અટલ સાથે બાજપાઈ NDA
આ પોસ્ટ કદાચ કોઈને ન ગમે. કોઈને વધારે પણ ગમે. થોડી લાંબી પોસ્ટ છે પણ કેટલાય દિવસોનું ભેગું કરેલું છે. એટલે વાંચજો અને વિચારજો.જો ગમે તો અન્યને શેર પણ ખબર.
વિચારીએ...
જુઓ,મહારાષ્ટ્રની વાત કરીએ. બાલાસાહેબ ઠાકરેનું અવસાન થયું. પાર્ટી મહારાષ્ટ્ર કે ભારતમાં સત્તામાં નહોતી. થોડા ડઝન સંસદસભ્યો અને ધારાસભ્યો
થોડા લાખ કાર્યકર્તાઓ.
શું થયું...
મુંબઈમાં કર્ફ્યૂ.
અનેક તોફાનો થયા.
લોકોમાં ડર ફેલાયો અને વિવાદ થયો. ભત્રીજા અને પુત્ર વચ્ચે પક્ષ અને મિલકત પર નિયંત્રણ માટે લડાઈ થઇ. તેમનું નામ અને સ્મારક ક્યાં બનાવવું તે જોવાનું રહ્યું. સ્થાનિકો એસ્મારક માટે તોફાનો કર્યા.
આવું જ એક બીજા રાજ્યમાં. એક બીજી પાર્ટીની વાત કરીએ. એમ.કરુણાનિધિ. એક સર્જક અને કલાકાર અને રાજનેતા. એક જ પાર્ટીના પ્રમુખ તરીકે એકધારા 50 વર્ષ હમણાં જ પૂરું કર્યું. આ એમ.કૃણાનિધિજીનું નિધન થયું. અત્યારે આ પાર્ટી કેન્દ્ર અથવા રાજ્યમાં ક્યાંય સત્તામાં નથી. તેની જોડે આશરે 100 ધારાસભ્યો. કદાચ 1 કરોડ મતદાર સભ્યો. આટલું અમથું તોય...
ચેન્નાઈમાં કરફ્યુ.
તોફાનો થયા, લોકોમાં ડર ફેલાયો.
પક્ષ અને મિલકત પર નિયંત્રણ માટે સંતાનો વચ્ચે લડાઈ. એક સ્મારક માટે લડવા કોર્ટમાં ગયા. સ્મારક ને રાજકીય મુદ્દો બનાવવામાં આવ્યું.
તમિલનાડુની વાત કરીએ. જે. જયલલિતાજીનું અવસાન થયું.
તમિલનાડુમાં પાર્ટીની સરકાર. આશરે 150 સાંસદો અને ધારાસભ્યો હશે. 1 કરોડ મતદાર સભ્યો હશે. તોય કેટલું થયું.
ચેન્નાઈમાં કરફ્યુ
તોફાનો થયા, લોકોમાં ડર ફેલાયો.
પાર્ટી અને મિલકત પર અંકુશ માટે શશીકલા અને પાલનીસ્વામી વચ્ચેની લડાઈ. મરિના બીચ પર સ્મારક માટે માથાકૂટ થઈ. આ ઉપરાંત ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી નરસિમ્હા રાવનું અવસાન થયું. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. છતાં દિલ્હીમાં અંતિમ સંસ્કાર માટે જગ્યા દિલ્હીમાં ન આપી. અંતિમ યાત્રા સમયે કોંગ્રેસ સરકાર હોવા છતાં કોંગ્રેસ કાર્યાલયના દરવાજા બંધ કરી દીધા. દિલ્લીમાં સ્મારક ના બનવા દીધું. હવે એક છેલ્લા અવસાનની વાત.
ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનું અવસાન થયું.
20 કરતાં વધુ રાજ્યોમાં પાર્ટીની સત્તા. 15 કરોડથી વધુ કાર્યકર્તાઓ સાથે 1000 કરતાં વધારે સાંસદો અને ધારાસભ્યો હતાં. છતાં...
ભાજપ શાસિત કોઈ રાજ્યમાં કર્ફ્યુ નથી.
કોઈ તોફાનો, કોઈ શટ ડાઉન નથી, 5 લાખ લોકો શાંતિથી અંતિમવિધિમાં ચાલ્યા.
કોઈની વચ્ચે પાર્ટી અને સંપત્તિ પર અંકુશ માટે કોઈ ફાઇટ નથી.
એક સ્મારક માટે કોઈ માંગણી નહિ. કોઈ દાદાગીરી નહિ.
દરેક પક્ષને નેતાના મૃત્યુ પછીના વ્યવહાર સંઘ અને ભાજપ પાસેથી તાતી શીખવાની જરૂર છે. ભાજપ પાર્ટી વિરોધમાં હતી ત્યારે સરકાર સાથે જોડાયેલ લોકો કે નેતાઓ કેડર પાર્ટી કહેતા હતા. બુધ્ધીજીવીઓ અને પોતાને તટસ્થ તરીકે ઓળખાવતા સૌએ આ અંગે વિચારવા જેવું છે. બધાં ને ધ્યાનમાં આ વિગત કેમ નહિ આવતી હોય ? કેમ સૌ માત્ર આદેશ ને જ મહત્વ આપે છે.પાર્ટી લાઈન કરતાં અહીં પાર્ટીની સમજ મહત્વની છે. બાજપાઈ જી અંગે કોઈ શું બોલે. એમના અંગે બોલવા માટે લાયકાત આપતી યુનિવર્સીટી એ જ દિવસે અવસાન પામી છે.
@#@
બાજપાઈ જી અંગે એટલું જ.
કે એ બાજપાઈ હતા. બસ...!
Comments