માર્ગ ઉપર પટ્ટાની વિગતો: મજા મજા


પરિવહન એ આધુનિક માનવ જીવનનું અભિન્ન અંગ બની ચુક્યું છે. નોકરી પર જવા માટે, લેણદેણ માટે, પ્રાસંગિક તહેવારો માટે ઇત્યાદિ અનેક પ્રસંગે પરિવહન જરૂરી છે. પરિવહન ખોરવાય એટલે માનવ જીવનની વ્યવસ્થા પણ ખોરંભે ચડે એમ કહેવું યર્થાથ યોગ્ય ભાસે છે. પ્રતિદિન આપણે કોઇ એકને એક સડક પરથી ઘણીવાર ગુજરતા હોઇએ છીએ.

શું તમે ક્યારેય પસાર થતી વખતે સડકને ધ્યાનથી નીરખીને જોઇ છે? જો એમ કર્યું હશે તો તમને ખ્યાલ પણ હશે કે, સડકની બંને તરફ અને સડકની વચ્ચે કંઇક પીળી અને સફેદ કલરની લાઇનો હોય છે, અમુક મધ્યે-મધ્યે કટકા થતી તો અમુક સળંગ ચાલી જતી. હાં, હવે સ્મરણ થઈ આવ્યું હશે. તમને ખબર છે આ લાઇનો શું દર્શાવવા માંગે છે? તમે જાણો છો આ પીળી-ધોળી લીટીઓ શા માટે હોય છે? કદાચ તમે આ બાબતે કદી વિચાર્યું જ નહી હોય! તો ચાલો આજે જાણી લઈએ આ લાઇનોનો સાચો મતલબ કે જે જાણીને તમે ચોક્કસ હેરતજનક ચહેરો બનાવી જશો.

આપણા દેશમાં લોકોને માત્ર ટ્રાફિક સિગ્નલોની જ ખબર હોય છે. (ઘણાંને એ સિગ્નલો પણ લબક-લબક થતાં આગિયાં જેવા તુચ્છ ભાસે છે એ બહુ દુ:ખની વાત છે.) પણ આપણે જાણતા નથી હોતા કે, સિગ્નલો ઉપરાંત રોડ પર તાણવામાં આવેલી લાઇનો પણ ટ્રાફિક સિગ્નલો જ છે! એ પણ ટ્રાફિકને લગતાં નિયમો જ દર્શાવે છે. અલગ-અલગ રંગાકારમાં રહેલી આ રેખાઓ રોડના સિગ્નલને દર્શાવે છે. ચાલો જાણીએ અલગ-અલગ પ્રકારે તાણવામાં આવેલી આ લાઇનોનો મતલબ.

મોટેભાગે આ લાઇનનો મતલબ થાય છે કે, જે રોડ પર આ લાઇન છે ત્યાં તમે આસાનીથી ઓવરટેક કરી શકો છો. સામાન્ય રીતે આ મતલબ થતો હોવા છતાં રાજ્ય પ્રમાણે લાઇનના નિયમ પણ અલગ હોય છે. તેલંગાણામાં આ લાઇનનો મતલબ છે કે, તમે વાહન ઓવરેટક કરાવી શકશો નહી.

બે લાંબી પીળી લાઇન જે સડક પર હોય તેનો મતલબ એવો કે, આ સડક પર તમારે તમારી લેનમાં(હદમાં!) જ ચાલવાનું છે. હદ વટોળશો નહી, નાહકના ઓવરટેક કરશો નહી.

ત્રુટક પીળી લાઇનનો મતલબ થાય છે કે, તમે તમારી આગળ પાછળ આવતાં વાહનો પર નજર રાખીને ઓવરટેક કરી શકો છો. અથવા તો, તમારી સ્પીડ વધારી શકો છો.


લાંબી સફેદ લાઇનનો મતલબ થાય છે કે, તમે તમારી લેનને બદલીને બીજે ઠેકડો મારી શકશો નહી. તમારે તમારી લેનમાં જ એટલે કે હદમાં જ રહેવાનું છે.

આનો મતલબ છે કે, તમે પુરી સાવધાની વર્તીને, આગળ-પાછળ જોઇને ઓવરટેક કરી શકો છો. પણ કોઇને હેરાન કરીને નહી.

સરકુમ:
સડક ક્યાંય ન જાય.
એની ઉપર મુસાફરી કરનાર આગળ વધે. આપ મારી સડક છો.આપ થકી જ આગળ વધશે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી