કોરોના: હાલ અને પછી...

कोरोना के बाद दिखेंगे ऐसे फोटोग्राफ


સમગ્ર દુનિયાની સાથે સાથે ભારત પણ કોરોના સામે જંગ લડી રહ્યુ છે. જેને ધ્યાને રાખી આજે સમગ્ર દેશમાં સ્વંભૂ જનતા કર્ફ્યુનું પાલન કરવામાં આવી રહ્યું છે. રસ્તાઓ વેરાન બન્યા છે. ત્યારે આ જંગમાં મદદ માટે એક માત્ર ભારતીય ઉદ્યોગપતિ બહાર આવ્યા છે. દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી આનંદ મહિન્દ્રાએ મદદ કરવાની જાહેરાત કરી છે. મહિન્દ્રાએ દર્દીઓ અને સંદિગ્ધોને મદદ કરવા માટે પોતાના રિઝોટર્સ તથા સાથે સાથે પોતાની આખી સેલેરી આપી મોનિટરીની મદદ કરવાની જાહેરાત કરી છે.

સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ. દેશમાં વધતા કોરોનાના કહેરને ધ્યાને રાખી વડાપ્રધાન મોદીએ જનતા કર્ફ્યુનું પાલન કરવા અપીલ કરી હતી, જેને દેશની જનતાએ અમલમાં ઉતારી છે. દેશમાં હાલ કોરોના પોઝિટીવની સંખ્યા 340 થઈ ગઈ છે. ત્યારે આવા સમયે લોકોને ખાસ સલાહ છે કે, તેઓ ઘરમાંથી બહાર ન નિકળે.


મદદ માટે ભારતના ઉદ્યોગપતિ આગળ આવ્યા જેમાં મહિન્દ્ર ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ રવિવારના રોજ જાહેરાત કરી છે કે, તેમની કંપની આ સંભાવનાઓ પર કામ કરવાનું શરૂ કરી રહી છે. તેઓ આ માટે વેંટિલેટર પણ તૈયાર કરી રહ્યા છે. સાથે જ તેમણે જાહેરાત કરી છે કે, તેમની ક્લબો મહિન્દ્રા રિઝોર્ટ્સ દર્દીઓની સારસંભાળ માટે ટેંપરરી ફેસિલિટી તરીકે ઉપયોગમાં લઈ શકાશે. સાથે જ તેમની કંપની અન્ય સુવિધા માટે તૈયાર છે જે સરકાર અને ભારતીય સેનાને સંપૂર્ણ મદદ કરશે.

ટ્વીટર પર સતત લોકોને જાગૃત કરતા મહિન્દ્રાએ આ બિમારીથી બચવા લોકોને સાવધાની રાખવા જણાવી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે, અનેક રિપોર્ટ વાંચ્યા બાદ જાણવા મળ્યું છે કે, ભારતમાં હાલ કોરોના સ્ટેજ 3 પણ આવી રહ્યું છે. આનંદ મહિન્દ્રાએ એવું પણ જણાવ્યું છે કે, ફંડ માટે અમે લોકો પ્રેરિત કરી રહ્યા છે. તેથી લોકોએ આગળ આવી ફંડ આપવું. મહિન્દ્રા ખુદ પોતાની 100 ટકા સેલેરી આપી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ મદદની પણ ખાતરી આપી છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી