હું એની માં છું.


હું એની માં છું.


બ્રિટન ની રાજ કુમારી.

એનો એકનો ઍક પુત્ર.

એને કોઈ રોગ થયો હતો.

રોગ ગંભીર ને ચેપી  હતો.

   તેની સારવાર કરનારે સૌએ કાચની ઍક પેટી બનાવી. આ પેટીમાં રાજકુમારી દિવસો સુધી એનાં દિકરા ને જોતી હતી. નાનો એવો આ દિકરો એની માને ઈશારો કરી બાથમાં ભરવા કહેતો હતો.

  આવુ દિવસો...અઠવાડિયા ને પખવાડિયા....સાથે મહિના સુધી ચાલ્યું. હવે તેની સારવાર કાચની પેટી બહારથી જ ચાલતી હતી. કાચની એ ચેમ્બરમાં જે જાય. એણે ચેપ લાગે સાથે મોત નક્કી.કદાચ કોરોના કે આવું   જ કશુંક ચાલતું હતુ. થોડુ ચાલ્યું...

ઍક વખત કોઈ હાજર ન હતુ.

   આ સમયે બ્રિટન ની રાજ કુમારી એ ભંગ કર્યો. રાજકુમારી સીધી એનાં દિકરા જોડે ગઇ. તેને અનેક વહાલ કર્યા. દિકરો માને કહેતો હતો..મા બસ, શ્વાસ લેવામાં તકલીફ થાય. બાકી મને કોઈ જ તકલીફ નથી. રાજકુમારી એનાં દિકરા જોડે ...એની સામે જોઇ હસતાં હતાં. હસતા દિકરાનું મોત જોઇ રાજકુમારી ને મોત ના આગાત સાથે, દિકરા ની વિનંતિ ને...જીતતી જોઇ. ઍક દિકરાના ઈશારા થી માને.. નજીક બોલાવવા મથતી એ રાજકુમારી ના દિકરાનો એ વિજય હતો. બ્રિટનની રાજ કુમારીના દિકરા ની લાશ પ્લાસ્ટિક માં જ ચર્ચ પાસે દફનાવવામાં આવી.


બ્રિટન નો ઇતિહાસ કહે છે.

આ પછી ચૌદમા દિવસે એ રાજકુમારી નું નિધન થયુ. એ કબર આજે પણ લંડનમાં છે. એ કબર ઉપર લખ્યું હતુ.


'કારણ, હું એની માં છું.'

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી