પપેટ શૉ.
પપેટ શૉ.
પપેટ એટ્લે શું?
પપેટના પ્રકાર કેટલા?
પપેટના પ્રકાર ક્યા કયા?
પપેટ કેવી રીતે બનાવી શકાય?
આ અને આવી અનેક બાબતો અંગે જાણવા માટે આ કાર્યક્રમનું નિર્માણ થયું. #GIET દ્રારા ચાર કાર્યક્રમની શ્રેણી તૈયાર કરી દૂરદર્શન પર રજૂ થઈ હતી. આશરે 15 વર્ષ પહેલાં તૈયાર કરેલ કાર્યક્રમનો વિડીયો મને મળ્યો. આપને શેર કરું છું. કદાચ આપ ન ઓળખી શકો એવુંય બને.
પપેટના મુખ્ય પ્રકારમાં ગ્લોઝ પપેટ, ફિંગર પપેટ,સ્ટીક પપેટ અને લાકડાનાં દોરી વડે ચલાવવામાં આવતાં પપેટ.આ બધાં જ પ્રકારના પપેટ બનાવવા માટે શું જોઈએ અને શું કરીએ તો પપેટ બની શકે તે અંગે આ કાર્યક્રમમાં આપ જોઈ શકશો. એ સમયે દૂરદર્શન ઉપર સવારે દસ થી અગિયાર વાગ્યા સુધી શૈક્ષણિક કાર્યક્રમ આવતા હતાં. અમદાવાદ 132 ફૂટ રીંગ રોડ ઉપર હેલ્મેટ સર્કલ પાસે આવેલ ગુજરાત શૈક્ષણિક અને ટેકનોલોજી ભવન આવેલ છે. ત્યાં એક વિશાલ સ્ટુડિયો આવેલ છે. મારા મિત્ર અને મોટા ભાઈ એવા જયેશભાઈ પટેલ (રાજ વિદ્યાનગર પ્રાથમિક શાળા,કાંકરેજ. બનાસકાંઠા) સાથે અમે ચાર ભાગ બનાવ્યા. જો આ વિડીયો ઉપયોગી થયો હોય તો મને જાણ કરશો. બાકીના ત્રણ ભાગ હું શોધી રહ્યો છું. મળશે એટ્લે આપ ને અવશ્ય શેર કરીશ. ત્યાં સુધી જુઓ અને પપેટ બનાવતાં શીખો.આપ પણ આ કાર્યક્રમ જોઈ પપેટ બનાવતાં અને તેનો ઉપયોગ કરતાં શીખી શકો છો.
ભાગ:1 જોવા માટેઅહીં ક્લિક કરો...
ભાગ:2 જોવા માટે અહી ક્લિક કરો...
Comments
15 વર્ષ પહેલાનાં જોયા.આજે પણ એજ ટહુકો છે
આપનો ભૂતકાળ પણ સ્વર્ણિમ હતો. આનંદ થયો.
આપને અને હરેશભાઈને અભિનંદન.