બહુ શ્રેણીય શિક્ષણ અને નવાચાર


આપણી આસપાસ અનેક પ્રકારની શિક્ષણ વ્યવસ્થા અંગે આપણે જાણીએ છીએ. આમ જોવા જીએ તો શાળાને આપણે શિક્ષણ માટેનું સ્થાન કહીએ છીએ. મોટી મોટી વાતો કરાવી હોય તો શાળા એ ગામનું ઘરેણું  છે.ગામનું મંદિર કે એવી અનેક વાતો આપણે કરીએ છીએ. સાદી રીતે સમજવા જઈએ તો મુખ્યત્વે બે પ્રકારની શાળાઓ હોય છે.કેટલીક શાળાઓમાં શિક્ષક અને વિદ્યાર્થીઓનું પ્રમાણ ચોક્કસ અને નિયમ મુજબનું હોય છે. કેટલીક શાળામાં વિદ્યાર્થીઓ વધારે કે શિક્ષકો ઓછા હોય છે.આમ વિવિધતા ધરાવતી શાળાઓ વચ્ચે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે.ઓછા શિક્ષકો અને વધારે બાળકો એ માત્ર આપણા ગુજરાતની જ નહિ,સમગ્ર દેશ અને દુનિયાના તમામ દેશની આ સમસ્યા છે. શિક્ષકો ઓછા અને વિદ્યાર્થીઓ વધારે હોય તે સમયે બે બાબતો હોઈ શકે.

જેમાં એક જ ધોરણમાં નિયત કરતાં વધારે સંખ્યા હોય. બીજી સમસ્યા એ છે કે વિદ્યાર્થીઓની  સંખ્યા  ઓછી હોય ત્યારે એક શિક્ષક ને એક કરતાં વધારે ધોરણ સાથે શિક્ષણ કાર્ય કરવું પડે.આ પરિસ્થિતિને MGML  એટલે કે મળતી ગ્રેડ મળતી લેવલ તરીકે આ સસસ્યને જોઈ ઓળખી શકાય છે. આ માટે કે આવી સ્થિતિમાં શું કરી શકાય તે અંગેનો એક કાર્યક્રમ થયો. કમાંડ એન્ડ કંટ્રોલ સેલના માધ્યમથી દર શનિવારે રજુ થતા વિશેષ કાર્યક્રમમાં બહુ શ્રેણીય શિક્ષણ અંગેનો એક વિડીયો આપ જોઈ શકો છો.

માનનીય શ્રી વિનોદ રાવ સરના માર્ગદર્શન અને શ્રી ધર્મેશ રામાનુજ અને શ્રી પ્રકાશભાઈ ભટ્ટીના વિશેષ સહયોગ થકી આ કામ શક્ય બન્યું છે તેમને હું આ તબક્કે યાદ કરું છું.

આપ આ વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો. 
આ વિડીયો અંગેના આપણા વિચારો અને સૂચનો આપ મણે મોકલશો તો ગમશે.
આપના વિશેષ સુચન કે મુંજવણ  માટે આપ ટેલીફોન કે મેલ દ્વારા સંપર્ક કરી શકશો.
Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી