ત્રીજો ગધેડો

એક કુંભાર પાસે ત્રણ ગધેડા અને ફક્ત બે દોરડા હતાં. પોતાને નદીમાં ન્હાવા માટે જવું હતું એટલે તેણે ગધેડાઓને દોરડાથી બાંધવાનું વિચાર્યું પણ, દોરડા બે જ હતાં અને ગધેડા ત્રણ !
તેણે એક માણસની સલાહ લીધી. એ માણસે કહ્યું કે, "તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને બાંધવાનો ફક્ત અભિનય કર, નાટક કર..
કુંભારે એમ જ કર્યું !
નહાઈને, બહાર આવીને જોયું તો, જેને નહોતો બાંધ્યો, ફક્ત બાંધવાનું નાટક જ કર્યું હતું તે ગધેડો પણ જાણે બંધાયને ઉભો હોય એમ નો એમ ઉભો હતો. 
કુંભારે બે ગધેડાઓને છોડયાં અને ચાલવા માંડ્યો પણ, એનાં આશ્ચર્ય વચ્ચે ત્રીજો ગધેડો પોતાનાં સ્થાનેથી હલ્યો નહીં. ધક્કો માર્યો તો પણ નહીં. કુંભારે ફરી પેલા ડાહ્યા માણસને પૂછ્યું.પેલા માણસે કહ્યું કે, "શું તે એ ત્રીજા ગધેડાને છોડ્યો ?"
કુંભાર કહે કે, "મેં તેને બાંધ્યો જ નહોતો.''

પેલા માણસે કહ્યું કે, "એ તું જાણે છે કે ગધેડો બંધાયેલ નથી પણ, ગધેડો પોતાને બંધાયેલો જ સમજે છે.તું એને છોડવાનું નાટક કર. કુંભારે તેમ જ કર્યું, ને તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો ટેસથી ચાલવા લાગ્યો.

@#@
તું સાવ ગધેડા જેવો છે એમ નહિ હવે આપણે કહીશું 'તું સાવ ત્રીજા ગધેડા જેવો છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર