જોકર...

 


      એક શહેર.

       શહેરનું નામ જોકલનગર.

     અહીં વિવિધ જોકરો જોવા મળે.કોઈ લાંબા તો કોઈ મોટા. કોઈ જાડા તો કોઈ પાતળા જોકર. કોઈ ટાલવાળા જોકર તો કોઈ વાળ વાળા જોકર. આ જોકર અલગ અલગ ખેલ બતાવે. કોઈ નાચી ને બતાવે. કોઈ ગાઈ વગાડી ને ખેલ બતાવે. કોઈ નાચીને તો કોઈ બીજી રીતે ખેલ બતાવે.

      આવો જ એક જોકર.

     એનું નામ જમકું જોકર. એના ખેલમાં ગાવાનું આવે. એમાં વગાડવાનુંય આવે. નાચવાનું તો ખરું જ. આ જોકરની ખાસિયત એ કે જોનાર જોડે એ કામ કરાવે. એવું કામ કરાવે કે કામ કરનારને ગમે સાથે જોનારને પણ ગમે. આજે આ જોકર પાસે અનેક છોકરાં આવ્યાં હતાં. શાળાના બાળકો આ ખેલ જોવા હાજાર હતાં.

    બધાં પોતાની જગ્યાએ ગોઠવતાં હતાં થોડી વારમાં બ્યુગલ વાગ્યું. સૌ તૈયાર થઈ ગયાં. બધાંની નજર સામે જ હતી. થોડી વાર થઈ હશે ને ત્યાં જમકું જોકર આવ્યો. જમકુંએ આવીને ગાવાનું શરૂ કર્યું.'

‘ આપડી થાપડી ગોળની પાપડી; ધમ્મક લાડું તેલ કાઢું.'

      આવું ગાઈ ને જમકું આંખો મોટી કરી સૌની સામે જોઈ રહ્યો હતો. બધાંને નવાઈ લાગી. કે કેમ જમકું ગાતો નથી? જમકું એ ફરી ગાયું.

'આપડી થાપડી ગોળની પાપડી; ધમ્મક લાડું તેલ કાઢું.'

       સૌ જોનાર ને ઈશારો કરી એણે સાથે ગાવા ઈશારો કર્યો. સૌ એ જોડે એક વખત ગાયું. ' હવે જમકું આસપાસ જોતો ઉભો હતો. ઠુમકા કરતો કરતો એ એક છોકરાં જોડે જઈ ઊભો રહ્યો. અહીં ઉભા રહીને એણે ગીત ગાયું.

આપડી થાપડી ગોળની પાપડી; ધમ્મક લાડું તેલ કાઢું.

નાગરવેલનું એક જ પાન; ઝટપટ જાલ મારો કાન.'

     આટલું બોલી જમકું એ એ છોકરાને કાન પકડી ખેંચવા ઈશારો કર્યો. જેવો છોકરાએ કાન પકડી ને ખેંચ્યો કે તુરંત મોટો કાન એ છોકરાના હાથમાં આવી ગયો. જમકું એકદમ હસવા લાગ્યો. આ જોઈ સામે બેઠેલા સૌ હસી પડ્યા. ફરીથી જમકું ચાલતો ચાલતો આગળ ગયો. અહીં એક છોકરી ઊભી હતી. જમકું એની પાસે ગયો. એણે અહીં બેસીને ફરી ગીત ગાયું.

'આપડી થાપડી ગોળની પાપડી; ધમ્મક લાડું તેલ કાઢું.

મને ગમે કારેલાનું શાક; ઝટપટ જાલ મારું નાક.

      ગીત પૂરું થાય એ પહેલાં તો એ છોકરીએ નાક પકડી ને ખેંચી લીધું. જેવું નાક ખેંચાયું કે જમકું જોકર 'ઓય બાપ રે...' એવી રાડ પાડી. જોકર જમકું રાડ પાડતો હતો. જોનાર સૌ હસતાં હતા. જમકુંનું નાક નીકળી ગયું હોઈ તેથી હાથ નાક ઉપર રાખી આખા મેદાનમાં ફરતો હતો. સાથે સાથે જોડે એ ગીત ગાતો હતો. સૌ ને જોડે ગાવા માટે ઈશારા કરતો હતો. એને ફરીથી ગાયું. '

 

આપડી થાપડી ગોળની પાપડી;ધમ્મક લાડું તેલ કાઢું.'

       છોકરાં પણ જોરજોરથી જાતે ગાતાં હતાં. જોકરે ફરી શરૂ કર્યું. આ વખતે એ એક ખેડૂત જોડે જઈ ને ઉભો રહયો. અહીં જઇ એણે ગાયું.

 

' આપડી થાપડી ગોળની પાપડી; ધમ્મક લાડું તેલ કાઢું.

સંભળાવું એક નાની વાત, ઝટપટ જાલ મારા  દાંત.'

 

      આટલું બોલી જમકું જોકર ઊભો રહી ગયો. મોઢું ખુલ્લું રાખી તે ખેડૂત સામે જોતો ઉભો હતો. ખેડૂત ડરતા ડરતા એના દાંત પકડ્યા. જેવા દાંત પકડ્યા કે તુરંત એના દાંત બહાર આવી ગયા. ખેડૂત પણ આ જોઈ ડગાઈ ગયો. ખેડૂત ડગાઈ ગયો હતો. એની સામે જોઈ જોઈ જોકર હસતો હતો. છોકરાં પણ હસતાં હતા. સૌ ને મજા આવતી હતી. કેટલાંક છોકરાં તો એમની જગ્યાએ ઊભાં રહી જોર જોરથી હસતાં હતાં. આ ઉભા થયેલાં છોકરાં સામે જોઈ જમકું એના મોઢા ઉપર આંગળી રાખી શાંત થવા કીધું. જોકરનું કામ હજુ બાકી હતું. એને નાક,કાન અને દાંત રહ્યા ન હતા.  જમકું એકદમ દૂર બેઠેલા એક મહિલા પાસે ગયો. અહીં જઈ એણે ગીત ગાયું.

 

'આપડી થાપડી ગોળની પાપડી; ધમ્મક લાડું તેલ કાઢું.

અગડ બગડ ચગડમ ચાળ, ઝટપટ જાલ મારા  વાળ.'

     એ મહિલાએ જોકરના વાળ પકડી લીધા. એના માથામાં તો હવે એકેય વાળ ન હતો. વાળ નીકળી ગયા પછી જમકું એના ટકલા ઉપર જાતે જ તબલાં વગાડતો હતો. માથાના વાળ પછી એ હરતો ફરતો એની મૂંછો ઉપર હાથ ફેરવી ગીત ગાતો હતો. આ ગીત ગાતા ગાતા જમકું એક નાના છોકરા જોડે ગયો.

' આપડી થાપડી ગોળની પાપડી; ધમ્મક લાડું તેલ કાઢું.

મને તે કહે તું ન પૂછ; ઝટપટ જાલ મારી મૂંછ.'

 

      એ નાના છોકરાંએ ડરતાં ડરતાં મૂછો પકડી. થોડી ખેંચી ને મૂછો એના જ હાથમાં આવી ગઈ. સૌ ને આ ખેલ જોવાની મજા આવી. બધાં ધીમે ધીમે બહાર નીકળતા હતાં. સૌ જોડે એ ગીત ગાતાં ગાતાં બહાર નીકળતા હતા.

 

 

 

વિચારો અને કહો:

જોકારે ગયેલું કયું ગીત તમને વધારે ગમ્યું?

જોકરે ગાયેલ બધાં જ ગીત તમે એક સાથે સમૂહમાં ગાવ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી