પોતાનામાં વિશ્વાસ


એક દીકરીએ આજે આખા દેશને ગૌરવ અપાવ્યું.એવી આ દીકરી એટલે હિમા દાસ.છેલ્લા કેટલાક દિવસોથી એનું નામ આપને સાંભળી રહ્યા છીએ. હિમા દાસ આસામના ઢીંગ ગામમાં રહે છે. તેના પિતાનું નામ રોનજીત. તે ખેત મજુરીનું કામ કરે છે. હીમાદાસનો જન્મ 9 જાન્યુઆરી 2000 ના રોજ થયો હતો. તેઓ પાંચ ભાઈ બહેન છે જેમાં હિમાં દાસ સૌથી નાની  છે. હિમા પોતાની શાળામાં છોકરાઓ સાથે મળીને ફૂટબોલ રમતી. તેનાથી જ તેનું શરીર ખેલ માટે સશક્ત બની ગયું. 2017માં હિમાની મુલાકાત તેના કોચ નિપુણ દાસ સાથે થઈ. કોચે તેને સલાહ આપી હતી કે તે દોડ માં આગળ વધે.કોચની આ વાત માની હિમાએ નિપુણ દાસ પાસે તાલીમ લીધી.માત્ર એક જ વર્ષમાં તેણે  પોતાની તાકાત  દેશને બતાવી દીધી.
         હિમા દાસ IAAF વર્લ્ડ અંડર-20 ચેમ્પીયન બની છે. 400 મીટર દોડ  માત્ર 51.46 સેકન્ડમાં દોડીને જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે.આ ચેમ્પીઅનશીપમાં ગોલ્ડ મેડલ મેળવી ને હિમા એ પોતાનું નામ તો રોશન કર્યું  છે.સાથે સાથે તેના પરિવાર, ગામ,શહેર,રાજ્ય અને આપણા દેશનું પણ નામ રોશન કર્યું છે. જો હિમાને સમયસર કોચનું માર્ગદર્શન મળ્યું ના હોત તો કદાચ આજે એ આ વિક્રમ કરી શકીના હોત. આમ શિક્ષક દ્વારા મળતા યોગ્ય માર્ગદર્શનથી બાળકની જિંદગી બદલાય છે હિમાના વાલીએ કોચ પર સંપૂર્ણ વિશ્વાસ મુક્યો ત્યારે જ એ આજે આટલી સિદ્ધિ મેળવી શકાઈ એ કહેવું જરાય ખોટું નથી. બાળકને જિંદગીમાં આગળ વધવા અને પોતાના લક્ષ સુધી પહોંચવા માટે મુખ્યત્વે ત્રણ બાબત પર આધાર હોય છે. બાળકની  ક્ષમતા, પરિવારનો સાથ,અને તેના શિક્ષક કે કોચનું માર્ગદર્શન જરૂરી થઇ પડે છે.આપણે પણ બાળકોની આંતરિક શક્તિ ને ઓળખીને એમને એ દિશામાં આગળ વધારીએ. એ માટે જરૂરી વાતાવરણ આપીએ.એક વર્ષમાં હિમા એ આવડી મોટી સિદ્ધી હાંસલ કરી છે.આપણે પણ નક્કી કરેલ સમયમાં આપની સિદ્ધી હાલ કરી શકીએ એવું કામ કરીશું.આ માટે અડગ મનોબળ અને ખાસ વિશ્વાસની જરૂર છે.કોઈ વ્યક્તિ તેના કામ માટે આગળ વધે સંપર્ક કરે ત્યારે જો આપણે તેને આડા આવીએ કે કામ તરફ લક્ષ ન સેવાઈ શકે એવું કરીએ તો એ ચોક્કસ નક્કી જ છે કે વ્યક્તિ કામ ને અથવા કામમાં આદશ લાવનાર ને છોડી ડે અથવા સફળતા મળે ત્યાં સુધી દૂર રહે.
આજ વાત સમજવામાં કેટલાક લોકો જીવન બરબાદ કરે છે.જેનું ઉદાહરણ સફળતા મેળવવા દ્યે જરૂરી છે એ રીતે હિમાએ આપણ ને આપ્યું છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી