તું છે...એટલે...



આજે મિત્રોનો દિવસ.
આજે કખાસ દિવસ જે મિત્રો છે.
મારેય ખૂબ મિત્રો છે.મારી ઈઓડે બે જ વિકલ્પ છે
એક કે મિત્ર છે.બીજો જે મિત્ર નથી.મિત્ર નથી એનો સીધો અર્થ એ કે તે મારા જીવનમાં નજીક કે ખાસ નથી.આવા જ અર્થની એક કવિતા આજના દિવસ માટે.મારા મિત્રો માટે.


તું છે એટલે...

તું મિત્ર છે એટલે જ તો તું ખાસ છે ,
આ હ્રદયની એટલે જ તો તું પાસ છે ,
એક એક પળે  સુદામા થઇને બેઠો છું ,
મારા માટે તો તું રાધા સાથે નો રાસ છે !

વાવી છે લાગણીઓને ખૂબ ખંતથી મેં ,
હર  જન્મે લણીશ બસ એવી આશ છે;
હા હું તારી જેટલો અમીર નથી કોઇ રીતે ,
 હ્રદયના હર ધબકારે તારો  નિવાસ છે !

એક એક પાંદડીઓને ગૂંથી છે ગજરામાં ,
લાખો જન્મારાની એ આજે સુવાસ  છે
કસોટીની એરણ પર ન ચડાવીશ મને હો ,
તું નથી તો પછી આ જીવન જ લાશ છે !

@#@

મિત્રો માટે મારી વાત.
નથી જોઈ કોઇ જાત કે પાત.
બસ,ખબર પડે એટલે આજે કે,
મિત્રો મારી છે મારી ખાસ સૌગાત.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી