છોકરીને ચંપલ...
થોડાક દશકથી સૂર્યનારાયણની ગરમી વધી છે,ધરતીમાતા વ્યાકુળ બની છે,પવનદેવ ફુગર્યા છે,જાફરાબાદ ના દરિયાકિનારાના પાણી તપ્યા છે.કાળઝાળ ગરમીમાં જેને પગ અને પાંખો છે તે પોતીકો મારગ શોધી લે. ત્યાં અમારું શું...?
એક એવી છોકરી જેના શરીર પર હાડ મેલ જામી ગયેલો.માથાના વાળ શાહુડીનાં પીંછા જેવા થઈ ગયેલા.પાણીની વ્યવસ્થા માટે ભરવાનું પાત્ર ક્યાં ..? માટે નાહવાનો લાભ જ ક્યાં.
શાળાએ આવતા જતા ઘણીવાર એ મને સામે ભટકાઈ જતી.એનાથી બે ફૂટ દૂર હોઈએ તોય નાક દુર્ગધથી ભરાઈ જતું.મને બાળકો ગમતા.દયાભાવ પણ ખરો,પણ અસ્વચ્છતાથી ભારે સૂગ.ઘણીવાર એને સમજાવું પણ પથ્થર ઉપર પાણી.
મારા વર્ગમાં અભ્યાસ કરતી દેવી પૂજક ની જ્ઞાતિમાંથી આવતી ધોરણ :-૨ ની વિદ્યાર્થીની ચુડાસમા શારદા બાળપણથી જ માતા ગુમાવી પિતા અને મોટી બહેનને ટીબી નામના રોગે ભરડો લીધો પથારી વશ કરી દીધા.દાદીમા જોડે રહીને આખો દિવસ પોતાના પિતા અને તેમના પેટનો ખાડો પુરવા ભીખ માંગીને બટકું-બટકું ભેગું કરે.પોતાના શરીર ને ઢાંકવા માટે છ મહિનાથી બે જોડી જ કપડા હતા. તેમાં એક તો શાળાનો યુનિફ્રોમ.
જેમના ઘરે રાંધવા માટે તેલનું ટીપું ના હોય તે પોતાના માથામાં તેલ નાખીને શાળાએ કેવી રીતે આવે..? જેમના મકાનની ઉપરની છત ના હોય તે પોતાની પગની છત કેવી રીતે ઢાંકે...? અવારનવાર વાલી સંપર્ક કરવાનો થાય ત્યારે આ દ્રશ્ય કઈક અલગ જ તરી આવતું. આજે આશા એ જાગી કે આ ચપલ આ દીકરી ને પહેરાવવાનો મને વિચાર સ્ફુર્યો છે. ખૂબ આનંદ થયો.
શ્રી મિતિયાળા પ્રા.શાળા
તા.જાફરાબાદ જિ. અમરેલી
રઘુ રમકડું...
#Bno...
मुजे कोई कुछ भेजता हैं,अगर वो बात मुजे अच्छी लगी तो शेर करता हु। आप को पसंद आये तो आप भी शेर करें।
Comments