શિક્ષક અનિલ કુમાર સમૌચાને ચાણક્ય એવોર્ડ.

                    

             શિક્ષક કભી સાધારણ નહિ હોતા. ચાણક્યની આ વાત. આ જ ચાણક્યને નામે અસાધારણ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવે છે. આવું જ સન્માન હમણાં આપણાં ગુરુજીનું થયું. કહેવાય છે કે,શિક્ષણ જીવનમાં આગળ ધપવા એક માત્ર વિકલ્પ છે. આધુનિક સમયમાં શિક્ષણનું મહત્વ વધતું જાય છે. શિક્ષણને બાળભોગ્ય અને રસપ્રદ બનાવનાર અનેક શિક્ષકો આપણી આસપાસ કામ કરે છે. આવું જ નવતર કાર્ય કરતાં કેટલાક શિક્ષકોનું હરિદ્વાર ( રૂડકી )ખાતે સન્માન કરવામાં આવ્યું.

           અખિલ ભારતીય શૈક્ષણિક પરામર્શ અને શિક્ષક સન્માન સમારોહ-ત્રિલોક જ્ઞાનોત્સવ – 2022  યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, રુડકી - હરિદ્વાર (ઉત્તરાખંડ) ખાતે યોજાયો. જેમાં બનાસકાંઠા  જિલ્લાની ડિસા તાલુકાની દશાનાવાસ પ્રાથમિક શાળાના શિક્ષક સમૌચા અનિલ કુમાર મફતલાલ એ શાળા કક્ષાએ કરેલ વિવિધ નવતર પ્રયોગો તેમજ શાળાકીય વિકાસ ને ધ્યાને લઇ  "ગુરુ ચાણક્ય એવોર્ડ " માટે તેમની પસંદગી થઇ હતી.

                 આ કાર્યક્રમમાં ડો.મહેશ શર્મા કુલપતિ મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી મોતીહાર- બિહાર, શ્રીમતી પુષ્પા રાની ઘરમાં પૂર્વ નિર્દેશક એસ.સી.ઈ.આર.ટી.- દહેરાદૂન, પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી મુખ્ય અધ્યક્ષ જીવનદીપ આશ્રમ -રુડકી, સતીષ શર્મા સિનેમા અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર દહેરાદૂન, ગૌરવ ગોયલ મેયર શ્રી નગરપાલિકા -રુડકી, ડો.એસ.પી. ગુપ્તા કુલપતિશ્રી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ કોલેજ રૂડકી -હરિદ્વાર, શ્રી ગોપાલ અગ્રવાલ સદસ્ય બાળ કલ્યાણ સમિતિ – હરિદ્વાર, શ્રી કુંદનસિંહ ના. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શ્રી કાન્ત પુરોહિત-રુડકી શ્રી સતીશ કુમાર શર્મા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી -બડૌત, ઉત્તર પ્રદેશ તથા સંયોજકશ્રી સંજય વત્સ અને આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં  શાળાના બાળકોને શિક્ષણમાં વિવિધ નવતર પ્રયોગો અને સમાજીક પ્રવુતિઓ કરવા બદલ  “ ગુરુ ચાણક્ય એવોર્ડ "થી સન્માન કરવામાં આવ્યુ હતું. આ સન્માન ના સાચા હકદાર એવા મારાં નાના ભૂલકાઓ તેમજ શાળા પરિવાર અને કર્મભૂમિ દશાનાવાસ ને અર્પણ કરતાં અનહદ આનંદ અનુભવું છું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી