નવો અવતાર...એક રાજાના મહેલની આ વાત છે. આ મહેલમાં ચોરી થઇ હતી. ચોરી કરતાં ચોર પકડાઈ ગયો હતો.મહેલમાં કામ કરતો એક સિપાહી ચોરી કરતાં પકડાયો હતો. આ સિપાહી રાજાના  કોઠારમાં નોકરી કરતો હતો. કોઠારમાં દૂધ પડેલું હતું. આ દૂધ રાજાની બિલાડી માટે હતું.રાજાએ મહેલમાં એક બિલાડી રાખી હતી.બિલાડીની ખાસ દેખભાળ રાખવાની જવાબદારી આ ચોર ઠરેલા માણસની હતી.દૂધમાં બદામ અને મીઠાઈ સાથે ગરમ કરી ઠંડુ પડે એટલે બિલાડીને પીવા માટે આપવાનું હતું.

આ સિપાહીએ  બિલાડીને દૂધ પાવાનું હતું. દૂધ ઠંડુ થયું કે નહિ?તેમાં સાકાર બરાબર ભેળવાઈ હશે કે કેમ કે કેમ તેની ચકાસણી કરવાની જવાબદારી આ જ સૈનિકની હતી.આ કારણે તેણે થોડું દૂધ ચાખવાનું હતું. આજે એને અગિયારસ હતી. આ સિપાહીને થયું, મારે ઉપવાસ છે એ કારણે થોડું આજે તેનો ઉપવાસ હતો.આ કારણે સિપાહીએ એક વાટકી ભરીને દૂધ પીધું.રાજાના એક બીજા સિપાહીએ આ વાત રાજાને જણાવી.

રાજાને આ વાત પસંદ ન પડી. થોડું દૂધ પીવાની બાબત ને રાજાએ ખુબ મોટો અપરાધ  માની લીધો. આ સિપાહીને દરબારમાં હાજર કરવાનો આદેશ થયો. આ સિપાહીને દરબારમાં હાજર કરવામાં આવ્યો. દરબારમાં સૌ બેઠા હતા. રાજા શું કરે છે તે જોવા અને સંભાળવા સૌ તૈયાર બેઠાં હતાં. રાજાને આ માણસ જોઇને નવાઈ લાગી. રાજા એ આ માણસ સામે જોયું. આ માણસને સિપાહી તરીકે રાજાની સીધી ભલામણથી લેવાયો હતો. રાજાએ આ માણસને કોઠારમાં બધું જ સાચવવાની જવાબદારી આપી હતી.આ માણસ આવું ન કરે.એ એક વાટકી દૂધની ચોરી??ફરિયાદ લાવનાર રાજાની સામે જ બેઠો હતો. ચોર ઠરેલા માણસઆમ તો ખૂબ જ સીધો હતો. આ માણસની ચતુરાઈથી ખૂશ થઇ રાજાએ તેણે સિપાહી તરીકે જવાબદારી આપી હતી. રાજા આજે હળવાશમાં બેઠા હતા.રાજાને આ સિપાહી સાથે મજાક કરવાનું મન થયું. તેમણે બિલાડીને દરબારમાં મંગાવી.થોડીવારમાં બિલાડી રાજાની પાસે આવી આસન ઉપર બેસી ગઈ.રાજાએ ચોર ઠરેલા સિપાહીને આ બિલાડી પકડવા સૂચના આપી. આ સિપાહીએ બિલાડી પકડી. રાજા કહે: તે દૂધ પીધું છે. આ બિલાડીનું દૂધ પીધું છે.હવે તારી સજાએ છે કે આ બિલાડીને તું જે રીતે મારીશ એ જ રીતે હું તને મારીશ.’આ વાત સાંભળી આખા દરબારમાં ગુસપુસ થવા લાગી. 

સૌ વિચારતા હતા. આ માણસ બિલાડીને કેવી રીતે મારશે કે જે રીતે આ સિપાહીને રાજ ન મારી શકે. સૌ વિચારતા હતાં, હવે આ માણસ બિલાડીને કઈ રીતે મારશે. હવે શું થશે?આ સીપાહી હવે મોતમાંથી બચશે કે નહિ તે જોવા દરબારી બેઠા હતાં. આખા દરબારમાં ટાંકણી પડેતોય અવાઝ  સંભળાય તેવી શાંતિ દરબારમાં હતી.?સૌને આ જોવું હતું.સૌ ઉતાવળા થતાં હતા. પેલા માણસે બિલાડી હાથમાં લીધી.બિલાડીને હાથમાં લઈ તેણે આમતેમ જોયું. તે જાને બિલાડી ને મારવા માટે વિચારતો હોય તેવું લાગતું હતું. બેઠેલા દરબારીઓમાં ગુસપુસ વધી ગઈ હતી.

હવે શું થશે? સૌ આ જ વિચાર કરતાં હતાં.’થોડી વાર બિલાડીને આમતેમ હાથમાં ફેરવી ને આ સિપાહીએ બિલાડીની પૂંછડી પકડી લીધી.પૂંછડી વડે બિલાડીને પકડી સિપાહી એ હાથ ગુમાવવાનું શરુ કરી દીધું. એક સમય એવો આવી ગયો કે,તે પૂંછડી થી પકડેલી બિલાડી ને  જમીન સાથે ભટકાવા જતો હતો.આ જોઈ રાજાએ બૂમ પાડી.શું કરો છો?’આ સાંભળી પેલો માણસ કહે:આપે બિલાડીને મારવાની શરત કરી છે. જે રીતે હું બિલાડીને મારીશ. આપ એ જ રીતે મને મારશો.હું બિલાડીને પૂંછડી પકડી,ગોળ ગોળ ગુમાવી તેને જમીન સાથે અફળાવીને મારી નાખવાનો હતો.ફરિયાદ કરનાર ઊભો થઇ ગયો.તે રાડો પાડતો હતો.તે રાડ પાડીને કહે: રાજા તનેય જમીન સાથે અફડાવીને મારી નાખેશે. આ બીજા સિપાહી ને કાયામ માટે આ ચતુર સિપાહીનો વિરોધ રહેતો હતો.ચતુર સિપાહી હસતા હસતાં  કહે: પણ રાજાજી મને પૂંછડીથી પકડી ન શકે ને...! રાજા મને ગમેતે રીતે મારી શકે.પણ,મેં બિલાડીને એવી રીતે મારી નાખવાનું વિચારી લીધુ હતું તે રીતે રાજાજી મને ન મારી શકે. રાજા આ ચતુરનો જવાબ સાંભળી ખૂશ થયા.રાજાએ આ ચતુર માણસને એક હજાર સોનામહોરની ભેટ આપી. રાજાને ફરિયાદ કરનાર સાથે વાતો કરતાં કરતાં રાજા મહેલ તરફ ગયા.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી