‘મારી શાળા, મારું ગૌરવ’


     શિક્ષણ આજે દરેક જગ્યાએ ચર્ચાનો વિષય છે.રોજ નવીનતમ બાબતો સાથે શિક્ષણમાં કામ થાય તો જ પરિણામ મળી શકે છે.ચોક્કસ ધ્યેસ સાથેની એક શાળા ગાંધીનગર જીલ્લામાં આવેલ છે.શાળાનું નામ છે,કલોલ પ્રાથમિક શાળા નં-૯.આ શાળા એક પ્રગતિશીલ અને ઇનોવેટીવ શાળા તરીકે સમગ્ર રાજ્યમાં ઓળખ ધરાવે છે. ગ્રીન સ્કુલ અને ક્લીન સ્કુલ તરીકે આ શાળાની ઓળખ છે.છેલ્લા ત્રણ વર્ષ થી આ શાળાને સ્વચ્છતા એવોર્ડ પ્રાપ્ત કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ શાળા એટલા માટે ખાસ છે કે આ શાળાની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓનાં સર્વાંગીણ  વિકાસમાં મહત્વનું પ્રદાન કરી રહી છે.
                        શાળાના આચાર્યા પ્રીતિ ગાંધી.તેમણે એમ ફિલ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. સાંપ્રત શિક્ષણ ને સમજનાર આ શિક્ષિકા બેને જ્યારે શાળામાં કામ કરવાનું શરુ કર્યું ત્યારે તેમણે આધુનિક ટેકનોલોજી ને મહત્વ આપ્યુ. શિક્ષણમાં નવાચાર તથા ટેકનોલોજીને સ્થાન આપ્યું છે. વિદ્યાર્થીઓની સંકલ્પના સ્પષ્ટ કરી અભ્યાસક્રમને પોતાની શાળામાં નવતર રીતે અમલી બનાવી રહ્યાં છે.આ શાળા પરિવાર માને છે કે ‘દરેક વિદ્યાર્થી ‘જ્ઞાનનો સર્જક’ છે. વિધાર્થીમાંની વિવિધ શક્તિઓને જગાડી ચોક્કસ પ્લેટફોર્મ પૂરું પાડે છે. વિદ્યાર્થીઓને પાઠ્યક્રમ આધારે અનુભવો પુરા પાડવા માટે આ શાળા અનેક આયોજનો કરે છે. અહીના દરેક શિક્ષક શિક્ષક પોતાની ફરજ ને સહજ રીતે નિભાવે છે.. આ શાળામાં શિક્ષક વિદ્યાર્થીનાં માર્ગદર્શક તરીકે નજરે પડે છે. સાથે સાથે આ શાળામાં વિદ્યાર્થી પણ વિદ્યાર્થીના માર્ગદર્શક તરીકે અલગ પડે છે. શિક્ષણને વર્ગખંડની બહારના જીવાતા જીવન સાથે જોડી અનુભવો પુરા પાડવામાં આવી રહ્યા છે. આ શાળાની વિશેષતા એ કે અનેક પ્રોજેક્ટ,પ્રવાસ–પર્યટનો અને અન્ય મુલાકાતો આ શાળાની ખાસિયત છે.
                     શાળામાં અનેક વિષયોના તજજ્ઞોને બોલાવવામાં આવે છે.તજજ્ઞ ના વિવિધ અનુભવોનો લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તાજેતરમાં જ આ શાળાના વિદ્યાર્થીઓ એ દિલ્હીનો પ્રવાસ એક નવતર ઉદાહરણ છે. દિલ્હી સ્થિત રાષ્ટ્પતિભવન, રાજઘાટ, સંસદભવન અને ઇન્ડીયા ગેટના જેવા વિવિધ સ્થળની મુલાકાત લીધી.આ મુલાકાત જ નહિ સાથોસાથઆ બાબતો ને અભ્યાસક્રમ સાથે જોડાવાનું કામ થયું. આ પ્રવાસ ને અભ્યાસક્રમ સાથે સાંકળીને કરાવેલી મુલાકાતો એ શાળાની વિશેષતા છે.આવા પ્રવાસો અનેક સંસ્થાઓ અને દાતાઓના સહકારથી ચોક્કસ જોવા મળે છે. પ્રવાસમાં ફરવા સાથે રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ ધરાવતી શાળાની અહીં મુલાકાત લીધી. દિલ્હી ગ્રેટર નોયડા સ્થિત  જે.પી. ઈન્ટરનેશનલ સ્કુલ અને  લો-યુનિવર્સીટીની મુલાકાત લીધી. અહીં રૂબરૂ જઇ ત્યાનાં વિદ્યાર્થીઓ સાથે Cultural  Orientation કાર્યક્રમમાં જોડાયા,વિદ્યાર્થીઓને આવા વિશિષ્ટ અનુભવો પણ પુરા પાડવા માટે આ શાળા પરિવાર વિશેષ આયોજન કરે છે.
                   આ સાથે શાળામાં વિવિધ ઇનોવેટીવ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જે પૈકી કેટલીક બાબતો અંગે આપણે ચર્ચા કરીએ. આ શાળામાં ગ્રંથમંદિર, વાંચન પરબ, ખુશી રીડીંગ ગાર્ડન, સમયદાન, જ્યોતિ કાઉન્સેલિંગ સેન્ટર, રવિવારીય શિવાંગી વાંચન શિબિર, ઇ-બુક લાયબ્રેરી, સર્જનાત્મક લેખનની દિશામાં મુખ્ય છે. ગ્રંથમંદિર પ્રોજેક્ટ મુખ્ય છે.વાચન પરબ આ શાળાની ખાસ બાબત છે.શાળાના વાદળાને ફરતે ઓટલો બનાવ્યો.વડની આસપાસ સિમેન્ટનો ઓટલો બનાવ્યો.આ ઓટલા ઉપર બેસી વિદ્યાર્થીઓ વચન કએરતા હતા.ધીમે ધીમે ઓટલો નાનો પડતો ગયો. લોક સહકારથી આ આયોજન માટે ખુરશીઓ દાનમાં લેવાનું આયોજન કર્યું.લોક સહકારથી એ કામ સફળતા પૂર્વક સંપન થયું.આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અહી પુસ્તકો કાયમ ખુલ્લા રાખવામાં આવે છે.અહીં વિદ્યાર્થીઓ માટે તેમની વય-કક્ષા મુજબનાં વાર્તાના પુસ્તકો ખુલ્લામાં મુક્યાં.
સમયદાન  અંતર્ગત વાચન નો પ્રોજેક્ટ ખૂબ જ આયોજન સાથે આગળ વધી રહ્યો છે.આ શાળાના  ધોરણ ૬ થી ૮ નાં વાચનમાં ધીમું શીખતા વિદ્યાર્થીઓને એસએમસી અને અન્ય સ્થાનિક શિક્ષિત વ્યક્તિઓ ધ્વારા નિયમિત બે કલાક સમયદાન આપે તેવું આયોજન કરવામાં આવ્યું.સ્થાનીકોના સહકારથી વિદ્યાર્થીઓ ને શીખવવા માટે ખાસ આયોજન કર્યું.આજે આ શાળાના મોટાભાગના બાળકો શીખી શકે છે. શાળાની ઓછી વપરાશ વાળા સ્થળે લોકસહયોગ મેળવી ‘રીડિંગ ગાર્ડનનું સ્વરૂપ અપાયું છે. અંદાજે પાત્રીસ હજાર કરતા વધારે ખર્ચે બાળકોને ગમે એવી સુવિધા ઊહી કરવામાં આવી છે. શાળાની દીવાલોને પ્લાસ્ટર, ષષ્ટકોણીયો મુખ્ય ઓટલો,તેની આસપાસ ખુરશીઓ, કોટાસ્ટોનની ત્રણ બેઠકો, વૃક્ષને ફરતે ઓટલા, ઓટલા ઉપર દાનમાં મેળવેલ વાર્તાનાં પુસ્તકો.વાહ રે વાહ...મજા પડી જાય. ગાર્ડનને રંગરોગાન કરી સુંદર બનાવ્યો. વિદ્યાર્થીઓ સમિતિ સંચાલિત આ ગાર્ડનમાં, વિદ્યાર્થીઓ વિના રોકટોકસુવિધાનો ઉપયોગ થઇ શકે તેવી સગવડ પૂરી પાડવામાં આવી છે.. અન્ય મુલ્યવર્ધક પ્રવૃતિઓ જેવી કે પક્ષીઓને ચણ, પાણી અને પક્ષી માટે માળા વિદ્યાર્થીઓની સમિતિ દ્વારા બનાવવામાં અને તેને જાળવવામાં આવે છે.
 Little Library” શાળાનો સૌથી મહત્વનો કોન્સેપ્ટ છે. વિદ્યાર્થી શાળામાં માત્ર છ કલાક જ આવે છે બાકીના અઢાર કલાક કલાક તે પોતાના ઘેર રહે છે. વળી, જાહેર રજાઓ, વેકેશન કે વિદ્યાર્થી પોતે ગેરહાજર રહે ત્યારે આ કલાકો બેવડાય છે. વિદ્યાર્થી આ સમયનો કેવી રીતે ઉપયોગ  કરે? તે અંગે અમે વિચાર્યું છે. એલ્યુમિનિયમની ત્રીસ પેટીમાં વિદ્યાર્થીઓને વાંચવામાં રસ પડે તેવા પુસ્તકો મુક્યાં છે. દરેક પેટીમાં વાર્તા, સાહસકથા, જીવનચરિત્ર જેવા જુદા જુદા વીસ થી પચીસ પુસ્તકો છે. માસ પ્રારંભે વિદ્યાર્થીઓ આ ગ્રંથમંદિર ઘેર લઇ જશે, જે માસ આખરે પરત લઇ આવશે. તે દરમિયાન વિદ્યાર્થીના મમ્મી-પપ્પા, ભાઈ-બહેન તથા ઘરના અન્ય સભ્યો ગ્રંથમંદિરના પુસ્તકો વાંચશે તથા વિદ્યાર્થી આસપાસનાં ઘરોમાં ઇસ્યુ પણ કરશે. દરેક ગ્રંથમંદિર નંબર આપેલાં છે. એક નંબરની ગ્રંથમંદિર લઇ જનાર વિદ્યાર્થીઓ હવે ગ્રંથમંદિર બદલશે. આમ, છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી, આઠ પાસ કરીને જાય ત્યાં સુધી, પોતાને પોતાનું એક નાનકડું પુસ્તકાલય હોય તેવું અનુભવી શકશે. શાળામાં આવા 224 ગ્રંથમંદિર છે. જે શાળા અન્ય શાળાને પણ આપી રહી છે. ગાંધીનગર જિલ્લામાં આવા 46 ગ્રંથમંદિર જુદી જુદી શાળાઓને આપેલા છે. એવા પુસ્તકો જેની કિંમત વધારે હોય  અને ખરીદી ન શકાય તેવા પુસ્તકો કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી વિદ્યાર્થીઓને વંચાવવામાં આવે છે.

            દાતાઓ દ્વારા મળેલા પુસ્તકો રવિવારે શાળામાં ખુલ્લા મુકવામાં આવે છે. જેનો લાભ શાળાના બાળકો, શિક્ષકો તથા અન્ય શાળાના બાળકો તથા શિક્ષકો લઇ શકે છે. વિદ્યાર્થીઓને મૌલિક લેખન માટે પુરતી સામગ્રી તથા સાહિત્ય મળી રહે તે માટે લેખન કોર્નર વિકસાવેલા છે. જેમાં જુદા જુદા ફોરમેટ જેમકે અધુરી વાર્તા છોડવી ચિત્રો ચોટાડીને લખવું. ચોટાડેલા  ચિત્રો વિષે લખવું. કાવ્ય પંક્તિનો વિચાર-વિસ્તાર કરવો વગેરે ફોરમેટો લેખન કોર્નર માં મુકેલા છે. શાળામાં ધોરણ-8 ભણીને અન્ય શાળામાં ગયેલા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન, સ્ટેશનરી, પુસ્તકો તથા અન્ય રોકડ રકમની મદદ માટે કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના આ શાળામાં કરવામાં આવે છે.  શહેરી વિસ્તારની ઓછી જમીનમાં ઔષધબાગ, કિચનગાર્ડન વિકસાવા આ શાળામાં ખાસ આયોજન કરી સફળતા પૂરાવ કિચન ગાર્ડનને તૈયાર કરવામાં આવેલ છે. પર્યાવરણને નુકસાનન કારક વસ્તુઓ જેવી કે ટાયર, પાણીની બોટલ, ગટરનાં પાઈપ વગેરેના સર્જનાત્મક  ઉપયોગ વડે શાળામાં વિશેષ રૂપે વૃક્ષારોપણ કરવામાં આવેલું છે. શાળાના શિક્ષકો તથા એસ.એમ.સી.ના સભ્યોને સાથે રાખી આશાલાના શિક્ષકો અન્ય નવતર શાળાઓમાં લઇ જઈ શું નવું કર૯ઇ શકાય તે માટે સતત ચિંતિત જોવા મળે છે.શાળા પરિવાર ધ્વારા લેવાયેલ મુલાકાત ને અંતે આ શાળાની ચોક્કસ બાબતો ને આ શાળામાં અમલ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સ્કીલને બહાર લાવવા શાળામાં વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓનું વિશેષ આયોજન થાય છે.આ કામ માટે શાળા પરિવાર અને એસએમસી સભ્યો ખાસ રસ લી આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવે છે. આમ, આ શાળાએ આજે અનેક પ્રતિષ્ઠિત નાગરીકો, સેવાભાવી સંસ્થાઓ અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સારી એવી પ્રગતિ કરી છે. અનેક એવોર્ડસ જીતી ઉત્તમ ઉદાહરણ આ શાળાએ પૂરું પાડ્યું છે. વાચન પેટી કે મારી લાયબ્રેરી ને નામે અનેક સંસ્થાએ આ વિચાર અમલી બનાવતા એ વિચાર ને  લીમ્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ, અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
પ્રીતિ ગાંધી
કલોલ પ્રાથમિક શાળા નંબર:૯
કલોલ. ગાંધીનગર
૦૯૫૮૬૬૪૫૮૭૨ Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી