જગો જાદૂગર...


નાનું ગામ.

ગામનું નામ લોરવાડા.

આ ગામમાં એક સરકારી શાળા.

આ શાળામાં અનેક બાળકો ભણે. આસપાસથી પણ છોકરાં અહીં ભણવા આવે.

અહી એક જગદીશ નામનો છોકરાઓ ભણે. આ શાળાના બધા જ બાળકો એને જશા ને નામે ઓળખે અને બોલાવે. આ જશો ગણિતમાં ખૂબ જ હોંશિયાર. એને ગણિત ભણવાની મજા આવે. અનેક જાતના દાખલા ગણવામાં એને મજા આવે. એ એક જ દાખલાને અલગ અલગ રીતે ગણવા મથામણ કરે. આમ જશો ગણિતમાં ખૂબ હોશિયાર.તેણે આડું અવળું કરવું ખૂબ ગમે.તે દાખલા ફાટાફટ ગણે.બીજાંને પણ શીખવે.

એક દિવસની વાત છે.

જશાની નિશાળમાં એક સાહેબ આવવાના ન હતા.આજે જશાના ધોરણનાં છોકરાંને એક  બેન ભણાવવાનાં હતાં.શાળાના મોટા સાહેબે સૂચના આપી.આજે પાંચમાં ધોરણનાં છોકરાં બેનના ધોરણમાં બેસશે.સાહેબની સૂચના પૂરી થાય તે પહેલાં છોકરાંએ દોટ મૂકી.બેન બેઠા હતા.એક જ ઓરડામાં એક સાથે વધારે છોકરાં બેઠાં હતાં. આટલાં બધાં છોકરાં ને કઈ રીતે ભણાવી શકાય? જેવાં છોકરાં ઓરડામાં બેસી ગયા કે બેને તુરંત લખવા આપી દીધું. બસ,બેનેતો સીધું જ લખવા આપી દીધું.બેને બધાં છોકરાં ને સમજ આપી. બેન કહે: ‘જુઓ, છોકરાં...તમારે અવાઝ કરવાનો નથી.. સાથોસાથ હું તમને લખવા આપું છું. બેને આટલું કીધું એટલામાં તો છોકરાંએ લખવા માટે નોટ,પેન અને પાટી કાઢવાની તૈયારી કરી. આ તરફ બેન સૂચના આપતાં હતા. બેન કહે:’ છોકરાં, તમારે એક થી સો સુધીના અંકોનો સરવાળો કરવાનો છે.

એકડીમાં આવતા એક થી સોનો સરવાળો કરવાનોછે. બધાં બાળકો તો બેનના કહેવાથી એકડીનો સરવાળો કરવા લાગી ગયાં. કોઈ એકડી લખાતું હતું. કોઈ દરેક બે અંકોનો સરવાળો કરતુ હતું.છોકરાં તો બસ છોકરાં.બેનની વાત પૂરી થાય તે પહેલાં છોકરાં એ લખવાનું શરુ કરી દીધું.૧..........૪ એમ કરતાં કરતાં ૧૦૦ સુધીના અંકો લખી સરવાળો કરવાની તૈયારી કરી.જશો પણ આ છોકરાની સાથે લખવા લાગી ગયો હતો.બીજાં છોકરાં લખે તે પહેલાં જશાએ એક થી સો ના  સરવાળાનો જવાબ  5050  (પાંચ હાજર પચાસ) લખીને બેનને બતાવવા ગયો.જશા એ તેનું કામ બતાવી દીધું.બેન પણ વિચારમાં પડી ગયાં. જશાએ આટલો ઝડપી જવાબ કઈ રીતે મેળવી લીધો?

બેન કહે તારો આ દાખલો કઈ રીતે સાચો?જશો કહેબેન ૧,,૩ અને ૪ નો સરવાળો કેટલો થાય?’ બેને મનોમન ગણતરી કરીને ૧૦(દસ)જવાબ આવે એવું જશાની સામે જોઇને કહી દીધું. જશો કહે બેન તમે સરવાળો કરી જવાબ લાવી દીધો.મેં બીજી રીતે જવાબ આપી દીધો.બેન કહે:તે કઈ રીતે જવાબ શોધી લીધો?આટલો ઝડપી જવાબ કઈ રીતે આવે?’જશો કહે બેન મે એક થી ચારનો સરવાળો કરવા માટે નવી રીતનો ઉપયોગ કરી જોયો.બેન કહેએવી કઈ નવી રીત છે?’જશો કહે બેન ૧ થી ૪ નો સરવાળો કરવા મે ૪ નો ૫(પાંચ)સાથે ગુણાકાર કરી લીધો.આ જવાબને બે વડે ભાગતાં મળેલો જવાબ ૧ થી ૪ નો  સરવાળાનો જવાબ થાય.જશાના કહેવાથી બેને આ રીતે ગણતરી કરી જોઈ.ગણતરી કરી લીધા પછી બેન કહે જશા તું તો જાદુગર છે.ગણિતનો જાદુગર.આ પછી બેને એક થી દસનો સરવાળો. એક થી ચાલીસનો સરવાળાનો શું જવાબ મળે? જેવા દાખલા સૌને ઘરેથી કરી લાવવા સુચના આપી.સાથોસાથ એક થી પચાસના સરવાળામાંથી એક થી અઢાર બાદ કરીએ તો શું જવાબ મળે એવાય બે ચાર દાખલા આપી દીધા. એટલી વારમાં શાળા છુટવાનો સમય થયો અને સૌ પોતાના ઘરે ગયાં.


 બેનની રીત

 

૧+૨+૩+૪=૧૦

 

 

જાશાની રીત

 

૪ નેપાંચ વડે ગુણતાં ૨૦ મળે.

આ જવાબને ૨(બે )વડે ભાગતા ૧૦ જવાબ મળે.


ગણો અને કહો:

એક થી દસનો સરવાળો કેટલો થાય?

એક થી ચાલીસનો સરવાળાનો શું જવાબ મળે?

એકથી પચાસના સરવાલામાથી એકથી પંદરનો સરવાળો બાદ કરતાં શું જવાબ મળે?

એક થી પંચાવનના સરવાળામાંથી એક થી અઢારનો સરવાળો બાદ કરીએ તો શું જવાબ મળે?

અગિયારથી ચાલીસના સરવાળો કરી એમાં બાર બાદ કરીએતો શું જવાબ મળે?

 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી