અમૃતલાલ વેગડ
એક અધ્યાયનો અંત. ગઈ કાલે સમાચાર જાણ્યા. અમૃતલાલ વેગડની જીવનયાત્રા પૂરી કરીને અનંત યાત્રાએ ચાલ્યા. તેઓ લગભગ આજીવન મા નર્મદાનો ખોળો ખૂંદ્યો. સામે મા નર્મદાએ પણ એમને ભરપૂર માણ્યું. એમનું લેખન અને ચિત્રસર્જન એની હાજરી દર્શાવે છે.
તેઓ નખશીખ શિક્ષક હતા. એમનું શિક્ષક હોવું શાંતિનિકેતનની દેન કહેવાય.તેમની સાથે શાંતિનિકેટનમાં આચાર્ય નંદલાલ બોઝ, બિનોદબિહારી મુખર્જી અને રામ કિન્કર બૈજ જેવા ઋષિતુલ્ય કલાકારો પાસેથી જીવન શીખ્યા.માત્ર વિદ્યા નહિ પણ જીવનધન પણ તેમની પાસેથી પામ્યા.નંદબાબુએ એમને જે સાર્થક જીવન માટેની દીક્ષા આપી હતી એને તેઓ આજીવન ચરિતાર્થ કરતા રહ્યા.
'નવનીત સમર્પણ'માં 'સ્મૃતિઓનું શાંતિનિકેતન' પ્રગટ થયું હતું હવે પોતે આજથી સ્મૃતિરૂપ બની ગયા. એમણે બીજી એક રીતે પણ નામ સાર્થક કર્યું : 'અમૃત'નું પાન કર્યું અને વાચકોને એનું આચમન કરાવ્યું. શાંતિનિકેતનના જીવને સૌન્દર્યમય સલામ કરતા દીપક દોશી કહે છે કે એમનું જીવન જ સાહિત્ય અને શિક્ષણ માટે જ પસાર થયું.તેઓના જણાવ્યા મુજબ આ નર્મદા કિનારો હવે કદાચ કાયમ એકલતા અનુભવશે.નર્મદા માટે ધ્રુવ ભટ્ટનું ફિલ્મ રેવા આવવાથી સૌ એ એમના અંગે વધુ જાણકારી મેળવી.ધ્રુવ ભટ્ટે એમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે દિવસે નર્મદા અને રાત્રે રેવા એવું અમૃતભાઈ એ સાબિત કરી આપ્યું.અમૃતભાઈ એ કહ્યું કે જો કોઈ નર્મદા કિનારે સફાઈ કરતું જોવા મળે તો માનજો કે હું અને મારી ઘરવાળી કાંતા જ હોઈશું.નર્મદાના આવા સેવક,શિક્ષણકાર અને વિચારક ને અનંતની યાત્રા માટે સલામ.
@#@
શીખ્યા કરતાં શીખવ્યું ભલું. એ અમૃતલાલ વેગડ માટે કહી શકાય.એમને મા નર્મદા માટે જ જાણે શીખ્યું ને શીખવ્યું.
Comments