હોટલમાં ટેબલ ઉપર સફેદ કપડું જ કેમ...?

જ્યારે પણ આપણે કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં બહાર ખાવા જઈએ છીએ, તો ત્યારે આપણું સૌથી પહેલું ધ્યાન ટેબલની સજાવટ પર જાય છે. ટેલબ ક્લોથ ચોખ્ખુ છે કે નહિ, ચમચીઓનો સેટ બરાબર ગોઠવ્યો છે કે નહિ, મસાલાની ડબ્બીઓ મૂકેલી છે કે નહિ વગેરે. ટેબલની ગોઠવણ પર સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબત એ હોય છે કે, ગમે તે હોટલ હોય પણ ટેબલ ક્લોથ તો હંમેશા સફેદ કલરનું જ હોય છે. સફેદ કલરના ટેબલ ક્લોથ પર જ સૂપ, સલાડ, મસાલેદાર ઝાયકાને પિરસવામાં આવે છે. પણ શું તમે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે, આ ટેબલ ક્લોથ હંમેશા સફેદ કલરના જ કેમ હોય છે. તો આજે જાણી આ પાછળનું કારણ.

ડેનમાર્કમાં આ મામેલ એક રિસર્ચ થયું હતું. જેમાં જાણવા મળ્યું કે, ડાઈનિંગ ટેબલ પર સફેદ ચાદર બિછાવવાથી ફૂડ 10 ટકા વધુ ડિલિસીયસ લાગે છે. કોપેનહેગન યુનિવર્સિટીના રિસર્ચ કરનારાઓએ જાણ્યું કે, ખાવા ઉપરાંત સર્વ કરવાની રીતો, જેમ કે વાસણો, રૂમ, માહોલ વગરેથી સ્વાદને લઈને વ્યક્તિની માનસિકતા પર ઊંડી અસર પડે છે. સફેદ રંગ ખાવા પ્રતિ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આ કારણે હોટલ-રેસ્ટોરન્ટ્સમાં ટેબલ પર સફેદ ટેબલ ક્લોથ અને સફેદ નેપકીન્સ રાખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આજકાલ લોકો ખાવા કરતા ગાર્નિશિંગ પર વધુ ધ્યાન આપે છે. તેથી જ હવે હોટલો પણ હવે ગાર્નિશિંગ પર વધુ ફોકસ કરે છે. ખાવાની જગ્યા સૌથી વધુ ખાસ હોય છે. અને જે લોકો ફૂડ ઈન્સ્ટ્રીઝ સાથે જોડાયેલા હોય છે તેમના માટે કસ્ટમર્સનું આકર્ષણ સૌથી વધુ મહત્ત્વનું હોય છે. તેથી સફેદ ટેબલ ક્લોથ ભલે ગમે તેટલા ગંદા થાય તો પણ તેઓ તેને અચૂક રાખે છે. આ ઉપરાંત ટિશ્યુ પેપર પણ આ જ કારણે સફેદ રંગના રાખવામાં આવે છે.

@#@
કોઈ પણ જગ્યાએ અવલોકન સાથે આવું કેમ?
એ અંગે વિચારવાનું શરૂ થાય તો સમજવું કે કેટલુંય શીખવા જેવું છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી