ઇલાજી: અંગ્રેજો અને પૂનમચંદ પંડ્યા




ઍક નાનું ગામ.
ગામનું નામ મેઘરજ.
હાલ અરવલ્લી જિલ્લાનો અંતરિયાળ અને ટ્રાયબલ વિસ્તાર તરીકે આજેય અડીખમ અને અણનમ વિસ્તાર. આ વાત 1906નાં વર્ષની છે. જયશંકર પંડ્યાના ઘરમાં ઍક પુત્રનો જન્મ થયો. પૂત્ર દેખાવમાં ગોરો ણે જાણે પૂનમના ચાંદ જેવો. જયશંકર દ્વારા આ છોકરાનું નામ પૂનમચંદ રાખવામાં આવ્યુ. બ્રાહ્મણ

હોળીના દિવસે બધાં એ આ બાવલાની પ્રદક્ષિણા ફરજીયાત કરવી પડતી. દરેક ધર્મના લોકો માટે આ કાયદો સામાન રીતે લાગુ પડતો.વાત જાણે એમ હતી કે તેં સમયના મોડાસા પ્રાંતના ગોરા અધિકારી રોબિન નામના પ્રાંત અધિકારીએ આ નિયમ બનાવ્યો હતો. આ એવો વિસ્તાર જયાં આજેય વનવાસી લોકો રહે છે. કુદરતની સાથે આજેય ઓછામાં ઓછી જરૂરિયાત સાથે તેઓ જીવે છે.આ પ્રદેશમાં હોળી ઍક મહત્વનો ને વિશાળ રીતે ઉજવાતો તહેવાર હતો. ઇલાજીનાં બાવલાની પ્રદક્ષિણા ફરવાનું ફરમાનનો કડક અમલ થાય તેં જોવા માટે આસપાસની પોલીસને પણ બોલાવવામાં આવતી.

દર વર્ષની માફક આ વર્ષે પણ અંગ્રેજો દ્રારા ઇલાજીનું બાવલું બનાવવામાં આવ્યુ. આજે જેમ રાવણ દહન વખતે રાવણનું બાવલું બનાવવામાં આવે છે એવું જ બાવલું બનાવવામાં આવતું. હા, આ બાવલું નાગા પુરુષનું બનાવવામાં આવતું. કોઈ દેવ કે દેવી નહીં. કોઈ વિધી કે  વિધાન નહીં. છતાં ગામનાં સૌએ આ બાવલાની આગળ પાછળ ફરવાનું. કોઈ મહિલા, નવ પરણિત સ્ત્રી, યુવાન કે વૃદ્ધ બધાં માટે આ નિયમ હતો. મેઘરજની આસપાસના બસો કરતાં વધારે ગામનાં લોકો ફાગ ખેલવા ઢોલ સાથે આવે. ઍક ઍક ગામનાં છ કે સાથ ઢોલ હોય. બસો ગામનાં થઈ ઍક હજાર કરતાં વધારે ઢોલ વગાડનાર ને લેજીમ લેનાર હોય. બધી તૈયારી થઈ ગઇ હતી.

સવારનો પહોર હતો. છેક દૂર દૂર થી  ઢોલ વગાવનો અવાઝ આવતો હતો. એનો અર્થ એ કે ગામડાના વનવાસી લોકો ઢોલ લઇને મેઘરજ તરફ આવતાં હતાં.દર વખતની જેમ નક્કી કરેલ સ્થળ ઉપર સૌ ભેગા થાવ લાગ્યા. પણ, આ શું? જે ઇલાજીના બાવલાની પ્રદક્ષિણા કરવાની હતી તેં બાવલું તુટી ગયું હતું. હવે શું થાશે? ઍક હજાર કરતાં વધારે ઢોલ મેદાનમાં હતાં પરંતું કોઈ ઢોલ વગાડવા તૈયાર ન હતુ. થોડો સમય પસાર થયો. સ્થાનિક ગોરો અધિકારી રોબિન ત્યાં આવી પહોંચ્યો. ઇલાજીનાં બાવલાનાં ટુકડે ટુકડા થઈ પડ્યા હતાં. આ બાવલાનાં ટુકડા કરનાર પૂનમચંદ બાવલું તોડીને ગામ છોડી ઍક રાતમાં ચાલતા ચાલતા  ચાલીસ ગાઉ ડોર ધનસુરા આવી ગયા. સ્થાનિક પોલીસ ને ગોરા અધિકારીએ અહિં કડક પૂછપરછ કરી. તપાસમાં શકમંદ તરીકે પૂનમચંદનું નામ આવતું હતુ. વર્ષ 1931માં આ ઘટના બની. પૂનમચંદ માત્ર 25 વર્ષના યુવાન હતાં. તેઓ દેશને આઝાદ કરવાની નેમ સાથે બાળકો અને યુવાનો ને કસરત કરાવતા અને દેશદાઝ જગાવવાનું કામ કરતાં પૂનમચંદ અનેક આંદોલનમાં જોડાયા હતાં. સારા ચિત્રકાર હોઇ દિવાલો ઉપર અંગ્રેજો વિરૂદ્ધ ચિત્રો બનાવી તે ગુલામીનો વિરોધ કરતાં હતાં.
અગાઉ પણ પૂનમચંદ ત્રણ કે ચાર વખત અંગ્રેજો સામે લડી જેલવાસ ભોગવી ચુક્યા હતાં.
મુંબઇ રાજના ગોરો આ સમાચાર સંભાળી સીધા મેઘરજ તરફ આવી ગયા. પૂનમચંદનાં ઘર ઉપર પોલીસ જાપતો ગોઠવાઈ ગ્યો. આ વાત પૂનમચંદ સુધી પહોંચી. પૂનમચંદ મોડાસા પોલીસ સ્ટેશનમાં હાજર થયાં. અહિ તેમની ધરપકડ થઈ. આ બાવલું તોડવા માટે જવાબદારી સ્વીકારી. તેમને આ વખતે બે વર્ષની સજા થઈ.

બે વર્ષ પછી તેઓ જેલમાંથી છૂટ્યા. આ જ વખતે ગાંધીજી ઈ સ્વદેશી આંદોલન શરું કર્યું. અહિ પોતાની ટુકડી સાથે પૂનમચંદ સ્વદેશી આંદોલનમાં જોડાયા. વિદેશી કપડાંની હોળી કરી. આ કારણે તેમની છઠ્ઠી વખત ધરપકડ થઈ. કહેવાય છે કે જેલમાં જમવા માટે રોટલા ને દાળ કે શાક મળે. પૂનમચંદ ને રોટલામાં સિમેન્ટ નાખી જમવાનું આપવામા આવતું. આ કારણે થોડા મહિનામાં પૂનમચંદનું જેલમાં જ અવસાન થયું. સાબરકાંઠા જિલ્લાના પ્રથમ ક્રાંતિકારી શહીદ પૂનમચંદ પંડ્યાની યાદમાં આજે મેઘરજ ગામનાં જાહેર માર્ગને આ ક્રાંતિકારીનાં નામ સાથે જોડવામાં આવેલ છે. શહીદ પૂનમચંદ ને નામે જાહેર ચોક અને ગામની હાઈસ્કુલમાં તેમનુ બાવલું મુકવામાં આવ્યુ છે. આવા અનેક સ્થાનિક ક્રાંતિકારીઓ ને લીધે જ આપણો આ વિશાળ દેશ બાપુની આગેવાનીમાં સ્વતંત્ર થયો.

Comments

વિરાત્મા એવા આપના દાદાશ્રી આદરણીય સ્વાતંત્ર્યસેનાનીશ્રી પ.પૂ.પુનમચંદજીને હૃદયથી સ્મરાંજલી..
Kantilal Hemani said…
પૂનમચંદ જી દાદા ની વીરતાને નમન.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી