કુંવારી માતા

 
इतनी शक्ति हमे देना दाता,

मन का विश्वास कमजोर हो ना।


કેવો વિશ્વાસ કે પોતાના જીવનને જીવવા માટેનો કેટલો વિશ્વાસ. કુંવારી માતા. આ અયોગ્ય શબ્દ લાગે. કદાચ અજુક્તો શબ્દ લાગે. કદાચ ગાળમાં ખપતો એવો શબ્દ લાગે. પણ, આ તમામ પ્રકારથી જુદો જ અર્થ, જુદી જ વાર્તા. 

જીવતી વાર્તા.


જેના માટે આ વાર્તા માટે વપરાયેલો શબ્દ એ કુવારી માતા.

 

સમય સમયનું કામ કરે છે.સમય પોતાની રીતે પોતાની ગતિએ આગળ વધે છે.એક રાજપૂતના ઘરે દીકરીનો જન્મ થાય છે.બીજી દીકરીનો જન્મ થાય છે, ત્રીજી દીકરીનો જન્મ થાય છે અને વર્ષોની આશા પછી ચોથા દીકરાની જન્મ થાય છે. ત્રણ દિકરી અને એક દીકરા સાથે કિલકિલાટ કરતો આ ગામડાનો પરિવાર. પણ, કહે છે કે સમય કાયમી કોઈનો સમાન હોતો નથી. આવું જ કદાચ આપડી વાર્તાના કેરેક્ટર માટે થયું. હું નામ નઈ કહું. કારણ કે આ નામ વાર્તાનો મુખ્ય ટોન છે.વાર્તાનો મુખ્ય અર્ક છે.સમય જતાં થયું એવું કે એક સમયે કોઈ અકસ્માતમાં આપણા આ કેરેક્ટર, ચાલો હવે નામ કઈ જ દઉં કારણ કે નામ વગર આપને વાર્તા સાંભળવામાં પણ મજા નહિ આવે. પણ સમયને થવા કે એ દિવસે રેખાબાના પિતા અને રેખાબાના ભાઈનું માર્ગ અકસ્માતમાં અવસાન થાય છે.આખા ઘરમાં રોકકળ,આખા ગામમાં શોક. કારણ... ત્રણ ત્રણ દીકરીઓ પછી આવેલો એકનો એક દીકરો અને એનો બાપ અકસ્માતમાં મૃત્યુ પામે છે.


"જિંદગીની ચોપાટ પર ઢાળી સમયના સોગઠા, આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી,

આદંભનો પરદો હટાવી દે અભાગી જીવતું, યાચના એ પાત્રને છુપાવવું સારું નથી." 


જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સામે જીવવા માટે રેખાબાએ મક્કમતા દર્શાવી. સમગ્ર સમાજના વિરોધ છતાં પણ એમના બાપુજીને અને એમના ભાઈને એમણે અગ્નિ દાહ આપ્યો અને પછી શરૂ થઈ રેખાબાની જવાબદારીની. પતિ અને પુત્રના અવસાને એમના માતાજીને જાણે પથારીવશ કરી દીધા.  નાની બે દીકરીઓને, નાની બે બહેનોને ભણાવવાનો વારો. રેખાબાના માતાજી હયાત પણ ઉમર લાયક અને  રેખાબાના પિતાના અવસાન પછી માનસિક અને શારીરિક રીતે પડી ભાંગેલા. આ પરિસ્થિતિમાં રેખાબાએ ઘરની જવાબદારી લીધી.બંને નાની બેનોને ભણાવવી ,મોટી કરીને નોકરીએ લગાવી. રેખાબા પણ જાતે ભણ્યા. રેખાબા પોતે જાહેર પરીક્ષા આપીને પોતે મામલતદાર તરીકે પસંદ થયાં. જી.પી.એસ.સી પાસ થયાં. પણ એક સમયે એવું થયું કે તેવો મામલતદાર હતા એ સમયે બીમાર પડ્યા. 


अब बात का नया दौर शुरू हो रहा हैं।

ચોર્યાશી વર્ષની ઉંમરે રેખાબાના માતાજી રેખાબાના માતાજી રેખાબાને હોસ્પિટલમા સારવારમાં  મદદ રૂપ થાય. આ દ્રશ્ય રેખાબા ન જોઈ શક્યા. કોઈ દિકરી એની માને આ રીતે હેરાન થતી ન જોઈ શકે. રેખાબાએ એ દિવસે નક્કી કર્યું. જ્યાં બાની મારે સેવા કરવાની છે ત્યાં બા મારી સેવા કરે છે. તમે આ વાર્તામાં જે મ્યુઝિક સાંભળી રહ્યા છો ને એમાં એક પંક્તિ છે.


 'हम चले नेक रास्ते पे हम से,भूल कर भी कोई भूल हो ना।'


રેખાબાએ પણ સંકલ્પ કર્યો.હવે હું મારા જીવન માટે.મારા જીવનના નિર્વાહ માટે મારા માટે પણ મારું કોઈ હોય એવો પ્રયત્ન કરીશ. એનો મતલબ એ નથી કે આટલી ઉંમરે  રેખાબાએ લગ્ન કરવાનો વિચાર કર્યો હોય.


એક સુંદર સર્જક વેદનાને લખી શકે તેવા ઉત્તમ લેખક.વેદનાને વર્ણવી શકે તેવા વક્તા. સાચા અને સારા અધિકારી જાહેર પરીક્ષા આપવાથી અત્યારે તેઓ ડેપ્યુટી કે કલેકટર કક્ષાના ઓફિસર છે. પણ, આ રેખાબાએ લગ્ન ન કરવાનું નક્કી કર્યું. હવે લગ્ન કરવા નથી એને લિવ ઇન રિલેશનશી તો વિચાર જ ના હોય.તો હવે મારું કોણ. બાની ઉમર તો ચોર્યાશી વર્ષની છે.પણ જેમ પતિ-પત્ની હોય છે ને પોતાનું બાળક નથી હોતું એ જેમ ટેસ્ટ ટ્યુબ બેબીનો ઉપયોગ કરે છે. એમ રેખાબાએ પણ પોતાના મોરબીમાં આવી સારવાર લેવાની શરૂઆત કરી. પાછળથી એ દવા એમને રાજકોટથી લેવાથી શરૂ કરી. રાજકોટમાં એમને દવાનું પરિણામ મળ્યું. અને રેખાબાને કેહવાય ને કે સારા દિવસો રહ્યા. 


વિચારજો મિત્રો કોઈ એક તાલુકાના મામલતદાર કુવારા અને સગર્ભા છે અને એમને બાળકના જન્મ સમયે એની સારવાર માટે જોઈતી રજાઓ માટે રિપોર્ટ થાય છે એ અરજી કરે છે ત્યારે અધિકારી કહે છે કે તમે પરણેલા નથી એટલા માટે તમને બાળક પ્રાપ્ત કરવાની જે રજાઓ હોય તે  ડીલેવરીની જે રજાઓ હોય છે એ આપને મળવા પાત્ર નથી. બોલો મિત્રો એક બાપ માટે,દીકરીઓ માટે ,બહેન માટે ,સમાજનું દીકરીઓ માટે,બાપ વગરની દીકરીઓ માટે જીવન જીવ્યું. જ્યારે પોતાનું સંતાન જોઈએ છે ત્યારે રજાનો કાયદો નથી. હાઈકોર્ટમાં કેસ થયો અને મિત્રો આપને આનંદ થશે કે કેસનો ચુકાદો આવ્યો કોર્ટે કહ્યું કે હા, રેખાબા સરવૈયા તમને ચોક્કસથી સંતાન પ્રાપ્ત કરવાનો અધિકાર છે. બંધારણમાં ક્યાંય લગ્ન કરેલી વ્યક્તિને જ સંતાન પ્રાપ્તિ હોવી જોઈએ એવો કોઈ અધિકાર નથી. અને આ તરફ રેખાબાએ પણ વૈજ્ઞાનિક ઢબે કશુંક પણ અજુક્તું કર્યા વગર સમાજમાં કોઈ એમના સામે આંગળી ન ચીંધી શકે એ પ્રકારે સંતાન પ્રાપ્તિ કરી. એ પ્રકારે જેમણે પોતાની વિગતો રજૂ કરી, એ પ્રકારે એમણે સંતાન પ્રાપ્ત કર્યું. એક તરફ એમને સંતાન આવ્યું પણ એમણે નક્કી કર્યું હતું કે સંતાન પુત્ર આવશે કે પુત્રી એનું નામ હું અભિજ્ઞ અથવા અભિજ્ઞા રાખીશ. આ સંસ્કૃતનો અર્થ થાય ' જાણનાર ભવિષ્યનું જાણનાર.' આવા ભવિષ્યનું જાણનાર અભિજ્ઞા રેખાબા. 

આજની તારીખે પણ એમની માતાના નામ સાથે કોલેજનો અભ્યાસ કરી રહ્યા હશે. રેખાબા અત્યારે ડેપ્યુટી કલેકટર તારીખે કામ કરી રહ્યા છે.ગુજરાત સરકારના એક અગ્રીમ અને સ્પષ્ટ વક્તા કરિકેની પોતાની છાપ ધરાવે છે. મહિલાઓ માટે કોઈ ગણપત પટેલ 'સૌમ્ય' એ સ્ત્રી અને પુરુષની પરિસ્થિતિ માટે કહ્યુ છે કે...


एक किनारे पुरूष खड़ा है,एक किनारे नारी।बड़ा फांसला कैसे मिटता काम बहुत है भारी।

मन मानी आज़ादी लेकर पंछी उड़ता ऊपर,कटे पेरो से दूजा पंछी,तड़प रहा है भू पर।

આ પુરુષ અને સ્ત્રી વચ્ચેના ભેદભાવ મિટાવતી એક આદર્શ ઘટના આપે સાંભળી. 


સ્રોત મિત્રો ફરીથી કોઈ નવી વાર્તા સાથે મળીશું 90.4FM એટલે આપનું રેડીઓ, આપણો અવાજ, રેડીઓ પાલનપુર સાથે. 

  

    Tuesday : 08:45 PM

    Friday  : 08:15 PM

    saturday: 08:45 PM

    sunday  : 10:00 AM

    Radio Palanpur 90.4 FM

જીવતી વાર્તા સાંભળવા માટે ક્લિક કરો 

જીવતી વાર્તા સાંભળો

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી