સાચી સમજ

     એક માણસ. તેને મુસાફરી કરવાનો શોખ. એક મુસાફર તરીકે એક ગામથી બીજા ગામ સતત ફરતો રહે.આ માણસ  જોડે એક કૂતરો. તે કાયમ માટે કૂતરાને તેની જોડે જ રાખતો હતો. કાયમ પ્રવાસમાં રહેવાનું હોઈ કૂતરો જોડે હોય તો તેણે ફાવે. આવા કારણોથી કૂતરો ટેઈ જોડે જ રહે તો હતો.આ કૂતરાનું નામ  ભાવ ભાવ હતું. તેનું કામ તેના નામ મુજબ હ હતું. તે સતત ભસભસ કરતો હતો. આ કૂતાનારા જાણે નામ મુજબ ગુણ હતા. તે સતત ભસવાનું કરતો. 


     તેં ઓળખતો ન હોય એવા ને જુએ એટલે ભસ ભસ કરે.કોઈ નવા માણસ ને જુએ એટલે ભસે, પશુ પંખી ને જુએ એટલે ભસે. કોઈ વાહન પસાર થાય તો એની પાછળ દોડે અને ભસે. આ કોરાતાનો માલિક તેણે ખૂબ જ સાચવતો અને હૂંફ પણ આપતો હતો.

   એક દિવસની વાત છે. આ કૂરતો ભાવ અને તેનો માલિક મુસાફરી કરતા હતા. તેઓ આ વખતે એક હોડીમાં મુસાફરી કરતાં હતા. બીજા કેટલાક મુસાફરો પણ આ જ હોડીમાં મુસફરી કરતાં હતાં. આ કુતરાની હોડીમાં પહેલી મુસાફરી હતી. આસપાસ થી ઠંડો પવન આવતો હતો. સૌ એકબીજા સાથે વાતો કરતાં હતા. આગળ પાછળથી આવતો ઠંડો પવન તેને અને સૌને મજા કરાવતો હતો.આ જ હોડીમાં મુસાફરી કરવા માટે બીજા લોકો પણ બેઠેલાં હતાં. આ કૂતરાને  હોડીમા બેસવાનો અનુભવ નહોતો. આ કારણે તે હોડીમાં  દોડા દોડી ને ઉછળ કુદ કરતો હતો. ન તે શાંત હતો કે ન બીજા ને શાંત બેસવા દેતો હતો. હોડીમાં બેઠેલા સૌ એનાથી પરેશાન હતા. કૂતરાની ભાગદોડ અનેતોફનાથી અનેક માણસો હોડીમાં ડરતા હતા. કૂતરાના આ તોફાન ને લીધે  હોડી ઉંધી વળી જાય તો?આમ કૂતરાથી સૌ ચેતતા રહેતા અને હોડી ઉંધી ન થાય તે માટે સૌને  ચિંતા હતી. સૌ ને હતું કે આ કૂતરું ડૂબશે અને બીજાં નેય સાથે લઈ જશે. કેટલાક લોકો એ તેના માલિક ને આ વાત કરી. કોઈ કહ: ‘તમારા કૂતરા ને સાચવો,અહીં બીજા મુસાફરો ને તકલીફ થાય છે. બધા આ કૂતરાના માલિક ને કહેતા હતાં. સતત બીજા લોકોનું સાંભળવાથી એ માણસ પણ ખૂબ ખિજાયો હતો. કૂતરાનો માલિક પોતાની જાત ઉપર અને આ કૂતરા ઉપર ખિજાયો હતો. આ કૂતરાનું શું કરવું એ એને સમજાતું ન હતું. તેન માણસ ને બીજો કોઈ કોઈ ઉપાય સુજતો નહતો.

    આ મુસાફરોમાં એક સમજદાર માણસ બેઠો હતો.એનું નામ નીલ.એણે પેલા માણસ ને કીધું  તમારી રજા હોય તો  આ કૂતરાનો ઉપાય છે.પેલા માણસની વાત સાંભળી એ પણ કૂતરાથી કંટાળી ગયો હતો. છેવટે કૂતરાના માલિકે કીધું તે અંગે વિચારી પેલા માણસ ને તેણે હા પાડી દીધી.

    કૂતરાના માલિકની તૈયારી બતાવી તેથી હવે નીલ તૈયાર થયો. નીલે હોડીમાં બેઠેલા બીજા બે માણસણી મદદ લીધી. નીલ અને તેના બે સાથીઓ એ કુતરાને પકડીને દરીયામાં નાખી દીધુ. કુતરૂ તરતું તરતું હોડી તરફ આવતું હતું. પાણી ખૂબ જ ઠંડુ હતું અને પાણીનું વહેણ પણ વધારે હોઈ કૂતરાને તકલીફ પડતી હતી. મહા મુસીબતે ખૂબ જ મહેનત પછી  કૂતરાએ હોડીનું લાકડુ પકડી લીધું. નીલ અને કૂતરાનો માલિક આ જોતા હતા. થોડી વાર પછી નીલે આ  કૂતરાને પકડીને હોડીની અંદર લઈ લીધું.  

   કૂતરું હવે ચુપ ચાપ ખૂણામાં બેસી ગયું. કૂતરું શમત થતાં હોડીમાં બેઠેલ બધાં ને નવાઈ લાગી. પેલા માણસ નીલની સામે જોઈ સવાલ કરતો હતો. કૂતરાનો માલિક કહે: 'પહેલા તો આ ખૂબ કુદકા મારતું હતું.  હવે કેમ શાંતિથી બેસી ગયું ? ' સવાલ સાંભળી નીલ કહે ' ભાઈ,એ વખત તે હોડીમાં બેઠેલું હતું. હોડીમાં બેસી રહી પાણીમાં રહેલી તકલીફો જોઈ ન હતી.દરિયાના પાણી ને જોયા વગર એ હોડીમાં જલસા કરતું હતું. તેને પાણીમાં નાખી દીધા પછી અગવડ અને તકલીફ ને કારણે પાણીમાં વગર થોડો સમય પસાર કરી જોયો. કૂતરાને પાણીમા ફેંકતાં જ કૂતરાને  તેને પાણીની તાકાત  અને હોડીની ઉપયોગીતા સમજમા આવી ગઈ.હવે તે આવું કદી નહીં કરે. આમ સુ વાતો કરતાં હતા અને એમની  ઉતારવાની જગ્યા પણ આવી ગઈ. બધાંના ઉતારી ગયા પછી કૂતરું ધીરેથી ઉતારી એના માલિક જોડે ચાલતું ચાલતું આગળ નીકળી ગયું. 



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી