કવિ શ્રી ન્હાનાલાલ



ગુજરાતી ગૌરવ અને સાહિત્યકાર શ્રી ન્હાનાલાલ જાણીતા સાહિત્યકાર હતા.તેઓ અપદ્યાગદ્ય (અછાંદસ) કે ડોલનશૈલીનાં જનક હતા. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ ડાહ્યાભાઈનર્મદ યુગના મહાન કવિ હતા. તેઓ ગુજરાતના મહાકવિ કહેવાય છે. તેમનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. એમની મૂળ અટક ત્રિવેદી હતી. ૧૮૯૩માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને આગળ અભ્યાસ અમદાવાદની ગુજરાત કોલેજ, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન કોલેજમાં કર્યો. ૧૮૯૯માં તેમણે તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસના વિષય સાથે એમ.એ. થયા. તેઓ ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા.

એમ.એ. થયા પછી તેઓ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં અને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપક રહ્યા. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી ગાંધીજીને અર્પણ કરી હતી. ૧૯૨૦માં લાંબી રજા પર ઉતરીને ૧૯૨૧માં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું અને સાહિત્ય સર્જનમાં બાકીનું જીવન પસાર કર્યું. તેમનું અવસાન જાન્યુઆરી ૯, ૧૯૪૬ના દિને અમદાવાદ ખાતે થયું હતું. માર્ચ ૧૬, ૧૯૭૮ના દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

(જન્મ દિવસે લખેલ વિગતને આધારે)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી