હંસાને હાથ નથી ને સુલેખનમાં ઇનામ

હંસાબેન સોલંકી

નમસ્તે મિત્રો...

ઉત્તર ગુજરાતની આ વાત છે. અરવલ્લી પાસે આવેલો એક જિલ્લો.જિલ્લાનું નામ બનાસકાંઠા. આપણું બનાસકાંઠા.મારું,તમારું આપણા સૌનું બનાસકાંઠા.આ બનાસકાંઠામાં એક તાલુકો.જેનું નામ પાલનપુર.જ્યારે ગુજરાત અને મહાાષ્ટ્રનું વિભાજન થયું.એ સમયગાળાની આ વાત છે.લગભગ ૧૯૬૦-૬૧ ની આસપાસ પાલનપુર જિલ્લાનું વડુમથક એટલે કદાચ કહીં શકાય કે સમગ્ર જિલ્લામાં એક મોટું નગર હશે.પણ, અત્યારના જેટલું વિકસીત પાલનપુર એ સમયમાં નહતું. આવા પાલનપુરમાં રેલ વે લાઈન હતી જે દિલ્લી તરફ જાય અને આ રેલ વે સ્ટેશન હોવાના કારણે,જંક્શન રેલ વે સ્ટેશન હોવાના કારણે રેલ વેનો સ્ટાફ અને રેલ વેના અધિકારીઓ ત્યાં જ બાજુના કવાટર્સમાં રહે.આવો જ એક પરિવાર રમેશભાઈ સોલંકીનો.


રમેશભાઈને એક દિકરી.દિકરીનું નામ હંસા.નાની હંસા. સૌને ગમે એવી હંસા.બે નાની-નાની  ચોટલી,ફ્રોક,ચાંદલો,હાથમાં નાની બંગડી.  હંસા આખો દિવસ એ કોલોનીની  આગળ પાછળ રમતી. કોલોનીમાં રેહતા બધા એનું ધ્યાન પણ રાખે.સાંજ પડે હંસાને એના ઘેર મૂકવા કોઈના કોઈ જુદા જ માણસ આવતા હોય. હંસા કોલોનીમાં કોઈ પણના ઘરે રમી શકે. કારણ હંસા આ કોલીનીમાં સૌથી નાની. દિવસો પસાર થતા ગયા. ચાર પાંચ વર્ષની ઉમર હશે અને કશુંક થયું.હંસા રમતાં રમતાં રેલ્વે ટ્રેક પાસે પહોંચી ગઈ. ત્યાં એનો પગ લપસ્યો અને એ પડી.પડી તરત એ ઉભી ન થઈ શકી.અને આ વખતે એક રેલ એન્જિન ડબ્બા લેવા માટે, ડબ્બાને બાંધવા માટે જઈ રહ્યું હતું. એ એના હાથ ઉપરથી પસાર થઈ ગયું અને હંસાના હાથ કોણીથી ચાર પાંચ ઈંચ મોટા એટલે કે કોણી સુધીના એના બંને હાથ કપાઈ ગયા. હવે હંસાના શરીરમાં દશ આંગળીઓ નથી.માત્રને માત્ર એની બંને કોણી આગળ એક શંકુ આકારનું કઇંક ઓપરેશન કરીને ડોક્ટરે બનાવી આપેલું.એવું એના બંને હાથે,બંને હાથે ખોડ કહી શકાય.બંને હાથ પૂરા ના કહી શકાય એવી દશા.


રમેશભાઈ  સોલંકી સતત ચિંતા કરે કે આ મારી દિકરીનું શું થશે.આ દિકરીનું ભવિષ્ય શું?આ દિકરીને આગળ કઈ રીતે વધારવી? આ ચિંતામાં ને ચિંતામાં તેઓ ફરતા હતા.પણ કહેવાય છેને કે કોઈક તો એવો વ્યક્તિ મળી રહે કે જે આપણને સહિયારો આપે.આવા જ એક સહિયારો આપનાર પાલનપુરની શાળાના શિક્ષક સુરેશભાઈ જોશી. તેમને સલાહ આપી કે દિકીને ભણાવો. આ બાજુ રમેશભાઈનું કહેવું છે કે દિકરીને હાથ નથી એ લખશે શું? શાળાના બીજા વિદ્યાર્થીઓ કરતા જુદી પડશે. ત્યારે સુરેશભાઈએ કહ્યું કે આ તમામ જવાબદારી મારી છે.તમે દિકરીને ખાલી પહેલા ધોરણમાં પ્રવેશ આપો. આ રમેશભાઈ એક એવા શિક્ષક કે એમના માટે કહી શકાય કે...

 'હું ચીતરું છું ચીતરી ચડશે તેવું ચીતરાવી જાણું છું.....કે હું ચીતરું છું ચીતરી ચડશે તેવું ચીતરાવી જાણું છું, અવનવું ચિતરનારને સર્જનહાર બનાવી જાણું છું.'


હું શિક્ષક છું....

હું સર્જક છું....


આ રમેશભાઈએ હંસા પાછળ વિશેષ મેહનત કરવાની શરૂઆત કરી.બીજા વિદ્યાર્થીઓ જે આંગળીથી પેન પકડીને લખવનું શરૂઆત કરતા હતા.આ સુરેશભાઈ જોશી સાહેબે હંસાને બે હાથ વડે પેન પકડી લખવા માટેની  પ્રેક્ટિસ આપી.તાલીમ આપી.થયું એવું કે ધીરે ધીરે હંસા લખતા શીખતી થઈ. હંસા જેમ જેમ લખતી ગઈ.મૂળાક્ષરો લખે,નાના શબ્દો લખે,નાના વાક્યો લખે. પણ રમેશભાઈએ જોયું કે નાના વાક્યો લખતી વખતે કાગળ હલી જવાના કારણે એ સીધે સીધું લખી શકતી ન હતી.આ કારણે રમેશભાઈએ એને પેડ આપ્યું જેનાથી એનો કાગળ હાલી ના જાય.રમેશભાઈએ ખૂબ મેહનત કરી.એક પછી એક ધોરણ દિકરી આગળ વધતી ગઈ.રમેશભાઈ પણ વારંવાર વિનંતી કરીને..,શાળાના આચાર્યને વિનંતી કરે,અધિકારીઓને વિનંતી કરે અને હંસા જે ધોરણમાં હોય એ ધોરણ માટે તેઓ જ શિક્ષક થાય. આમ થતાં થતાં હંસા પાંચમા ધોરણમાં આવી. રમેશભાઈ તે વખતે પાંચમા ધોરણના વર્ગ શિક્ષક.અને આપણા દેશના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી. કેહવાય છે કે ઇન્દિરાબેન ગાંધીના અક્ષર પણ ખૂબ સરસ અને એમની એવી લાગણી કે ભારતના વિદ્યાર્થીઓના વિદ્યાર્થી કાર્ડથી જ એમના અક્ષર સુધરે એના માટે પ્રયત્ન કરવા જોઈએ. એ માટે સમગ્ર દેશમાં સૂલેખન સ્પર્ધાનું આયોજન થયું. આખા દેશના તમામ રાજ્યોએ આ સ્પર્ધામાં ભાગ લીધો. સૌ પ્રથમ તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ, પછી રાજ્ય કક્ષાએ અને એમ પસંદ કરતા દરેક રાજ્યમાંથી પ્રથમ ત્રણ નંબર આવેલા હસ્તાક્ષરને દિલ્લી મોકલવામાં આવ્યા.સમગ્ર દેશમાંથી આ રીતે  દરેક રાજ્યમાંથી ત્રણ સારા હસ્તાક્ષર ધરાવનાર પત્રો એકઠા થયા અને એમાં દેશ લેવલે  ત્રણ નંબર આપવામાં આવ્યા.મિત્રો સમારંભ થયો.જેના સૌથી સાર હસ્તાક્ષર છે તેવા ભારતના ત્રણ વિદ્યાર્થીઓને ભારતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી સન્માન આપવાના છે.એમને સન્માનિત કરવાના છે.હોલ ખીચોખીચ ભરાયેલો છે. ત્રીજા નંબરની જાહેરાત થઈ.મને ચોક્કસ ધ્યાન નથી પણ કદાચ મહારાષ્ટ્રને ત્રીજા નંબરનું ઈનામ મળ્યું.બીજા નંબરે રાજસ્થાનના કોઈ વિદ્યાર્થી પસંદ થાય.અને પ્રથમ નંબરની જાહેરાત થઈ એ ઈનામ મળ્યું આપણા ગુજરાતને. આપણા ,તમારા, મારા બનાસકાંઠાને. પ્રથમ નંબર હંસાબેન રમેશભાઈ સોલંકી પાલનપુર, ગુજરાત.એવી જાહેરાત થઈ.તાળીઓના ગડગડાટ સાથે પ્રથમ નંબરનું ઈનામ લેવા માટે હંસા  પોતાની જગ્યા પરથી સ્ટેજ ઉપર ગઈ.સ્ટેજ ઉપર ગઈ ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા ઈનામ આપવા માટે જે મહેમાનો ઉપસ્થિત હતા એમને જોયું તો હંસાને બે હાથ જ નથી. અને આ વખતે ઈનામ આપ્યા આપ્યા પછી કેહવાય છે ઇન્દિરાબેનની આંખમાંથી પણ આંસુ આવ્યાં.અને એમને થયું કે મે રાષ્ટ્ર લેવલે જે આ પરીક્ષાનું આયોજન કર્યું હતું તે ખરેખર સફળ થયું છે. આજે પણ હંસા ક્યાં હશે? કેટલી ઉંમરના હશે? આપણને ધ્યાન નથી.રમેશભાઈ સોલંકી એ વખતે પચાસ(૫૦) વર્ષની ઉમરના હતા. અત્યારે કદાચ ગુજરી ગયા હશે. સુરેશભાઈ સાહેબને પણ આપણે અત્યારે શોધી શકીએ એમ નથી.કદાચ ક્યાંક જીવતા હશે.પાલનપુરમાં હોય અને રેડિયો પાલનપુરમાં જો આ વાર્તા સાંભળતા હોય તો રેડિયો પાલનપુરમાં સંપર્ક કરવા વિનંતી.


        સ્રોત મિત્રો ફરીથી કોઈ નવી વાર્તા સાથે મળીશું 90.4FM એટલે આપનું રેડીઓ, આપણો અવાજ, રેડીઓ પાલનપુર સાથે. 

  

    Tuesday : 08:45 PM

    Friday  : 08:15 PM

    saturday: 08:45 PM

    sunday  : 10:00 AM

    Radio Palanpur 90.4 FM

આ વાર્તા સાંભળવા માટે ક્લિક કરો:-

હાથ વિનાની હંસાની વાર્તા સાંભળો

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી