એવું જ હોય...
આધુનિક સમયમાં અનેક સુવિધાઓ આપણી આસપાસ જોવા મળે છે.આવી જ એક સુવિધા એટલે સેલફોન.સેલ ફોનના જમાનામાં વૃદ્ધ,યુવાન કે બાળક પણ સેલફોનથી દૂર રહી શકતો નથી. આજે દરેક ઘરે સરેરાશ સેલ ફોન છે. દરેક બાળકને સેલફોન એટલેકે મોબાઈલમાં બધું જ આવડે છે. આ ઉપકરણનો યોગ્ય ઉપયોગ થાય તપ તે ખૂબ જ ઉપયોગી અને હાથવગું સાધન છે. જો બાળકની ઉંમર પ્રમાણે યોગ્ય ઉપયોગ કરાવવામાં આવે તો બાળકનો માનસિક વિકાસ યોગ્ય રીતે થાય છે.આજ હવે એવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે કે દાદા દાદી મોઢે વાર્તા કહેતા નથી.કદાચ એટલો સમય નથી.ક્યાંક સાથે સંયુક્ત કુટુંબ ન હોવાથી આવું થાય છે. આજે દાદા કે દાદી જાતે વાર્તા કહેવાને બદલે યુટ્યુબ માં વાર્તા નો વીડિઓ જોવે છે.કારણ હવેનો જમાનો હવે સેલફોનનો છે.
મારાં એક મિત્ર છે. તે શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલાં છે.તેમના પતિ અને પરિવાર શિક્ષિત અને આર્થિક સંમ્પન છે. તેમનો પુત્ર હાલ પહેલા ધોરણમાં ભણે છે.તેનું નામ નીક. થોડા સમય પહેલા એને પોતાનો ફોન જોઈએ એવી માંગણી કરી. એ કહે: “મમ્મી મારો ફોન નંબર આપ મારે મારા friend ને આપવો છે.'' એને ઘરના એક બે નંબર આપ્યા.આ જોઈ છોકરો કહે: 'મને મારો નંબર જોઈએ છે. બોલો હવે પહેલા ધોરણના બાળકોને પોતાના ફોન નંબર જોઈએ છે.સમય એવો આવતાં વાર નહિ લાગે કે શિક્ષકોની જેમ બાળકોને પણ પોતાના સેલ ફોન શાળા માં જમા કરાવવા પડશે.આજે અહીં બે પોસ્ટર છે.એક પોસ્ટર આધુનિક સમય પ્રમાણે જન્મ લેતા બાળક ને આધારે કટાક્ષ છે.જ્યારે બીજું પોસ્ટર બાળકોને માટે ખાસ સર્જક બાળકો માટે છે.
Comments