આખું ગામ સફરજન... 

એક નગર.

અહીં એક રાજા.

   રાજાને મનમાં થયું.'મારા નગરમાં કોનું ચાલતું હશે? પુરુષનું કે એની બૈરીનું...!બસ, આ તો રાજા. આ વિચાર અને તેનો જવાબ શોધવા માટે રાજાએ આખા નગરમાં એક જાહેરાત કરાવી. આ જાહેરાત પણ અનોખી હતી. રાજાએ જાહેરાત કરાવી કે... ‘ આ આઠમના દિવસે સવારે આઠ વાગે નગરના મેદાનમાં સૌ એકઠા થાય’. સાથે એક બીજી જાહેરાત એ પણ હતી કે, નગરના  પુરુષો જ આ મેદાનમાં આવે.’ અહીં ઇનામ પણ હતું. જાહેરાતમાં કહેવાતું હતું કે મેદાનમાં એક તરફ ઘોડા રાખેલા હશે. બીજી તરફ સફરજન રાખેલા હશે. જેના ઘરમાં પતિનું ચલણ હોય,ઘરમાં પુરુષનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામમાં આપશે. જેના ઘરમાં બૈરીનું ચાલતું હોય એમણે સફરજન લઈ ને જતું રહેવું.

   આઠમ આવી ગઈ. સમય થયો અને નગરના સૌ મેદાનમાં ભેગા થયા. સૌ એક પછી એક આવતા અને સફરજન ઉઠાવી જતા રહેતા હતા. રાજાને તો ચિંતા થઈ. કોઈ ઘોડો લેતું ન હતું. રાજાને મનમાં થયું, શું કોઈના ઘરમાં પુરુષનું ચાલતું નહીં હોય? રાજા કંટાળીને દરબારમાં પરત જવા ઉભા થયા. એટલામાં એક મોટી મુછો અને લાલ આંખો સાથે પહાડ જેવી છ ફૂટની કાયા ધરાવતો એક યુવાન ધીરે ધીરે આગળ વધતો હતો. રાજાજી , મારા ઘરમાં હું કહુ એમ જ થાય.મારે ઘોડો જોઈએ છે. રાજાજી મને ઘોડો આપો. રાજા ખુશ ખુશ થઈ ગયા.રાજાએ એ મૂછો વાળા યુવાનને કીધું 'જા,યુવાન જા  મનગમતો ઘોડો લઇ લે.' જવાને પણ મૂછો ઉપર હાથ ફેરવી કાળો ઘોડો લીધો.

   જવાન તો કાળો ઘોડો લઇને રવાના થયો. આખા નગરમાંથી પસાર થતાં સૌ એની સામે જોઈ ગૌરવ અનુભવતાં હતાં. આ યુવાન ઘરે ગયો. સામે જ એની ઘરવાળી ઊભી હતી. એની ઘરવાળીને આ યુવાને બધી વાત કરી. આખા નગરમાં કોઈએ ઘોડો ન લીધો, આખા નગરમાં કોઈના ઘરમાં પુરુષનું ચલણ ન હતું. ‘આખું નગર સફરજન, આ જે હું ઘોડો.’ એવું બોલતો બોલતો આ યુવાન ઘરમાં ગયો. તેણે રાજાએ ઇનામમાં  આપેલો ઘોડો ઘરના આંગણામાં બાંધી સીધો ઘરમાં ગયો. 

ઘરમાં એની બૈરી બેઠી હતી.

   એણે યુવાનની આરતી ઉતારી અને ગૌરવ સાથે તેના પતિને માથે તિલક કરી, બેસવા યુવાન ને આસન આપી એની ઘરવાળી પાણી લેવા ગઈ. પાણી પીધા પછી આ યુવાન ને એની બૈરી કહે : 'પતિદેવ, હું કાળી કે ધોળી?' આ સાંભળી એ યુવાન કહે તું ધોળી. એની બૈરી કહે: 'પતિદેવ આપણાં છોકરાં. કાળા કે ધોળાં.' આ સાંભળી યુવાન કહે: આપણા છોકરાં ધોળાં.' નવો સવાલ કરતાં એની વહુ કહે: ' ઘરની દીવાલો કાળી કે ધોળી?' યુવાન કહે :વહાલી, ઘરની દીવાલો ધોળી છે.' પણ...યુવાન કશુંક પૂછવા જતો હતો, એને અટકાવી એની વહુ કહે: 'પતિદેવ, ઘરની ચાદરો કાળી કે ધોળી!?' આ સાંભળી એ યુવાન કહે :' ઘરની ચાદરો અને ઓશીકાં બધું જ ધોળું.'

   આ સાંભળી યુવાનની વહુ કહે : 'પતિદેવ,હું ધોળી, છોકરાં ધોળાં, દીવાલો ધોળી સાથે ચાદરો ધોળી.ઓશીકાં ધોળાં છે. જો ઘરમાં બધું જ ધોળું હોય તો તમે ઘોડો કાળો કેમ લીધો...!' યુવાન પણ વિચારમાં પડી ગયો. તે કહે :' તારી વાત સાચી. બોલ આપણે શું કરવું જોઈએ?' એની વહુ કહે :'આખું 

   આ સાંભળી યુવાનની વહુ કહે : 'પતિદેવ,હું ધોળી, છોકરાં ધોળાં, દીવાલો ધોળી સાથે ચાદરો ધોળી.ઓશીકાં ધોળાં છે. જો ઘરમાં બધું જ ધોળું હોય તો તમે ઘોડો કાળો કેમ લીધો...!' યુવાન પણ વિચારમાં પડી ગયો. તે કહે :' તારી વાત સાચી. બોલ આપણે શું કરવું જોઈએ?' એની વહુ કહે :'આખું નગર સફરજન લે,તમે ઘોડો લો એ મને ગમે જ. પણ,જો રાજા જોડે ધોળો ઘોડો હોય તો લેતા આવો. રાજાને કહો મારે ખાલી ઘોડો જ બદલવો છે.' કાળો રંગ અપશુકનિયાળ છે. મને સફેદ અને શાંતિનો રંગ ધરાવતો ઘોડો આપો.  બૈરીની વાત સાંભળી યુવાન ખડદૂક...ખડદૂક....ખડદૂક કરતો ગયો સીધો રાજાના દરબારમાં.રાજા દરબારમાં બેઠા હતા. આ યુવાન ને પરત આવેલો જોઈ રાજા ઊભા થયા.

રાજા : 'કેમ યુવાન પરત આવી ગયા?'

યુવાન : રાજાજીઘરવાળી કહે છે.હું ધોળી,છોકરાં ધોળાં, દીવાલો ધોળી,ચાદરો ધોળી અને આ કાળો ઘોડો. કાળો રંગ તો અપશુકનિયાળ છે. મને ઘોડો જ જોઈએ છે,હા મને સફેદ ઘોડો આપો. સફેદ રંગ શાંતિ અને વિકાસનો છે તો સફેદ ઘોડો આપો.'

રાજા: 'યુવાન,ઘોડો મુક અને સફરજન લઇ ને ચાલતી પકડ. આ યુવાન સફરજન લઈ ગયો. આ જોઈ રાજાનો વજીર કહે : 'મહારાજ ,તમે સફરજન અને ઘોડો આપવાનું કીધું એ કરતાં મણ અનાજ અને સોનામહોર રાખ્યા હોત તો ખાવામાં કે ઘરના ને ઘરેણાં કરવા કામ તો આવત.'આ સાંભળી રાજા: મારે તો ઇનામ એ જ રાખવુ હતું  પણ....મહારાણી એ સુચન કરતાં ઘોડો અને સફરજન રાખી દીધું. એટલે...'આ સાંભળી વજીર કહે: રાજાજી, તમારા માટે સફરજન લઈ આવું..?'

   આ સાંભળી રાજા હસતાં હસતાં મહેલમાં ગયાં. જોડે વજીર પણ ચાલતા હતા. રાજા કહે: 'વજીર જી, આ સવાલ તો આપ નગરના મેદાનમાં પણ પૂછી શકતા હતા ને!' આમ છેક આખો દિવસ રાહ કેમ જોઈ?' આ સાંભળી વજીર કહે: ' મને મારી ઘરવાળી એ દરબારમાં આવતાં જ આવો સવાલ કરતાં મે છેક સાંજે આપને આ વાત કરી.'આ સાંભળી રાજા કહે:'વજીર જી,આપનું સફરજન અહીં ખાશો કે ઘરે મોકલી આપું...!' રાજાની વાત સાંભળી વજીર પણ હસવા લાગી ગયા. 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી