કાબર અને કાગડો.
એક ગામમાં એક કાબર રહે. કાબર ને એક ભાઈબંધ.
આ ભાઈબંધ એટલે કાગડો. કાબર ભલી અને ભોળી. કાગડો કાપટી.કાગડો
સાવ આળસુ. કાગડો નાટક બાજ અને કામચોર સાથે તે કાગડો ઢોંગી. કાબર અને કાગડો એક ઝાડ
ઉપર રહે.આ ઝાડની આસપાસની જમીન કાબરની.આ જમીનમાં કાગડો પણ ભાગીદાર.આસપાસ નાનાં મોટા
અનેક ખેતર.આ ખેતરમાં સૌ ખેતી કરે.
ચોમાસાના દિવસો હતા.આસપાસમાં ખેતર હતાં. વારસદ થયો હોઈ સૌ વાવણીના કામમાં રોકાયાં હતાં.અહીં બધાં ખેતીનું કામ કરે.. કાબરના ખેતરની આસપાસમાં સૌ ખેતીનું કામ કરતાં. કાબરે આ જોયું. કાબરને પણ તેના ખેતરમાં ખેતી કરવા જવાનું મન થયું.ખાવા પીવા અનાજ જોઈએ અને એ માટે ખેતી કરાવી જ પડે. કાબર આ બધું વિચારતી હતી. પાસે જ કાગડો બેઠો હતો. કાબર કાગડાને કહે: ‘કાગડાભાઈ,આપણે ખેતરમાં ખેતી કરીએ?’કાગડો કહે: ‘કેમ! આપણે શું જરૂર છે?આપણે આવી મજુરી કરીને શું કામ છે?’
કાબર થોડું હસી. કાબર હસતાં હસતાં કાગડાને કહે: ‘અરે
! ખેતી કરીએતો દાણા થાય.દાણા થાય
તો ખાવા માટે રોજ ભટકવું ન પડે.દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે. ઠંડી
અને ગરમીમાં કોઈ અગવડ ન પડે.આપણે નિરાંતે ખાઈએ.ખાઈ શકીએ અને જીવી શકીએ.’ કાગડો આ સાંભળતો હતો.તેણે કાબર સામે જોયું.ધીરેથી
મોઢું ખોલી બગાસું ખાતાં કહે: ‘અઉ....આઉ....આલો...’કાબર ને
કશું સમજાયું નહિ.આ સાંભળી કાબર કહે: ‘હેં...શું
કીધું?’ કાગડો પણ એકદમ કડક થઈને કહે: ‘બહુ
સારું; ચાલો.’
કાબર અને કાગડા પાસે ખેતર ખેડવા કશું હતું નહિ. કાબર કહે; ‘આપણે
કોઈ ઓજારની જરૂર નથી.ચાંચ વડે ખેતર ખેડી લઈએ.’કાગડાને
આ સાંભળી જાણે પરસેવો થઇ ગયો. તે કશું બોલે તે પહેલાં કાબરે ખેતરમાં કામ કરવાની શરૂઆત
કરી. કાબરે ચાંચ વડે ખેતર ખેડવાની શરૂઆત કરી.થોડી વાર પછી
કાગડો પણ આ કામમાં જોડાયો. કાબર અને કાગડો ખેતરમાં ખેડવાનું કામ કરતાં હતાં.
કાબર ધીરે ધીરે ખેતર ખેડતી હતી.કાગડાને
તો જાણે કામ કરવા માટે જાણે મોત આવતું હતું. કાગડો આમતેમ જોતો હતો.ખેતર ખેડવાના
કામમાં કાગડાને મજા આવતી ન હતી.કાગડો આસપાસ જોતો હતો.તેની ચાંચની નીચે એક પથરો
હતો.કાગડાએ આ ન જોયું.તેની ચાંચ પથરા ઉપર અથડાઈ.
કાગડાની ચાંચ ભાંગી ગઈ. ચાંચ ભાંગી એટલે કાગડાએ કામ બંધ કરી દીધું.કાબર પણ કાગડાની પાસે આવીને બેસી ગઈ.કાગડો સીધો લુહારના ઘરે પહોંચી ગયો.કાગડો લુહારના ઘરે તે ચાંચ ઘડાવવા ગયો હતો. ચાંચ બનાવવા લુહાર પાસે જતાં તે કાબરને કહેતો ગયો હતો. ‘કાબરબેન! તમે ખેતર ખેડો. હું હમણાં ચાંચ ઘડાવીને પરત ફરીશ.’કાગડો તો બોલીને ગયો હતો.કાબરે તો આખું ખેતર ખેડી લીધું.પણ કાગડો ચાંચ ઘડાવીને પરત થયો કાબરે એકલીએ આખું ખેતર ખેડી લીધું.
આ બાજુ કાગડો લુહાર સાથે બેઠો બેઠો વાતો કરતો
હતો.કાગડાને કામ કરવું ન હતું.તેની દાનત કામ કરવાની ન હતી.આ માટે તે લુહારના ઘરે
બેસી વાતો કરતો હતો.આ તરફ કાબર કાગડાની રાહ જોઈ થાકી.એ કાગડાને બોલાવવા ગઈ. કાબર
કાગડાને કહે: ‘ કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો ને ! ખેતર તો ખેડાઈ ગયું. હવે આપણે
વાવીએ. કાગડો
કહે:
‘લુહારથી વાતો કરું છું,મારી ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ ખેતર ખેડો,થોડીવારમાં આવું છું.’
કાબર પાછી ખેતરમાં ગઈ અને વાવવાનું કામ શરૂ કરી
દીધું.
કાબરે બાજરાની
વાવણી કરી.થોડા દિવસોમાંતો છોડ ઉગતા દેખાતા થઇ ગયા. થોડા દિવસો પસાર થયા.થોડા દિવસ
પછી બાજરી ને નીંદવાનો સમય થયો.
કાબર અને કાગડો બંને ભાગીદાર હતા.ખેતરમાંથી જે પાકે
તેમાં બંનેનો સરખો ભાગ હતો. આ માટે કાબરબાઈ ફરી કાગડાને કામમાં મદદ કરાવવા બોલાવવા
ગઈ. કાબર કાગડાની પાસે જઈને કહે: ‘કાગડાભાઈ, કાગડાભાઈ
! ચાલો, ચાલો; બાજરી
લેવાનો સમય થઇ ગયો છે.બહુ સારી બાજરી થઇ છે.. હવે જલદી નીંદવું જોઈએ.જો આમ નહિ
કરીએતો નુકશાન જશે.ઊભા પાકને નુકશાન જશે.આપણું નુકસાન થશે.કાગડો કહે:
થોડો આરામ કરું છું, ચાંચુડી ઘડાવું
છું.
જાવ, કાબરબાઈ બાજરી લણો, થોડીવારમાં આવું છું.’
કાબરે કાગડાની રાહ ન જોઈ.કાબરે મહેનત કરી.ખૂબ મહેનત કરી.તેણે બાજરી કાઢી.બાજરીનાં ડુંડાંમાંથી બાજરો કાઢ્યો.એક બાજુ બાજરાનો ઢગલો કરી દીધો.બીજી બાજુ બાજરીના ભૂસાનો પણ, ઢગલો કરી દીધો.બાજારો અને ભૂસાનો ઢગલો સરખા દેખાતા હતા.કાબરે ભૂંસા ઢગલા ઉપર બાજરાનો પાતળો થર પાથરી દીધો હતો.આ કારણે ઢૂંસાંનો ઢગલો પણ બાજરાના ઢગલા જેવો જ દેખાતો હતો. આટલું કરી કાબર ફરી લુહારના ઘરે કાગડાને બોલાવવા ગઈ.
લુહારના ઘરે જઈને કાબર કહે : ‘કાગડાભાઈ
! હવે તો ચાલશો ને ? બાજરાના
બે ઢગલા તૈયાર છે. તમને ગમે અને પસંદ આવે તેવો ભાગ તમે રાખજો. કાગડાભાઈ
તો મનમાં હરખાતા હતા.તે મનોમન વિચારતા હતા.વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી
કાગડાભાઈ તો રાજી થઈ ગયા.કાગડો કાબરને કહે: ‘ચાલો
બહેન ! હું તૈયાર જ છું. હવે મારી ચાંચ ઘડાઈ ગઈ છે.હવે મારી ચાંચ બરાબર થઇ ગઈ છે.
મફત બાજરી લેવા હવે આ કાગડો તૈયાર હતો. કહેવત છે ને કે જેવી દાનત તેવું ફળ. કાગડો અને કાબર બંને ઉડતાં ઉડતાં ખેતરમાં આવી ગયા. કાબર કહે ‘ ભાઈ ! તમને ગમે તે ઢગલો તમારો.’
કાગડાભાઈ તો મોટો ઢગલો લેવા તૈયાર જ હતા.તે તો મોટા ઢગલા પાસે ઉડતાં ઉડતાં ગયા.કાબરે આ ઢગલો એટલે જ મોટો બનાવી દીધો હતો.કાગડાભાઈ તો સીધા ભૂંસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા. તે જેવો બેસવા ગયો કે તેના પગ ભૂંસામાં ખૂંપી ગયા.તેમની આંખ, કાનમાં ને મોઢામાં બધે ભૂસું ભરાઈ ગયું. કાગડાભાઈ ને ગભરામણ થતી હતી.કાબરે તેમણે બચાવી લીધા.થોડો બજારો આપી કાગડાભાઈ ને ઘરે પહોંચાડી દીધા.વધેલો બાજારો લઇ કાબરબાઈ ઘરે ગયાં.તેમણે ખાધું, પીધું ને મોજ કરી.
Comments