એવું જ હોય...


સઉદી અરબમાં એક 78 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ બેભાન થઇ રસ્તામાં નીચે પડી ગયો અને તેને રિયાધની ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો અને 24 કલાક સુધી તેને સારવાર તરીકે ઓક્સિજન આપવામાં આવ્યો. કલાકો પછી, તે સ્વસ્થ થઈ ગયા પછી ડોક્ટરે તેમને 600 રીયાલનું બિલ આપ્યું. જ્યારે તેમણે બિલ જોયું, તો તે રડવા લાગ્યા. ડોક્ટરે તેને બિલ માટે રડવાનું ન કહ્યું. તે માણસે જવાબ આપ્યો, "બિલની રકમ ચુકવવા માટે હું રડતો નથી, હું આ બધા પૈસા ચૂકવવા સક્ષમ છું. હું એ જાણીને રડી રહ્યો છું કે, ઓક્સિજનનો માત્ર 24 કલાક માટે ઉપયોગ કરવાના મારે 600 રિયાલ ચૂકવવાના છે, જ્યારે કે હું ૭૮ વર્ષથી અલ્લાહે આપેલી તાજી હવામાં શ્વાસ લઇ રહ્યો છું, એ પણ, એક પણ રિયાલ ચૂકવ્યા વિના.. તમે જાણો છો હું તેનો કેટલો ઋણી છું..?” ડોકટરે માથું નીચું કર્યું, અને તે પણ રડી પડ્યો! અલ્લાહે વિના મૂલ્યે આપેલી કરોડો સોગાતોનો જેટલો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો છે..

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી