ગુજરાતને અનોખું સન્માન.
મધ્યપ્રદેશ ખાતે ગુજરાતના સાત શિક્ષકોનું અનોખું સારસ્વત સન્માન.
શિક્ષણ જીવનમાં આગળ ધપવા એક માત્ર વિકલ્પ છે. આધુનિક સમયમાં શિક્ષણનું મહત્વ વધતું જાય છે. શિક્ષણને બળભોગ્ય અને રસપ્રદ બનાવનાર અનેક શિક્ષકો આપણી આસપાસ કામ કરે છે. આવું જ નવતર કાર્ય કરતાં કેટલાક શિક્ષકોનું મધ્યપ્રદેશ ખાતે સન્માન કરવામાં આવ્યું.
આ અંગે જાણવા મળ્યા મુજબ પંડિત મદનમોહન માલવીયા અને અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉજૈન સ્થિત ગૌરક્ષ શક્તિધામ સેવાર્થ ફાઉન્ડેશન,મધ્યપ્રદેશ દ્વારા અખિલ ભારતીય સારસ્વત સન્માન સમારોહનું વિશેષ આયોજન થયું. આ સન્માન સમારોહમાં ગુજરાતના સાત શિક્ષકોનું બહુમાન થયું. તારીખ ૨૫ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ ભારત માતા મંદિરના સભાગૃહમાં આ વિશેષ કાર્યક્રમ સંપન્ન થયો. જેમાં ગુજરાતમાંથી સાત શિક્ષકોનું સારસ્વત સન્માન કરવામાં આવ્યું હતું. આ પૈકી બનાસકાંઠા જિલ્લાના ચાર શિક્ષકશ્રી આ સન્માનના અધિકારી બન્યા જેમાં શૈલેષભાઈ પ્રજાપતિ, શ્રી અશ્વિનસિંહ સોલંકી, શ્રી જામાજી રાઠોડ, શ્રી અનિલભાઈ સમૌચાએ બનાસકાંઠા જિલ્લાને આ બહુમાન અપાવ્યું. ઉપરાંત પંચમહાલ જિલ્લાના શ્રી સતિષભાઈ પ્રજાપતિ, ગાંધીનગર જિલ્લાના શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ અને ભરૂચ જિલ્લાના નસીબબેનનું સારસ્વત સન્માન કરવામાં આવ્યું હતું. આ સાત શિક્ષકોએ રાષ્ટ્રીય કક્ષાએ બહુમાન મેળવી ગુજરાતને અનોખું ગૌરવ અપાવ્યું છે.
સાત પૈકી ચાર બનાસકાંઠાના શિક્ષકો છે.
Comments