દુઆ કબુલ થઇ...
એતો ખબર છે કોઈ નમાજ અદા કરે
છે...
ઈરાન દેશની આ વાત છે. અહી એક નગર. આ એક
નાનું નગર.આ નગરમાં એક ફકીર રહે. તેમની ઉંમર કેટલી. આ સવાલ અનેકના મનમાં હતો.
નગરના જુના માણસો કહે એ માનીએ તો તેમને નવ દાયકા કરતાં વધારે સમય થયો હતો. લાગભાગ
આઠ દયાકાથિયા તો આ ફકીર બાબા આ જ નગરમાં રહેતા અને રોજની બધી જ નમાજ અદા કરતા
હતા.અંદાજે ઉંમરના લગભગ નવ દાયકા ફકીરના જીવનમાં પસાર થઇ ગયા હતા.
આજીવન નમાજી આ ફકીરનું બહુમાન કરવા સૌએ વિચારી લીધું હતું. આ વખતે સૌએ ભેગા મળી રમજાન ઇદના દિવસે ફકીરનું બહુમાન કરવાનું વિચારી એ માટે તૈયારી કરી લીધી હતી. તેમના બહુમાન માટે અનેક કારણ હતા. તે સરળ અને સહજ જીવન જીવતા હતા. આ નગરના લોકો ફકીર બાબાને ખુદાના પયંગબર તરીકે માંન આપતાં હતાં. નિયમિત અને કાયમી ખુદાની બંદગી કરનાર ફકીરે કોઈને માટે ખરાબ વિચાર મનમાં કે સપનામાં કરેલ જ ન હતો. નાની મોટી બીમારી હોય અને આ ફકીર બાબા તાવીઝ બનાવી આપે એટલે બીમારી જાય જ. આખા નગરમાં સૌ ફકીરને માન આપે.ફકીર સૌને ખુદના સંતાન માને. ફકીર બધાં જોડે ખુદના ખિદમતગાર અને ખુદાના સંતાન તરીકે જ માને.ફકીર બાબા દિવસની બધી જ નમાજ અદા કરે. આવું તે લગભગ આઠ દાયકા કરતાં વદારે સમયથી આ નગરમાં ચાલતું હતું. ફકીર આટલા સમયથી નમાજ અદા કરતાં હતા એ પથરા પણ ગસાઈ ગયા હતા.અરે આ નમાજ પડવાની જગા ઉપર ખાડા પડી ગયા હતા.
રમજાન મહિનો ચાલતો હતો.નમાજ અદા કરવા
સૌ ભેગા થયા હતા. આજે સૌ ફકીરનું સન્માન કરવાના હતા. .ફકીર નમાજના સમય પહેલાં આવે.
સફાઈ કરે અને સૌને આવકારે.રમજાનનો અંતિમ દિવસ હોઈ આજે આખું ગામ ભેગું થયું હતું.
રમજાનની અંતિમ નમાજ અદા કરવા બધા એકઠા થયા હતા. આજે અનેકલોકો એકઠા થતા ગયા. સૌએ એકસાથે
નમાજ અદા કરી.સૌ નમાજ અદા કરીને બહાર નીકળવામાં હતા.એટલામાં આકાશમાંથી અવાજ
સંભળાયો.ખુદાએ પોતાનો સંદેશ પહોંચાડવા આ
સમયણી પસંદગી કરી હતી.
સૌના કાન એક જ તરફ મંડાયા હતા.ખુદાએ તેમની વાતમાં એક એવી વાત કરી કે સૌ ચિંતામાં આવી ગયા. ખુદાએ આજના રમજાનની ઇદના દિવસે કીધું કે ‘એ ફકીર ,તે આખી જીંદગી ભલે નમાજ અદા કરી પરંતુ તારી એક પણ દુવા કબુલ થઇ નથી.’ આ સાંભળી સૌ દુ:ખી થઇ ગયા.કેટલાક લોકો આ સાંભળી રડતાં હતા.હા,ફકીર ખુશ હતો.સૌને નવાઈ લાગી.કોઈ એક માણસ ફકીર બાબા જોડે ચાલતો અહ્તો તે ફકીર પાસે ઊભો રહી ગયો.તે પાસે આવીને ફકીરને કહે: ‘બાબા,એક પણ દુઆ કબુલ થઇ નથી છતાં આપ કેમ આટલા ખુશ છો.’ આ સાંભળી ફકીર કહે: ‘ભલે મારી એક પણ દુઆ કબુલ નથી થઇ પરંતુ ખુદાને એ તો ખબર છે કે હું અહી કેટલાય સમયથી અહીં નમાજ અદા કરું છું.બસ!મારે માટે એટલુ જ કાફી છે.’ફકીરનો આ જવાબ સાંભળી આસપાસના સૌ એકી ટશે તેમની સામે જોતા ઊભા રહી ગયા.
Comments