વૈશ્વિક પ્રતિભા અને પ્રેરણા કેન્દ્ર અબ્રાહમ લિંકન.


     આજે આપણે વાત કરીશું એવા નેતા જે વિશ્વમાં ઓળખાય છે. અમેરિકાના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન(Abraham Lincoln) વિશે. અબ્રાહમ લિંકને અમેરિકા સહિત પુરા વિશ્વમાં દાસપ્રથા બંધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેઓએ જે સંઘર્ષો કરીને સિદ્ધિ મેળવી છે. આમ જોવા જઈએ તો આવા કઠીન પરિશ્રમ થકી આવી સિદ્ધિ મેળવવી સૌ કોઈના હાથની વાત નથી.

અબ્રાહમ લિંકનનું જીવન ગરીબીમાં વીત્યું હતું. તેઓ પાસે રહેવા માટે ઘરની વ્યવસ્થા પણ નહોતી.તેઓના પરિવારમાં એટલા પૈસા નહોતા કે અબ્રાહમ લિંકનને ભણવા મોકલી શકે.લોકો  પાસેથી પુસ્તકો માંગીને અબ્રાહમ ભણ્યા. અબ્રાહમ નાનપણથી જ મજુરી કરતા. માત્ર નવ વર્ષના હતા ત્યારે તેમના માની છત્રછાયા ગુમાવી દીધી હતી.તેઓએ જે છોકરીને પ્રેમ કર્યો,તે છોકરી સાથે તેઓ લગન કરવા માંગતા હતા. તે છોકરી પણ મૃત્યુ પામી હતી.આવી સખત પીડામાંથી ગુજરી ચુક્યા હતા. દાસપ્રથા નાબુદ કરવા માટે તેઓ ચૂંટણી લડવાનું વિચાર્યું તો તેઓ તેમાં પણ ઘણીવાર હારનો સામનો કરવો પડ્યો હતો. એમની જીંદગીમાં એવો પણ સમય આવ્યો હતો કે તેઓ છરી અને ચાકુથી દુર રહેતા હતા. કેમ કે તેઓ પોતાની જિંદગીથી એટલા હારી ગયાં હતા કે તેઓને ડર હતો કે તે આત્મહત્યા કરી દેશે.

અબ્રાહમ લિંકન પોતાના સંઘર્ષોના દમ પર યુનાઇટેડ સ્ટેટ્સના સોળમાં રાષ્ટ્રપતિ બન્યા હતા. અમેરિકામાં આવેલ સૌથી મોટું સંકટ અમેરિકન સિવિલ વોર અને દાસપ્રથાને જડથી પૂરું કરી દીધું હતું.અબ્રાહમ લિંકનનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૦૯ના હોજેનવિલે,કેન્ટુકી,યુ.એસ.માં થયો હતો.તેમના પિતાનું નામ થોમસ લિંકન અને માતાનું નામ નેન્સી લિંકન હતું.તેઓનો પરિવાર ખુબજ ગરીબ હતો,પોતાના બનાવેલ લાકડાના ઘરમાં રહેતા હતા.અબ્રાહમ લિંકનને એક બહેન પણ હતી,જેનું નામ ‘સારા’ હતું.તેઓના પિતા ખેડૂત હતા અને સાથે સાથે કાર્પેન્ટરનું પણ કામ કરતા હતા.જમીનમાં વિવાદિત કારણથી તેઓને તેમના રહેઠાણની જગ્યા છોડવી પડી હતી.તેઓ ત્યાંથી જઈને નોબ ક્રિક ફાર્મમાં રહેવા ગયાં.ત્યાં તેઓએ ખેતીલાયક જમીન બનાવી કામ ચાલુ કર્યું અને ફરી તેમને જમીન વિવાદ નડ્યો અને તેમને ફરીથી તે જગ્યા પણ છોડીને જવું પડ્યું હતું.તેના બાદ ૧૮૧૬માં લિંકન પરિવારને ઇન્ડીયાનાની કોહિયો નદીના તટ પર આવી વસી ગયો.ત્યાં તેઓના જીવન ગુજરાન માટે જંગલમાં ખેતી કરવાનું શરુ કરી દીધું.આજે પણ
તેમનું ઘર અને ખેતરને એક સ્મારકના રૂપે સાચવવામાં આવે છે.

અબ્રાહમ લિંકન (अब्राहम लिंकन) છ વર્ષના હતા ત્યારે તેમને પ્રાથમિક શિક્ષણ માટે નિશાળમાં મોકલવામાં આવ્યા,પણ ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી તેમને ખેતરમાં કામ કરીને પોતાના પિતાને કામમાં મદદ કરાવી પડતી હતી.કોઈ માતા પોતાના બાળક માટે એવું ના ઈચ્છે કે તેનું બાળક ભણવાના બદલે કામ કરવા જાય.પણ થોડા જ દિવસમાં અબ્રાહમને નિશાળ છોડવી પડી હતી.એમને ભણવાનો ખુબ જ શોખ હતો.તેઓ બીજા પાસેથી પુસ્તકો લાવીને જયારે પણ એમને સમય મળે ત્યારે તેઓ માત્ર વાંચવામાં જ સમય વિતાવાતા હતા.ત્યારબાદ એમના જીવનમાં સૌથી દુખદ પળ ત્યારે આવી જયારે તેમની માતા ૧૮૧૮માં મૃત્યુ પામ્યા.ત્યારે અબ્રાહમ માત્ર નવ વર્ષના જ હતા. માં ના મૃત્યુ પછી ઘરની બધી જ જવાબદારીઓ તેમની બહેન ‘સારા’ પર આવી ગઈ હતી,તે સમયે સારા પણ કેવળ અગિયાર વર્ષની હતી.એક વર્ષ બાદ તેમના ઘરમાં પરિસ્થિતિ વધુ ગંભીર થઇ હતી.તેથી તેમના પિતા થોમસ લિંકને એક વિધવા સ્ત્રીથી લગ્ન કરી દીધા હતા.તે સ્ત્રીનું નામ ‘સારાહ બુસ જહોન્સન’ હતું,જેને પહેલેથી જ ત્રણ બાળકો હતા.અબ્રાહમને સોતેલી માએ તેની સગી માં કરતા પણ વધારે પ્રેમ આપ્યો હતો,અને ક્યારેય પણ અબ્રાહમને માની કમી મહેસુસ થવા ન દીધી.સારાને પણ તેના ભણતરમાં મદદ કરી.અબ્રાહમ પણ સોતેલી માનું બહુ જ માન રાખતા હતા.

           રાષ્ટ્રપતિ બન્યા પછી પણ અબ્રાહમે એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે હું આજે જે પણ છુ તેઓ બધો જ શ્રેય મારી માંને જાય છે.અબ્રાહમના પિતા તેનાથી ક્રૂર વર્તન રાખતા હતા.તેમના પિતાને બિલકુલ પણ પસંદ નહતું કે અબ્રાહમ ભણવા જાય.અબ્રાહમ પોતાના ખર્ચાને પહોચી વળવા માટે તેઓએ જાતે બનાવેલી નૌકા પર માલસામાન પરિવહનનું કામ કરતા હતા.અને સાથે-સાથે તેઓ લોકોના ખેતરમાં જઈને કામ કરતા હતા.થોડાક સમય વીત્યા બાદ તેમની એક દુકાનમાં નોકરી લાગી ગઈ હતી.તેમને ત્યાં ભણવા માટેનો પણ સમય મળવા લાગ્યો હતો.દુકાનમાં જ કામ કરીને ભણવા માટેનો સમય નીકળીને પોતાના દમ પર તેઓએ ‘LAW’નું ભણવાનું શરુ કરી દીધું હતું.તેમને એકવાર ખબર પડી કે નદીના સામેના ગામમાં જ એક રીટાયર્ડ જજ રહે છે.જેમની પાસે લૉ ની ઘણી પુસ્તકો છે.અબ્રાહમે એવું નક્કી કર્યું કે તેઓ તે જજ પાસે જશે અને તેઓને વિનંતી કરશે કે તે તેમના પુસ્તકોને તેમને પણ વાંચવા આપે.તે દિવસોમાં ખુબ જ ઠંડી પડી રહી હતી.અબ્રાહમે કોઈ પણ ચિંતા કાર્ય વગર તે ઠંડા પાણીના નદીમાં નૌકા ઉતારી દીધી.થોડા જ દુર ગયાં બાદ લિંકનની નૌકા એક બરફથી અથડાઈ અને તૂટી ગઈ,પણ લિંકને હાર ના માની અને નદીમાં તરીને પણ સામેના કાંઠે ગયાં હતા.

           તેઓ જજના ઘરે જઈને તેઓએ પુસ્તકો માટે વિનંતી કરી.રીટાયર્ડ જજને તેમની લગન જોઇને તેમના પુસ્તકો વાંચવા આપ્યા હતા.પણ તે સમયે તેમના ઘરે કામ કરવાવાળો નોકર રજા પર હતો,તેથી તેઓએ લિંકનને ઘરના કામકાજ કરી આપવા કહ્યું હતું.પુસ્તકો વાંચવા માટે લિંકને પણ ખુશી-ખુશી સ્વીકાર કરી દીધો હતો.અબ્રાહમ લિંકન રીટાયર્ડ જજ માટે જંગલમાંથી લાકડા લાવી આપતા,તેમનું જરૂરિયાત પ્રમાણેનું પાણી ભરી રાખતા અન ઘરની સાફ-સફાઈ પણ કરતા હતા.તેઓનો ઉદ્દેશ માત્ર એટલો જ હતો કે તેમના બધા જ કામકાજ પેટે બસ પુસ્તક વાંચવા મળે.અને એમની આવી લગન અને મહેનતથી થોડા સમયબાદ તેમને એક ગામમાં પોસ્ટમાસ્ટરની નોકરી મળી ગઈ હતી.આ નોકરીથી તેમને લોકો ઓળખવા લાગ્યા હતા,અને એમનું સન્માન કરવા લાગ્યા હતા.હવે અબ્રાહમ લિંકને સ્થાનિક લોકોની તકલીફોને લીધે રાજનીતિમાં જવાનો નિર્ણય લીધો હતો.તે સમયે દાસપ્રથા અને ચરમપ્રથાએ વેગ પકડ્યો હતો,તેમને શરૂઆતથી જ ગુલામો પર થઇ રહેલા અત્યાચારોથી સખત નફરત હતી.તેઓ દાસપ્રથાને નાબુદ કરવા માંગતા હતા.આજ વિચાર સાથે તેઓએ રાજનીતિમાં પ્રવેશ કર્યો,અને વિધાયકની ચૂંટણી લડી પણ તેમાં તેમને હાર મળી હતી.ચૂંટણી દરમિયાન તેઓએ પોસ્ટ માસ્ટરની નોંકરી પણ ગુમાવી દીધી હતી.જેથી તેમને નાણાકીય જરૂરિયાત ઉભી થઇ હતી.

           અબ્રાહમ લિંકન આમ તો મહિલાઓથી દુરી જ બનાવી રાખતા હતા,પણ ચોવીસ વર્ષની ઉંમરે રુટલેજ નામની સ્ત્રીથી તેમને પ્રેમ થઇ ગયો હતો.પણ થોડાક જ સમયમાં તેને ગંભીર બીમારી હોવાથી તેનું પણ મૃત્યુ થઇ ગયી હતું.રુટલેજના મૃત્યુ પછી તેમને ઊંડા સદમામાં ગયાં હતા.તેઓ કલાકોના કલાકો સુધી તેમની પ્રેમિકાની કબર પર બેસીને રડ્યા કરતા હતા.અબ્રાહમ લિંકનના જીવનમાં બધુજ તેમના વિરુધ જ ચાલતું હતું.એક સમય એવો પણ આવ્યો કે તેઓ પોતાના જીવનથી નિરાશ થઈ ગયા હતા,કે તેઓ ચાકુ છુરીથી દુર જ રહેતા હતા.એમને ડર હતો કે તેઓ પોતાને જ મારી નાંખશે.કહેવાય છે કે ખરાબ સમયમાં એક સાચો મિત્ર જ કામ આવે છે,વોલીન ગ્રીન નામના મિત્રે તેમનો આત્મબળ વધાર્યું હતું.અને લિંકનને ડીપ્રેશનમાંથી બહાર નીકાળ્યા હતા.તેમના દોસ્તના સાથથી તેઓ ફરી વિધાયકની ચૂંટણી લડ્યા અને આ વખતે તેઓ વિજેતા થયાં.તેમના આ જીતથી તેમની ગણતરી સૌથી કીમતી યુવા વિધાયક તરીકે થવા લાગી.તેઓ યુવાઓમાં લોકપ્રિય વિધાયક બની ચુક્યા હતા,હવે તેઓ વિધાનસભામાં ખુલીને પોતાની વાત મૂકી શકતા હતા.જેના કારણથી તેઓને વિધાનસભામાં તેઓની વાતોને મહત્વ આપવામાં આવતું હતું.

           અબ્રાહમ લિંકનને વકીલાત માટેનું લાયસન્સ પણ મળી ગયું હતું.તેમની મુલાકત મશહુર વકીલ સ્ટુઅર્ડથી થઇ અને તેઓ બંને મળીને કામ કરવા લાગ્યા.પરંતુ થોડો સમય કામ કર્યા પછી લિંકનનો સાથ છોડી દીધો હતો.અબ્રાહમ વકાલતમાં પણ અસફળ થઇ ગયાં હતા.કારણ કર તેઓ ગરીબોના કેસ લડવા મત ફીસ નહોતા લેતા,અને જુઠો કેસ તેઓ હાથમાં લેતા જ નહતા.તેમને અસફળ રીતે જ વકાલત કરી પણ તોય તેઓએ વીસ વર્ષ સુધી વકાલત કરી હતી.તેઓએ વીસ વર્ષ સુધી વકીલનું કામ એટલા માટે કરતા હતા કેમ કે તેમને તે કામ કરવાથી માનસિક શાંતિ મળતી હતી.તે સમયની ઘણા એવા કિસ્સાઓ બની ગયાં જે તેમની ઈમાનદારી અને સજ્જનતાની સાક્ષી પૂરે છે.

           અબ્રાહમ લિંકન અને તેમના સહયોગી મિત્ર દ્વારા એકવાર એવો કેસ હાથમાં લીધો હતો કે જેમાં એક માનસિક રોગી મહિલાની જમીનને એક દબંગ વ્યક્તિ દ્વારા છીનવાયેલી હતી,લિંકને ગુનેગારને સજા આપવી અને તે મહિલાને જમીન પરત અપાવી હતી.અદાલતમાં આ કેસ માત્ર પંદર મિનીટ જ ચાલ્યો હતો.લિંકનના સહયોગી વકીલે તે કેસ પેટે તે મહિલાના ભાઈ પાસેથી પુરેપુરી ફીસ લઇ લીધી હતી.તેમના સહયોગી ખુશી-ખુશી લિંકનને કહ્યું કે તે મહિલાએ પૂરી ફી ચૂકવી દીધી છે,અને તે અદાલતના નિર્ણયથી પણ ખુશ છે.પરંતુ લિંકને તરત જ કહ્યું કે હું ખુશ નથી,કેમ કે તે પૈસો એક બિચારી રોગી મહિલાનો છે.હું તેનો પૈસો લઈને ખુશ નહિ થઈ શકું,એના કરતા હું ભૂખે મરવાનું પસંદ કરીશ.લિંકને કહ્યું કે મારા ભાગની ફી તે મહિલાને પરત આપી દો,તમારે તમારા ભાગની ફીસ જોઈતી હોય તો રાખી શકો.

           ૧૮૪૨માં લિંકને મેરી નામની સ્ત્રીથી લગન કરી લીધા હતા,અને તેમને ચાર પુત્રોનો જન્મ થયો.પરંતુ તેમાંથી રોબર્ટ નામક બાળક જ જીવિત રહ્યું હતું.૧૮૬૦માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી લડ્યા અને તેઓ વિજેતા બન્યા.આ સફળતા તેમના જીવનની સૌથી મોટી સફળતા છે.રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓએ એટલા મહત્વપૂર્ણ કામો કર્યા છે કે રાષ્ટ્રીય જ નહિ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમના કામોના વખાણ થયાં હતા.અમેરિકાના બંધારણમાં દાસપ્રથા બાબતે યોગ્ય સુધારો કરનાર વ્યક્તિ લિંકન હતા.૧૪ એપ્રીલ ૧૮૬૫માં લિંકન અને તેમની પત્ની વોશિંગ્ટનના ‘ફોર્ડ થિયેટર’માં એક નાટક દેખવા ગયાં હતા,જ્યાં મશહુર એક્ટર જ્હોન વાઈક્સ બુથે અબ્રાહમ લિંકનના માથામાં ગોળી મારી હતી.જેથી ૧૫ એપ્રિલ ૧૮૬૫ના દિવસે તેઓ મૃત્યુ પામ્યા હતા.અબ્રાહમ લિંકન જે સંઘર્ષોથી સફળતા મેળવી છે તેના પરથી આપણને એક શીખ મળે છેકે ‘જો જીંદગીમાં કંઇક મેળવવું હોય તો આપણે કોઈ દિવસ હાર ના માનવાવાળી સકારાત્મક વિચારથી આગળ વધવું જોઈએ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર