માવતર માટે જ...


એકવાર ઘરનાં મુખ્ય વ્યકિતએ સૌને બોલાવી એકઠા કર્યા. ભેગા કર્યા એટલે કહે:" અહીં અભરાઇ પર ચકલીનું બચ્ચુ કાલ સાંજ સુધી મેં જીવતુ જોયુ અને આજે મરેલુ છે. કેમ ? "

સૌ વિચારમાં પડી ગયા. કોઇએ એવુ કાંઇ કર્યું નહોતું .છેવટે રહસ્ય બહાર આવ્યું. નાની દીદીએ કહયું કે બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળવા પાંખો હલાવી કોશિશ કરતું હતું. મે ઇંડુ તોડી બહાર કાઢયું.

વડીલ કહે: 'તો આ જ તેનાં મોતનું કારણ.' બચ્ચાને પાંખો ફફડાવવા દેવું પડે, જેથી તેના શરીરમાંથી પ્રવાહી ઝરે અને તે હલકું થાય અને પાંખો મજબુતાઇ પકડશે અને કોચલામાંથી બહાર નીકળી તે ઊડી શકશે. તમે મદદ કરી એટલે પાંખો ફફડાવ્યા વગરનું અપરીપકવ બચ્ચુ બહાર આવ્યુ ને મરી ગયું. ઊડી શકવા પાંખો મજબૂત અને શરીર હલકું જરૂરી છે.  કઇંક આવું જ આપણા સૌનુ છે. મોટે ભાગે માબાપ સંતાનોને સંઘર્ષથી દૂર રાખતા હોય છે. સંતાનોને દરેક માબાપ બે વસ્તુ ભેટ આપે.

પરિશ્રમ અને સંઘર્ષ.

પાંખો ફફડાવવાની તક આપો. 

આજે કેટલાક એવું વિચારે છે કે આપણાં સંતાનને સહેજ પણ તકલીફ ન પડવી જોઇએ. યાદ રાખજો, આ વિચાર સંતાન માટે નુકશાનકારક છે. આવું તૈયાર તજનાર પછી કયાંથી શેકેલો પાપડ પણ ભાંગે !

સુવિધાથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો ઋષિમુનીઓના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત.

जय हिंद:

अगर पुस्तक के माध्यम से सबकुछ सीखा जाता हैं तो आज तक कोई गाली बोलने के लिए,सीखने के लिए कुछ भी किताब में नहीं लिखा गया हैं। तो जरा बताइए की गाली हमे कोंन सिखाता हैं। पानी बचाने और प्रदूषण कम करने हेतु बहोत कुछ लिखा जाता हैं। मगर...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી