હું સારો...તમે ?


કોઈ પણ હોય.નક્કી છે કે એને હદ હોય. મારા એક મિત્ર કહે છે 'હદ થાય અથવા રદ થાય.' કોઈ પણ વસ્તુ ને કે તેના સારા પણા ને એટલી હદે ઉપયોગ ન કરવો કે જેને લીધે એ ખરાબ થવા મજબૂર થાય.મોટે ભાગે આવું બને છે. આપણા જીવનમાં હોય તેવી વસ્તુ કે વ્યક્તિ ને સાચવી લેવી જોઈએ.એમ અહમ,વહેમ કે ભ્રમ ન જ રખાય.આ પોસ્ટર આમ તો દરેક ને વાંચવું ગમે એવો સંદેશ આપે છે.હા,આપણે એને કેવા અર્થમાં લઈએ છીએ એ પણ જોવું જરૂરી છે.
કહેવાય છે કે સબંધ ને મજબૂત બનાવો મજબૂર નહીં.એમ જ અહીં કહેવાય કે વ્યક્તિમાં ખરાબી હિય તો તેને સુધારો, સુધારવા તક આપો.સુધારવામાં સહાય કરો. જીદ કે એવું વર્તન આખી વાત અને સાથોસાથ જિંદગી બદલી નાખે છે.

@#@
કોઈ કોઈનો ફાયદો ઉઠાવી શકે એમ નથી.સૌ પોતાનો ફાયદો જોઈને જ બીજાને લાભ આપે છે.એવું માનનાર એ ભૂલી જાય છે કે ફાયદા કરતાં વાયદાને મહત્વ અપાયું હોય તો આવું ન થાય.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી