुश्किल नही हैं।

चार्ली चैप्लिन

શિક્ષક આધાર સ્તંભ છે. તેના ઉપર અંકુશ ના રાખો. શિક્ષકને બાળ ઘડતરનું કામ કરવા દેવું જોઈએ.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષકદિન તરીકે ઉજવીએ છીએ. એક આદર્શ શિક્ષક અને સાથે જ  આદર્શ રાષ્ટ્રપતિ. દેશની સેવા કરનાર સાચા અર્થના આદર્શ રાજનેતા  અને આઝાદીના લડવૈયા. તેમની આગવી શૈલી સાથે ડૉ.રાધાકૃષ્ણન દેશ,દુનિયા અને શિક્ષણ માટે ગૌરવ રૂપ છે. આવા ઉમદા વ્યક્તિત્વના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવી એમનું સ્મરણ કરવામાં આવે છે.  આપણે આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. હવેનો સમય આધુનિકતા સાથે કદમ મિલાવી ચાલવાનો છે. આ સમય બદલાયો છે,સાથોસાથ વિદ્યાર્થીઓના અને તેમના વાલીઓના  માનસ પણ બદલાયા છે. છતાંય શિક્ષક આદર્શ નાગરિકના ઘડતર માટે સતત પ્રયત્નશીલ છે. આ સાથે નૈતિક પ્રયત્ન દ્વારા શિક્ષક આજે ભારતનું ભાવિ એના વર્ગખંડોમાં ઘડી રહ્યો છે. 

આજે આપણે ભાવનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકની વાત કરીએ. ભાવનગર પાસે પાલિતાણા. જૈનો અને જૈન સંસ્કૃતિનું વૈશ્વિક કેન્દ્ર. પાવન પવિત્ર નગરી પાલીતાણા ખાતે શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં શિક્ષક તરીકે નાથાભાઇ ચાવડા ફરજ બજાવે છે. છેલ્લા 17 વર્ષથી તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શિક્ષકની નોકરી ને એક માત્ર વ્યવસાય તરીકે અપનાવનાર આ શિક્ષક બાળકોના સર્વાંગીણ વિકાસ પાછળ પોતાનો બધો જ સમય આપે છે. એમને કામ કરવા આદેશ કે પરિપત્ર નથી. એમને એની જરૂર પણ નથી. એમના વિચારો ઉત્તમ છે. નાથાભાઇ જણાવે છે કે 'પરિપત્ર નહીં હું કુદરતના નિયમોનું પાલન કરું છું.

તેઓ કુદરતના પરિપત્રનું પાલન કરી સમય સાથે કદમ મિલાવી આર્થિક દાનની સતત વ્યવસ્થા કરી શાળા અને બાળકોનો સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે.

દર વર્ષે નિયમિત રીતે એમની શાળામાં અંદાજે ત્રણ લાખનું દાન લાવી અને શાળાની ભૌતિક સુવિધામાં વધારો કર્યો. શૈક્ષણિક વિકાસ માટે અવનવાં નવતર પ્રયોગો દ્વારા બાળકોના અને શાળાની વિવિધ સમસ્યાનું નિરાકરણ કરવાનું અભિનવ કાર્ય કર્યું. અત્યારે પાલીતાણા જૈન સમુદાય ના સહયોગથી શાળાની દીકરીઓ માટે શિવણ કામ શીખવા માટે કૌશલ્યવર્ધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકો માટે સાયકલ ડ્રાઇવિંગ સ્કૂલની પણ શરૂઆત કરી છે. સૌને સમાન રીતે શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્નશીલ આ અનોખા શિક્ષકને અનેક વિધ સન્માન પણ પ્રાપ્ત કર્યાં છે.  સન્માન નહીં પણ સૌ સમાન ના ભાવ માટે સતત કાર્યરત શિક્ષકને આજના દિવસે શુભકામનાઓ.

મારી આસપાસ રહેતાં બાળકોને કેવી રીતે અસરકારક શિક્ષણ આપી શકાય એ માટે વિચારવું અને કામ કરવું મને પસંદ છે. મારી આ પસંદગી જ મને વધુ કામ કરવાની તક આપે છે.  @નાથાભાઇ ચાવડા(પાલીતાણા)

Comments

Anonymous said…
Great

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી