સમજે કોણ...પ્રેમનો પણ કેવો અનોખો છે. પ્રેમ એટલે લાગણી અને આત્મિયતા.દરેક વ્યક્તિ જેને  પોતાના સમજતો હોય તેવા સૌને પ્રેમ કરે છે. પરંતુ જીવનના સંબંધમાં એક સંબંધ એવો પણ હોય છે. જેમાં લોહીનો સંબંધ ન હોવા છતા અન્ય સંબંધ કરતા વિશેષ હોય છે. આ સંબંધમાં ક્યારેક નોક-જોખ, મજાક-મસ્તી ચાલતું જ હોય છે અને આમ જ જીવનની ગાડી ચાલ્યા કરે છે.

લાઇફ પાટર્નર સાથેના સંબંધમાં ક્યારેક કોઇ વાતને લઇને મતભેદ સર્જાતા હોય છે. પાર્ટનરમાંથી કોઇને જો ગુસ્સો આવે ત્યારે તેમના વડે કંઇક બોલાઇ જાય છે.

ઘણી વખત તમારા પાર્ટનરને ખરાબ પણ લાગી શકે છે. તો આવી પરિસ્થિતીમાં થોડા સમય બાદ ભૂલ કરનારે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી લેવી જોઇએ. 

કેટલીક વ્યક્તિ માને છે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ તેથી એકબીજાના સ્વભાવને પણ ઓળખીએ છીએ. તેથી ક્યારેય અમને ખોટું નથી લાગતું. ઘણી વ્યક્તિ એમ પણ કહે છે કે પોતાની વ્યક્તિ પાસે થોડી માફી મંગાય. કેટલીક વ્યક્તિ ને એમ જ હોય છે કે આ વખતેય મારી જ જીત થશે. તો આવા વ્યક્તિને કહેવું છે કે બિલકુલ માફી માંગવી જ જોઇએ. શક્ય છે કે સામે વાળાએ જ્યારે જ્યારે sori કીધું હોય ત્યારે તેને સબંધ ને મહત્વ આપ્યું હોઈ શકે.

સામાન્ય રીતે કોઇ વ્યક્તિ સામે છીંક ખાઇએ, કે કોઈને રસ્તામાં ભટકાઇ જઇએ તો એક શિષ્ટાચારના ભાગરૂપે આપણે સોરી શબ્દ કહીએ છીએ. તો સાવ અજાણી કે જાણીતી વ્યક્તિને પણ તમે સોરી કહીને દિલગીરી વ્યક્ત કરી શકતા હોઇએ તો તમારે તમારી ભૂલ માટે જે વ્યક્તિને પ્રેમ કરો છો તેની આગળ તો પોતાની દિલગીરી વ્યક્તિ કરવી જ જોઇએ.

ઘણી વખત મનથી આપણે દિલગીર હોઇએ, અને આશા રાખીએ પાર્ટનર તેને સમજે તો એ શક્ય ન પણ બને. મનમાં વિચારવા કરતાં, થોડા સમય અબોલા રહે, અને સંબંધમાં દૂરી વધે તે પહેલા જ પોતાની ભૂલનો સ્વીકાર કરી લેવો જોઇએ. પછી એમ કહેવાય કે મને ડર હતો કે હું આ વિગત કેવી રીતે જણાવું. તમે એ ન સાંભળી શકો.એ માટે તમને એ વાત ન કરી.

 માફી માંગવાથી કોઇ વ્યક્તિ નાની કે મોટી નથી થઇ જતી, પરંતુ પોતાની ભૂલનો સ્વીકાર કરવાથી સંબંધમાં વિશ્વાસ, પ્રેમ વધુ ગાઢ બને છે. તે સાથે લાઇફ પાર્ટનરના મનમાં તમારા માટે માન વધશે. તેથી જ્યારે પણ ભૂલ સમજાય ત્યારે માફી માંગી લેવી જોઇએ. કોઈએ એક વખત પાર્ટનરે કીધું હોય કે તું જે છે મારા લીધે જ છે. મારા વડે,મારા ઉપયોગ થકી આપ આટલે છો. જો સત્ય હોય તો સ્વીકારવું જ પડે. આપના પાર્ટનરે આવું આપને ગુસ્સામાં કહ્યું હોય. અહીં વિચાર એ કરવો કે પાર્ટનર ને આટલો ગુસ્સો આવ્યો કેમ?

જ્યારે જીવનનો હિસ્સો એવો પાર્ટનર કોઈ ભૂલ સ્વીકારી લે અને તમે એને એ જ ભૂલ માટે સતત વાગોવો કે વારંવાર કહી સંભળાવો ત્યારે સામેની વ્યક્તિ ગમેતે બોલવા માંડે. ઘર કે ગાડીમાંથી ગેટ આઉટ કહ્યું હોય તે વાત મિત્ર ભૂલી જાય અને તમે સતત એ મિત્રને દરેક વાતે ખોટા સાબિત કરો ત્યારે ભૂલ થયા કરતાં તેના સ્વીકાર ને ન માનનાર અભિમાની હોઈ શકે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી