એક અનોખી વાત...
અમેરિકા માં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં ઓહિયો શહેર માં એકસાથે બે બહેનો પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. હેરાની ની વાત તો એ છે કે બંને બહેનો એ એક જ સાથે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. હવે તેને સંજોગ કહીયે કે પછી બીજુ કંઈક. જો કે આ પુરી ઘટના પાછળ એક ખાસ કારણ જણાવામાં આવી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ ના આધારે આ ચાર બાળકો એ એક જ સાથે જન્મ લીધો છે. તેઓ અલગ અલગ ગર્ભ માંથી જરૂર જન્મ્યા હતા પણ એક જ કપલ ના ભ્રુણ હતા. તેને બે અલગ અલગ ગર્ભ માં રાખવામાં આવ્યા હતા.
એની જોન્સન અને તેના પતિ લાંબા સમય થી એક બાળક માટેની કોશિશ કરી રહયા હતા પણ દરેક વખતે નિષ્ફ્ળતા મળતી હતી. સંતાન સુખ મેળવવા માટે આટલી લાંબી કોશિશો પછી આખરે તેઓ સફળ થયા. ભગવાને તેઓને એક સાથે ચાર-ચાર બાળકો નું સુખ આપ્યું.
જ્યારે નાની બહેન એની જોન્સન કોઈ સંતાન ન મળવાને લીધે ખુબ જ દુઃખી હતી તો મોટી બહેન ક્રિસી એ તેની મદદ કરવા માટે વિચાર્યું. ક્રીસી એ વિચાર્યું કે તે પોતાની બહેન ની મદદ કરશે માટે તેણે સેરોગેટ મધર બનવાનું વિચાર્યું.
એની ને સંતાન સુખ આપવા માટે આ વાત બધા એ સ્વીકારી લીધી. તેના પછી ડોકટરો એ સૌથી પહેલા એની ના એગ્સ કલેક્ટ કર્યા અને પતિ ના સ્પર્મ ની સાથે ફર્ટિલાઇજ઼ કર્યા. તેના પછી બે ભ્રુણ એની ની મોટી બહેન ક્રીસી ના ગર્ભ માં સ્થાપિત કર્યા.
એવામાં ડોકટરો એ બે ભ્રુણ એની ના શરીર માં પણ વિકસિત કરવા માટે ઈમ્પલાન્ટ કરી દીધા. એમ્બ્રોય ઇમ્પ્લાંટેનશન ની પ્રક્રિયા પુરી થયા પછી એક એવો ચમ્તકા થયો, જેના પર વિશ્વાસ કરવો મુશ્કિલ હતો, બંને બહેનો એક સાથે ગર્ભવતી બની ગઈ, અને બંને એ એકસાથે બે જુડવા બાળકો ને જન્મ આપ્યો.
Comments