તું બસ તું...
નાના પાટેકર.
એક અદના અદાકાર.
મને ગમતા કલાકાર પૈકી એક અભિનેતા.એક ઉત્તમ ચિત્રકાર,સ્કેચર અને કાર્ટૂનિસ્ટ.મુંબઈ બ્લાસ્ટ વખતે આરોપીના સ્કેચ બનાવવામાં નાના પાટેકર દ્વારા મુંબઇ પોલીસ ને સહયોગ કર્યો હતો. ફિલ્મમાં નાના પાટેકર અને પત્રકારમાં રજત શર્મા.રજત શર્મા મને નાના પાટેકર જેટલા જ પસંદ છે.ઇન્ડિયા ટીવી ઉપર આપકી અદાલત કાર્યક્રમ આવે છે.વર્ષોથી હું તે જોવું છું.મને ગમે છે.કેટલાક દિવસો પહેલા નાના પાટેકરને આપકી અદાલતમાં બોલાવવામાં આવ્યા.અહીં એમણે સરસ વાત કરી.એક સુંદર વક્તા અને અદભુત અવાઝના માલિક શ્રી નાના પાટેકર દ્વારા અનેક ફિલ્મના સંવાદ બોલવા ઉપરાંત કેટલીય બાબતોની અહીં ચર્ચા કરવામાં આવી.માધુરી દીક્ષિત માટે અહીં નાના એ એક વાત કરી.જેમાં એમણે એક સંવાદ બોલી સંભળાવ્યો. એ ઇન્ટરવ્યૂ જોવામાં મજા પડી.મને મજા પડી એક તું વાળો સંવાદ સાંભળવામાં.એ મને ગુજરાતીમાં લખવાનું મન થયું.કશું જ યાદ ન હતું.ફિલ્મનું નામ કે એવું કોઈ જ વિગત યાદ નથી.યાદ છે નાના દ્વારા બોલાયેલ પેલી હિન્દી કવિતા.મનેય એવું લખવાનું મન થયું.મેં અહીં એ પેટનમાં ગુજરાતી લખ્યું છે.નાના પાટેકરની બોલાયેલ વિગતનો એક શબ્દ નથી.હા,વિચાર એમાંથી આવ્યો હતો.આ મારું લખાણ...
નીચે તું.
ઉપર તું.
પાછળ તું.
આગળ તું.
વિચાર તું.
આચાર તું.
વાત તું. સંવાદ તું.
મારો પ્રત્યેક શ્વાસ તું.
અંદર તું.
બહાર તું.
વાત તું વ્યવહાર તું.
આસપાસ બસ તુજ તું.
આંખ હું ને દૃશ્ય તું.
ઉડાન હું ને નભ છે તું.
ન દેખાય તો અંધારું તું.
દેખાય ત્યાં છે પ્રકાશ તું.
સંસ્કાર તું.
સંસ્કૃતિ તું.
જીવવા માટેનું કારણ તું.
મારવા માટેનું મારણ પણ તું.
તું છે તો હું છું.
હું નથી તોય છે તું.
મારા વગર નથી પૂર્ણ તું.
મારી પૂર્ણતામાં બસ એક તું.
જોડે તું.
પાસે તું.
નજીક તું.
દૂર પણ તું.
બે હિસાબ તું.
બે ખોફ બસ તું.
ભરચક પણ તું.
છલોછલ પણ તું.
બસ..
તું તું તું તું ને બસ તું.
તું આવે તો તું.
તું ન આવે તો તું.
મારું માને તોય તું.
મારું ન માને તોય તું.
છે મારૂ જીવન તું.
છે, મરણ મારું જ તું.
જીવન છે તું.
કવન છેતું જ તું.
સૂરજ હું ને તાપ તું.
અંધારું હું ને તારા તું.
નફરત હું ને બસ, પ્યાર તું.
ગુસ્સો હું ને વિશ્વની શાંતિ તું.
જીવનમાં એક ભાગ તું.
જીવન હોવાનો અહેસાસ તું.
આપે અનહદ મને વિશ્વાસ તું.
મારા દરેક શ્વાસમાં બસ તું જ તું.
મારો જ પ્રેમ તું.
મારો જ વહેમ તું.
મારી જાત તું.
મારી વાત તું.
મારું નામ તું.
બહુમાન પણ તું.
જીવવા માટે બસ કારણ તું.
મરવા માટેનું મારું મારણ તું.
હવે કાયમ મારું જીવન છે તું.
નામ છે બસ,પણ પાછળ મારા તું.
કરીલે વ્હેમનો દીવો તું.
પ્રેમ ને આપણા પ્રગટાવીશ તું.
કરે છે જે આજે મારી સાથે તું.
કારણ ખૂબ પ્રેમ મને કરે છે તું.
મારો તો શ્વાસ છે તું.
મારો તો વિશ્વાસ છે તું.
જીવવા માટે કારણ બસ તું.
જીતવા માટેની જીદ પણ તું.
વાત કરે તું.
પ્રેમ કરે છે તું.
વિશ્વાસ રાખ તું.
નોખા શ્વાસ રાખ તું.
છોડવા માટે એક કારણ તું.
મને મારનારનું મારણ બસ તું.
તને પૂછી જો જાતે જ તું.
તું...તું...તું..બસ તું જ તું.
હું છું તોય છે તું.
હું નથી તોય તું.
મારા પાછળ તું.
મારી સાથે પણ તું.
અને તું.
ગુસ્સો તું.
સ્નેહ પણ તું.
વ્હાલ તું.
બબાલ પણ તું.
જાત તું.
ભાત તું.
વ્યવહાર તું.
વિશ્વાસ તું.
લવ તું...ભવ તું...
આવ તું.આવકાર તું.
બસ...જ્યાં જોવું ત્યાં તું જ તું.
બસ... ન દેખાય તોય બસ એક તું.
આ લખ્યું.પાછું આજે અહીં લખતા પહેલા થોડું મઠારી જોયું.આ મને ગમ્યું અને કાયમ શોધતાં અટકાય એ માટે આપ સૌ સામે બ્લોગમાં મૂકી દીધું.
@#@
હું...
તારો જ હું.
Comments