ધૂમકેતુની પોસ્ટઓફિસ...

મારા મિત્ર.
રહીમ કનોજીયા.
અમરેલીના એક અદના શિક્ષક.કાયમ શિક્ષણમાં નવતર કામ કરવા તે પ્રયત્ન કરે.મોટેભાગે તે સફળ થાય છે. સફળતા માટે નહીં પણ તે કાયમ અન્યને સહાય માટે પ્રયત્ન કરે છે. કેટલીય વખત એવા ફોટો અને વિગત મોકલે કે વારંવાર વાંચવાનું મન થાય. છેલ્લા એક દાયકાથી સંભળાતો શબ્દ એટલે દિકરીતો વ્હાલનો દરિયો. દીકરી બચાવો અને દીકરી બજાનાવો. આવી વાતો આજે સાંભકિએ છીએ. અહીં તસવીર આપેલી છે. આ તસવીર  ગોંડલમાં આવેલ જૂની રાજાશાહીના સમયની છે. 

રાજાના સમયમાં એ જમાનાની પોસ્ટઓફિસનો આ ફોટો છે. વિશ્વવિખ્યાત વાર્તાકાર અને ગોંડલના પનોતા પુત્ર  એવાં ગૌવરીશંકર જોષી 'ધુમકેતુ' .તેમનો જન્મ વીરપુર ખાતે થયો હતો. ગોંડલની  સંગ્રામશિંહજી હાઇસ્કુલમાં તેઓ શિક્ષક હતા. આ વખતે તેઓ ભગવતપરા: 9 ખાતે દાળેષ્વર પ્રસાદ મકાન મા રહેતા હતા. એમણે  લખેલ ટૂંકીવાર્તા "પોસ્ટઓફિસ" જેને વિશ્વમાં ટુંકીવાર્તાનું પ્રથમ ઇનામ મળ્યું હતું. દુનિયાની નજરે આ વાર્તા હતી.ખરેખર એક અલી ડોસો અને તેની સાસરે વાળાવેલ દીકરી મરિયમ વચ્ચેના સંવેદનાની સાચી ઘટનાં હતી. ગોંડલ રાજમાં નોકરી કરતો અલી રાજ્યમાં શીકારી તરીકે ઓળખ ધરાવતો હતો. તે તેતરના બચ્ચા ને મારી નાંખતો. આ સમયે તેતર તડફડે એ જોઇ તેને  આંનદ આવતો હતો. દીકરી  બાદ અલીડોસા એ શીકાર કરવું છોડી  દીધું.

અલીડોસો તેની દીકરીને સાસરે વાળાવ્યા પછી કોઈ વાવડ ન હોવાથી ગુદાળા દરવાજાથી પોસ્ટરમાં દેખાતી આ  જુની પોસ્ટ ઓફિસે રોજ આવતો તે દીકરીની ચિઠ્ઠી આવી કે નહીં તે પૂછવા અહીં આવતો હતો. તેમના જમાઇ લશ્કરમાં પંજાબ બાજુ નોકરી કરતા હતા. ચિઠ્ઠી નથી આવી. આવું કહીં પોસ્ટમાસ્તર ના પાડે એટલે તે નિરાશ થઈ ને પાછો ફરતો. આવી રીતે લાંબો સમય તે ચિઠ્ઠી માટે આવ્યા. કેટલાક સમય પછી તે પોસ્ટઓફિસ આવતો બંધ થયો. હકીકતે તે મૃત્યુ પામ્યો હતો. તેના મરણ પછી થોડાં સમય બાદ તેની દીકરી મરિયમ ની ચિઠ્ઠી આવે છે. પોસ્ટમાસ્તર તેને રૂબરૂ આપવા જાયછે ત્યારે તેને ખબર પડેછે કે અલીડોસો મૃત્યુ પામ્યો છે. ઉપરોક્ત સાચી ઘટનાની સાક્ષી એવી નીચેની તસવીર છે.આજે પણ રાત્રિની નીરવ શાંતિમાં પોસ્ટઓફિસની આજુબાજુના કચરામાં અલીડોસો તેની દીકરીની ચિઠ્ઠી ગોતતો હોઈ તેવો કેટલાયને ભાસ થાય છે.પોસ્ટરમાં જર્જરીત થઈ ગયેલ પોસ્ટઓફિસે બિલ્ડીંગ ની છે.

@#@
દીકરી ને શું ખબર કે બાપ ને શું લાય છે.એને મન પપ્પા એટલે જાને એની દુનિયા. ક્યારેક જોયેલું કે સાંભળેલું ખોટું હોય. બાપ ક્યારેય દીકરી માટે ખોટો તો ન જ હોય.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી