ભણેલું યાદ રાખતો કાગડો

     એક  હતો કાગડો.

     એક આંખે કાણો કાગડો.

     કાગડો આખા શરીરે કાળો.તે આમથી તેમ ઉડે.ખાવાનું શોધે.કોઈના ઘરેથી લઇ જાય.કોઈના હાથમાંથી લઇલે.આખો દિવસ તે આમતેમ ફરે.ઉનાળાના દિવસો હતા.કાગડો સવારથી આમતેમ ઉડતો હતો.તે ઉડતો ઉડતો ખૂબ જ દૂર નીકળી ગયો હતો.

      ગરમીના દિવસો હતા. સતત ઉડવાને લીધે કાગડા ને ગરમી લાગતી હતી. ગરમીને લીધે કાગડાને ખૂબ પરસેવો થયો હતો.શરીરમાંથી પરસેવો થવાને કારણે કાગળના શરીરનું પાણી ઓછું થઇ ગયું હતું. ગરમીને કારણે કાગડાને તરસ લાગી હતી.એક તરફ આકારો તાપ.બીજી તરફ ગરમી.વધારામાં પાછો પરસેવો. આ કારણે કાગડાને તકલીફ થતી હતી.હવે તો કાગડાને પાણીનો શોષ પડતો હતો.કાગડાનો જીવ જતો હતો. આ કારણે કાગડાએ આસપાસ જોયું.અહીં તેને પાણી દેખાતું ન હતું. નજીકમાં  કોઈ નદી પણ ન હતી.આસપાસ ન નદી,ન તળાવ કે ન માટલું દેખાતું હતું. આસપાસ  દૂર દૂર પાણી ન હતું.કાગડાને પાણીની હાલ ખાસ જરૂર હતી.

      કાગડો પાણીની શોધમાં આમતેમ ઉડતો હતો.તે ઉંચે ઉડી આમતેમ દૂર સુધી જોતો હતો.તેણે પાણી દેખાતું ન હતું. ઘણી શોધ કરવા છતાં તેને પાણી દેખાતું ન હતું. અચાનક તેની નજર દૂર એક કૂંજા ઉપર પડી. કાગડો આ કૂંજો જોઈ ખુબ ખૂશ થયો. કાગડો રાજી થયો.તેના આનંદનો પાર ન હતો.તે ઝડપથી ઉડતો ઉડતો કૂંજા પાસે પહોંચી ગયો.તે મનોમન હરખાતો હતો.તેણે નજીક જઈને કૂંજામાં જોયું.કૂંજામાં પાણીતો હતું પરંતુ ખૂબ જ ઓછું પાણી હતું.અડધો અડધ કૂંજો પાણીથી ખાલી જ હતો.

     કાગડાએ પાણી સુધી પહોંચવા ડોક લંબાવી.કાગડાની ચાંચ પાણી સુધી પહોંચી શકતી નહિ.પાણી પીવા કાગડાએ  ઘણી મહેનત કરી. કાગડો સતત અને ખૂબ મહેનત કરતો હતો.આમ છતાં તે પાણી પી શકે તેમ ન હતો.તે ખૂબ ધમપછાડા કરતો હતો,પરંતુ તેની બધી જ મહેનત નકામી ગઈ. કાગડો વિચારતો હતો. તેણે તરસ લાગી હતી, પાણી પણ હતું. આમ છતાં કાગડો પાણી પી શકતો ન હતો.છેવટે  થાકીને કાગડો એક ઝાડની ડાળ ઉપર બેસી ગયો.કાગડાએ હવે ચતુરાઈથી કામ લેવાનું વિચારી લીધું.કાગડો પાણી પીવા માટે અનેક વિચારો અને સતત વિચારો કરતો હતો.

       તે ઝાડની ડાળે બેઠો હતો.સાંજનો સમય હતો. કાગડો બેઠો હતો તે જાળ નીચેથી શાળામાં ભણતાં છોકરાં અહીંથી પસાર થતાં હતાં. છોકરાંને જોઈ કાગડાને તેના ભણવાના દિવસો યાદ આવી ગયા. કાગડાને યાદ હતું કે, તેની શાળામાં પણ પાણીની ટાંકી હતી.સૌ અહીંથી પાણી પીતાં હતાં.કાગડાને શાળા અને ખાસતો પાણીની ટાંકી યાદ આવી.એકદમ કાગડો રાજી થઇ તે કૂંજા પાસે ગયો.તેણે યાદ આવીગયું કે તેના સાહેબ કહેતા હતા.તેને યાદ આવી ગયું કે ભરેલા પાણીમાં પથરા નાખીએ તો પાણી ઉપર ચઢે.જેટલા પથરા પાણીમાં નાખીએ તેટલું પાણી ઉપર ચઢે.

     આ વાત યાદ આવી ગઈ.કાગડાએ આસપાસથી નાના-નાના પથરા વીણી કૂંજામાં નાખવાની શરૂઆત કરી.કાગડો પથરા નાખતો ગયો.પાણી કૂંજામાં ઉપર આવતું ગયું. આ કામમાં ઘણી જ ધીરજ જોઈએ.મહેનત પણ કરવી પડે. કાગડાએ વિચારી લીધું હતું. તરસે મરવા કરતાં મહેનત કરવી સારી.પથારા નાખવાથી કાગડાની ચાંચ ડૂબે તેટલું પાણી ઉપર આવી ગયું હતું.

      કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. પેટ ભરીને પાણી પીધું.તે ખૂશ થતો થતો તેના ઘર તરફ ગયો. કહેવાય છે ને કે ભગવાન કોઈ વિકલાંગતા આપે તો તેણે બદલે બીજું કશુક એવું આપે કે જેને કારણે વિકલાંગ વિશેષ રીતે જીવન જીવી શકે.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી