અમેરિકા અને અફઘાનિસ્તાન: યુદ્ધમાં ભારત.


અમેરિકા એટ્લે જગત જમાદાર. ત્યાં રિપબ્લિકન કે ડેમોક્રેટ પાર્ટીની સરકાર હોય. અમેરિકાનું આંતરિક રાજકારણ ગમેતેં હોય. જગત જમાદારી કરવા આ પાર્ટીઓ વિશ્વ સામે ઍક બની જાય છે. જગત જમાદાર એટલાં માટે કહેવાય કે અમેરિકા ધારે તેં દેશમાં સૈન્ય મોકલી શકે. ત્યાં લોકશાહી ને નામે પોતાને માટે યોગ્ય સરકાર ને જીતદિબશાકૈ આ બધુ અમેરિકા કરતું રહ્યુ છે. અત્યાર સુધીમાં અનેક દેશો ઉપર સીધા યા વાંકા કે પોતનાં વ્યક્તિગત સ્વાર્થ માટે અમેરિકા હુમલો કરે છે. હા, છેલ્લાં ઍક દાયકામાં જગત જમાદારનાં દાંત ખાટા પણ થયાં હોય એવું બન્યુ છે.

વિએતનામ,ક્યુબા,ઇરાક, સૉમલિયા અને કેન્યા સામે આ જગત જમાદાર કશું કરી શક્યા નથી. આવી જ ઘટના હવે અફઘાનિસ્તાનમાં જોવા મલે છે. સામાન્ય રીતે યુદ્ધ એટ્લે બે દેશ વચ્ચે થાય છે. પણ અફગાનમાં કશુંક જુદું થયુ છે. અમેરિકા આજે અફઘાનિસ્તાન સામે નહીં પરંતું આ દેશના તાલિબાની સંઘઠન વચ્ચે થયુ છે. દુનિયાના ઇતિહાસમાં આ યુદ્ધ સૌથી લાંબુ ચાલ્યું છે. વર્ષ 2001 ની 7સાતમી ઓક્ટોબરનાં દિવસે અમેરિકાએ શરું કરેલ આ યુદ્ધ આજેય તાલિબાનો સાથે ચાલે છે. ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં હતો. તેને પકડી  મારી નાખવામાં આવ્યો. જગત જમાદાર આંતકવાદ સામે લડવા તૈયાર હોય છે. હવે અમેરિકા થાક અનુભવે છે. અમેરિકાના બજેટમાં મોટો હિસ્સો અમેરિકા સૈન્ય પાછળ ખર્ચ કરે છે. સેના પાછળ ખર્ચ થાય છે તેનો ચૉપન ટકા હિસ્સો બીજ દેશોમાં ચાલતા યુદ્ધ માટે અમેરિકા વાપરે છે. અત્યાર સુધીમાં 6 લાખ કરતાં વધારે સૈનિકો બીજા દેશમાં લડતા લડતા મૃત્યુ પામ્યા છે. આ વાત થઈ અમેરિકાના સ્વભાવની. હવે આપણે વાત કરીશું ભારત દેશના અફઘાનિસ્તાન સાથેના વ્યવહાર અંગે.
અફઘાનિસ્તાન આપણાં દેશનો પડોશી દેશ છે. આપણાં દેશે અફઘાનિસ્તાન સાથે પડોશી ધર્મ નિભાવેલ છે.

યુદ્ધ પછી અફઘાનિસ્તાન ને બને એટલી મદદ કરી આ દેશને ઉભો થવા સહાય કરી છે. અરે... અફઘાનિસ્તાન સ્થિત હરી નદી ઉપર ભારત 1976 થી ઍક બન્ધ બનાવવા જઇ રહેલ છે.  થોડો સમય આંતરિક અશાંતિ ને લીધે આ બંધનું કામ અટકી ગયું હતુ.ત્યાર પછી 1988 અને 2006માં આ બંધ બાંધવાનું કામ ફરી શરું કરવામાં આવ્યુ. વર્ષ 2016માં ભારતના વડાપ્રધાને આ બન્ધ ખુલ્લો મુક્યો હતો. આ કારણે અફઘાનિસ્તાનનાં ખૂબ મોટા વિસ્તાર ને સિંચાઈની સુવિધા પૂરી થાશે.માત્ર સિંચાઈ નહીં, માર્ગ વ્યવહારમાં પણ ભારતે તેનાં પડોશી ને મદદ કરી છે.ડેલારામ અને ઝારાજને જોડતો અફઘાનિસ્તાન નો સૌથી લાંબો હાઈ વે આપણાં દેશના બોર્ડર ઓરગેનાઇજેશન દ્વારા તૈયાર થયો છે.218 કિલોમીટર લાંબો આ રસ્તો બનવાથી બાર કે પંદર કલાકની મુસાફરી હવે ત્રણ કલાકમાં પુરી થઈ શકે છે. આ માર્ગ અફઘાનિસ્તાન નો મહત્વના માર્ગો પૈકીનો ઍક માર્ગ છે. આ હાઇવે ના કામ મે અટકાવવા તાલિબાનીઓ એ વિરોધ કર્યો. આ વિરોધ પ્રદર્શનમાં ભારતીય છ સૈનિક સહીત 130 કરતાં વધારે મૃત્યુ થયાં હતાં. અરે...

તાલિબાનીની હિમ્મત તૌ જુઓ. અફઘાનિસ્તાનની સંસદ ને ઉડાવી દીધી. કોઈ કશું ન કરી શક્યું. હા, વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાને નાતે ભારતે અહિ નવું સંસદ ભવન બનાવી આપ્યું છે.ઉપરાંત સૈનિક મદદમાં ત્રણ એમ.આઈ.25 હેલિકોપ્ટર મફત આપ્યાં ઉપરાંત સૈન્ય ને જરૂર પૂર્તિ બધી મદદ તો ભારતની ખરી જ. આમ આજે કહી શકાય કે ભારત વિશ્વમાં પોતાની આગવી તાકાત અને પ્રતિભા ઊભી કરવામાં સફળ રહ્યુ છે. વિશ્વનું સૌથી મોટુ માર્કેટ અને દુનિયાનું ત્રીજા નંબરનું અર્થતંત્ર હોઇ ભારત ને આજે કોઈ પણ દેશ તુચ્છ માણી શકે એમ નથી. આ જ કારને ટ્રમ્પ સતત ભારત જોડે સંબંધો વધારવા આતુર જણાય છે. અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચે સમાધાન માટે ભારત ઍક મહત્વની ભૂમિકામાં જોવા મલે છે. વિશ્વ આજે ભારત ને તેની તાકાત અને કૌશલ્ય ને લીધે આગવું મહત્વ આપે છે ત્યારે પડોશી દેશ માટે ભારતે કરેલ પ્રયત્ન ભવિષ્યમાં દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવા માટે મહત્વનું પગલું બનશે.


રંગ રંગ રંગીલા:

આજે ભારત ને આઇટી હબ તરીકે અને વિશ્વના સૌથી યુવાન ધરાવતાં દેશ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આશા રાખીએ કે આ જ કારણે આપણે વિષગુરુ બનીએ.Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી