રાજા સલાહકાર અને કાગડો

          રાજનગરણી આ વાત છે. અહીં એક રાજા. રાજા નું નામ રાજસિંહ. તે લોકોની ખૂબ જ સારી રીતે સેવા કરતાં.તેઓ સેવા કરતાં અને તેમની દેખભાળ કરતા હતા.રાજાને  એક કાગળો હતો.આ કાગળો રાજાને ખૂબ જ ગમતો હતો. એક દિવસની વાત છે.રાજા દરબાર ભરીને બેઠા હતા.આ સમતે રાજાએ તેમના અંગત સલાહકાર સામે જોયું. આ સલાહકાર સામે જોઈ રાજા કહે:’મારે મારા ચાર સલાહકારની જરૂર છે.



        રાજાને જરૂર હોઈ એક સાથે ચાર સલાહકાર ઉભા થયાં. આ ચાર સલાહકાર ભેગા થતાં રાજા કહે:" મારે આજે તમને મારા કાગડામાટે એક કામ સોંપવું છે.આ કામ તમારે ચારેય સલાહકારોએ કરવાનું છે.’ આ સાંભળી એક સલાહકાર કહે: ‘મહારાજ,અમારે શું કામ કરવાનું છે, આ કામ અંગે અમને આપ જણાવો.’ આ સાંભળી રાજા કહે:’ તમે ચારેય આપણા મહેલના બગીચામાં જાવ.બગીચામાંથી સારા સારા ફળનો એક કોથળો ભરીને લઇ આવો. તમે જે ફળ લાવશો એ હું જરુરીયાત વાળા લોકોને અને મારા કાગડાને ખાવા આપી દઇશ.રાજાની સૂચના સાંભળી ચારેય સલાહકાર બગીચા તરફ ગયા.

      આ પૈકી પહેલાં સલાહકારે મનમાં વિચારી લીધું.તેનો વિચાર હતો કે ‘રાજાને વળી થોડો આટલો બધો સમય હોય કે એ બધા કોથળાની તપાસ કરશે? અને કાગળો ભલે રાજાનો હોય તે આમતેમ ઉડીને ખાઈ જ લે.’ રાજા તો ભરેલો કોથળો જ જોવાના છે, એમાં શું...! આવું વિચારી આ સલાહકારે તો ઘાસ-કચરો જે મળ્યુ તે ભેગુ કરીને કોથળો ભરી દીધો. બીજો સલાહકાર આવું જ વિચારતો હતો.એ બગીચામાં ગયો. બગીચામાં ઉભો ઉભો તે વિચાર કરતો હતો." હું મહેનત કરીને ફળ એકઠા કરીશ. આ ફળ રાજા ખાવાના નથી,રાજા આ મારી મહેનત કરી ભેગા કરેલ ફળ તો નગરના અને રાજાનો કાગડા ને આપી દેવાના છે. તો પછી ખોટી મહેનત શું કામ કરવી.આવું વિચારી " એણે ઝાડ પર ચડીને ફળો તોડવાને બદલે નીચે પડેલા અને સડી ગયેલા ફળો એકઠા કરીને પોતાનો કોથળો ભરી લીધો.આવી જ રીતે એક બીજા સલાહકારે કરી દીધું. એ ઝાડ ઉપર પણ ન ગયો અને થેલામાં પથરા ભરી દીધા.રાજાની સૂચના હોવા છતાં આ સલાહકાર મહેનત ન કરવી પડે તે માટે એ પોતાની સુવિધા મુજબ કામ કરતો હતો. ચોથા સલાહકારે બીજા સલાહકારે એવું ન કરતાં રાજાની સૂચનાનું પાલન કરીને નગરજનો અને કાગડા માટે ખૂબ જ સારા અને મીઠા ફળ એકઠા કરવાનું કામ શરુ કરી દીધું. આ કામ કરવા માટે એને ખૂબ જ મહેનત કરવી પડી.આ મહેનત કરતાં ચોથો સલાહકાર વિચારતો હતો કે મારા રાજા એ નગરજનો અને કાગડા માટે ફળ એકઠા કરવા સૂચના આપી છે. જો ફળ ખરાબ આવે તો રાજાની આબરૂ જાય એ માટે તે ખૂબ જ ચીવટથી ફળ એકઠા કરતો હતો.

    બીજા દિવસે સવારે આ ચારેય સલાહકારો પોતાના કોથળાઓ ઉપાડીને દરબારમાં ગયા.દરબાર ભરાયેલો હતો. સૌ બેઠા હતાં. બધાની નજર આ ચાર સલાહકારો અને તેમના ભરેલા કોથળા ઉપર જ હતી. રાજા હવે શું કરશે એ વાત સૌ વિચારતા હતા. થોડીવારમાં  રાજાએ આદેશ કરી આ ચારેય સલાહકારો ને એમના કોથળા ખોલવા સૂચના આપી.જે સલાહકારે ગાસ ભારીન કોથળો તૈયાર કર્યો હતો તેમાં ગાસ જોઈ રાજા એ એને જેલની સજા કરી.જે સલાહકાર પથારા ભરીને અહીં ઊભો હતો તેને રાજાએ પથારા મારી મારી નાખવાની બીજા સિપાહીઓ ને સૂચના આપી.

     જે સલાહકારે બગડેલા ફળ એકઠા કરેલ હતા,તે સલાહકાર ને રાજાએ બધા જ ફળ ખાઈ જવાની સૂચના આપી. આ ખરાબ ફળ સલાહકાર ખાઈ શકે તેમ ન હતો. રાજાએ એને જેલમાં ખાવાનું ન આપવાની શરત રાખી પૂરી દીધો. ચોથો સલાહકાર જેણે મહેનત કરી ને ફળ ભેગા કરેલ હતા એ સલાહકાર ને રાજાએ પાંચ ગામ ઇનામમાં આપી સાથે સો સોનામહોર પણ ભેટ આપી. 

      કહેવાય છે કે ભગવાન પણ રાજા છે. આપણે બધા એના સલાહકાર છીએ. આપણને કામ કરવા ભગવાને બગીચા રૂપી ફળો એકઠા કરવા આપણ ને સૂચના આપી છે.ભગવાને દુનિયામાં આપણ ને  બગીચામાં મોકલી દીધા છે. અહીં આપણે કેવા ફળ ભેગા કરવા એ આપણે જ નિયત કરવાનું છે.આ માટે કાયમ સારું કામ કરવું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી