કાગડો કાળો કેમ...
કેટલાય સમયની વાત છે. આ સમયે કાગળો સફેદ રંગનો હતો.કાગડાને તેના સફેદ રંગ ને લીધે ખૂબ જ અભિમાન હતું.એની આસપાસના સૌ પંખીઓ ને આ કાગડો અપમાંનીતા કરતો, તેમનું સતત અપમાન કરતો હતો.જંગલમાં કે શહેર અથવા ગામમાં રહેનાર પશુ પંખી વિષે સારું બોલવાનું કે વિચારવાનું કાગડાને પસંદ ન હતું. એક દિવસની વાત છે. જંગલના રાજા સિંહને ઘરે આજે મિજબાની હતી. જંગલના રાજા સિંહનો છોકરો વિદેશથી ભણી ને પરત થયો હતો.
પોતાના દીકરાને પરત આવવાની ખુશીમાં રાજા સિંહે મિજબાની આપવાનું વિચારી સૌને બોલાવવા તેના સૈનીઅકો ને સૂચના આપી હતી.સાંજ થવા હતી. એ ધીરે ધીરે મહેમાન આવવા શરુ થયાં હતાં. મોટા ભાગના મહેમાન આવી ગયા હતા. બાજુના જંગલના રાજા પણ,આ સમારોહમાં આવવાના હતાં. આ રાજા આવનાર મહેમાન રાજાની રાહ જોઈ ને ઊભા હતાં. જંગલના સૌ ઉભેલા પણ,આ રાજા આવે એટલી રાહ જોઈ ઉભા હતાં.
થોડો સમય થયો. બીજા જંગલના રાજા આવી ગયા. તે રાજા જોડે તેમના સલાહકારો અને બીજા સહયોગી પણ આવી ગયા હતાં. આવેલ રાજાના સલાહકાર તરીકે એક કોયલ ફરજ બજાવતી હતી. જરૂર હોય અને કોયલ બોલે તો આ રાજા તો સંભાળે પરંતુ બીજા લોકો અને આ કાગડા સહીત તેના સાથીઓ ને ખૂબ જ નવાઈ લગતી હતી.સૌ કોયલના આવાજ ને સાંભળી ખૂબ ખુશ થતાં હતાં. થોડી વાર એક બીજાના પરિચયની વિધિ પૂરી થઈ. હવે જંગલના વિવિધ કલાકારો પોતાની કળા બતાવતા હતા. જંગલના રાજા સિંહનો દિકરો વિદેશથી ભણી આવેલો હતો. બીજા જંગલના રાજા પણ આ કલાકારોની કળા જોઈ ખૂશ થયા હોય એવું લાગતું હતું. થોડી વાર પછી બીજા જંગલના રાજા કહે: ‘રાજ કુમાર વિદેશથી ભણી ને આવેલ છે. આ માટે તેમના મનમાં મારિયા સલાહકાર એક સરસ ગીત રજુ કરશે. કોયલે સૌની સામે એક સરસ મજાનું ગીત ગાયું. કાગડો આ ગીત સાંભળી ખુશ થયો. એને થયું, મારા આખા જંગલમાં એકેય કોયલ નથી. જો હું કોયલ બની જાવ તો મનેય અમારા રાજાના સલાહકાર તરીકે કામ કરવાની તક મળે.આ વિચાર કરી કાગડો સીધો જંગલમાં રંગનું કામ કરનાર મોર જોડે ગયો. મોર જોડે જઈ ને કાગડો કહે: ‘અરે,મોરજી, આપ તો જંગલના સૌથી સારા રંગ કરનાર છો. હું હવે મારા સફેદ રંગથી હવે કંટાળી ગયો છું, થાકી ગયો છું. મને હવે મારો રંગ ગમતો નથી. હવે તમે જો મને કાળો રંગ કરી આપો તો મારે માટે એ ખૂબ જ સારું થશે. મોરે કાગડા જોડે ચાર કેરી લીધી અને તેણે કાળો રંગ કરી દીધો.
કાળો રંગ થયા પછી આ કાગળો સીધો જંગલના રાજા સિંહ જોડે ગયો. કાગડાએ કલર બદલી રાજાને વિનંતી કરી કે જેમ બાજુના જંગલના રાજા જોડે સલાહકાર તરીકે એક કોયલ છે. બસ! આપ મને આપના સલાહકાર તરીકે ફરજ નિભાવવા આદેશ કરો.હું આપના જંગલમાં એક જ કાળી કોયલ છું. આ સાંભળી જનાગ્લના રાજા સિંહે તેને નોકરી રાખી દીધો. હવે કાગડો રોજ રાજાની જોડે ફરતો. આ કારણે કાગળનું મહત્વ વધી ગયું હતું.
એક વખત એવું થયું કે રાજા ને જંગલમાં એક સમારોહમાં જવાનું થયું. રોજની જેમ કાગળો પણ,રાજા સિંહ જોડે હતો. થોડી વાર થઇ હશે અને એકદમ વરસાદ પડવાનું શરુ થઈ ગયું. મોરે સફેદ કાગળનો કરેલો કાળો રંગ ઉતારતો હતો.થોડી વારમાં સફેદમાંથી કાળો થયેલો કાગળો ફરી સફેદ થઈ ગયો. એ વખતે તો કાગડા સફેદ જ હતા. આ કાગડાએ રાજાને છેતરવાનું કામ કરેલ હોઈ રાજા લાલપીળો થઇ ગયો. જંગલના રાજા એ કાગડાને આજ પછી કાયમ કાળો બનવાનું અને રાજાને છેતરવા બદલ એક આંખ ફોડી નાખવાનું કહી દીધું. રાજાઓ આદેશ અને તેણે છેતરવાના પાપ ને લીધે બસ, એ જ દિવસથી દુનિયાના બધા કાગડા કાળા અને એક આંખે કાણા બની ગયા.
Comments