વિવેકાનંદ: :પત્ર અને વેદના

સ્વામી વિવેકાનંદ.સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મને ઓળખ અપાવનાર વિવેકાનંદ.એમનું સાચું નામ નરેન્દ્ર.તેમનું બાળપણ ખરેખર વાંચવા લાયક છે.એમના કર્યો તો વિવેકાનંદને નામે આપણે જાણીએ જ છીએ પણ નરેન્દ્ર તરીકેનું જીવન ઓછું ભવ્ય ન હતું. દેશ વિદેશના લોકોની સાથે વિવેકાનંદ પત્ર વ્યવહાર કરતા.એવો જ એક પત્ર, સ્વામીવિવેકાનંદજીનો પ્રેણાદાયી પત્ર આપને વાંચવો ગમશે. સ્વામીવિવેકાનંદ જી શિકાગો હતા.શિકાગો થી તેમણે ૨૯ જાન્યુઆરી ૧૮૯૪ ના રોજ દીવાન સાહેબશ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈનેં લખેલો આ પત્ર છે. મને આ પત્ર શ્રી લાલભાઈ દેસાઈ એ મોકલ્યો છે.જે ડીસા ખાતે શિક્ષક તરીકે રાષ્ટ્ર સિંચન કરવામાં મશગુલ છે.
તો પત્રની વાત...

પ્રિય દીવાનજી સાહેબ.

આપનો પત્ર મને થોડા દિવસ પહેલાં જ મળ્યો. આપ મારી દુઃખિયારી મા અને ભાઈઓને મળવા ગયા હતા તે સાંભળી પ્રસન્નતા થઈ. આપે મારા હૃદયના એકમાત્ર કોમળસ્થાનને સ્પર્શ કર્યો છે. દીવાનજી આપે જાણવું જોઈએ કે હું કોઈ પથ્થર હૃદય પશુ નથી દુનિયામાં જો હું કોઈને પ્રેમ કરૂ છું તો તે મારી માતાને. એટલા માટે જ મારા સામે એકબાજુ હતું ભારત તથા આખી દુનિયાના ધર્મોના વિષયમાં મારા કલ્પિત સ્થાન અને એ લાખો નર-નારીઓ પ્રત્યેનો મારો પ્રેમ જેઓ યુગોથી ડૂબતા જઈ રહ્યા છે. તેમને મદદ કરવા વાળું કોઈ નથી. એટલું જ નહીં તેમની સામે કોઈ ઘ્યાન પણ નથી આપતું અને બીજી બાજુ હતા મારા પ્રિયજનો. પરંતુ નિક્ટસ્થ અને પ્રિયજનોને દુ:ખી કરવાનું મેં પહેલું પસંદ કર્યું. બાકીનું બધું ભગવાન સંભાળી લેશે. અગર જો મને કોઈ વાતનો વિશ્વાસ છે તો એજ કે ભગવાન મારી સાથે છે. જયાં સુધી હું નિષ્કપટ છું ત્યાં સુધી મારો કોઈ વિરોધ કરી શકશે નહીં કારણકે પ્રભુજ મારો સહાયક છે. ભારતમાં કેટલાય લોકો એવા હતા જે મને સમજી શક્યા નહી અને તે દુખીયારા સમજી પણ કેવી રીતે શકે ? કારણ કે ખાવા-પીવાની દૈનિક ક્રિયાઓ છોડી તેમની દ્રષ્ટિ ક્યારેય આગળ વધી નહી. તમારા જેવા કોઈ કોઈ ઉદાર હૃદયી મનુષ્ય મારા ગુણગ્રાહી છે એ હું જાણું છું. ભગવાન તમારું ભલું કરે. મારી કદર થાય કે અપમાન, મેં તો આ નવયુવાનોનું સંગઠન કરવા માટે જન્મ લીધો છે. એટલું જ નહીં, દરેક નગરમાં સેંકડો લોકો મારી સાથે જોડાવા તૈયાર છે અને  હું  ઈચ્છું છું કે તેમને કયારેય ન રોકાનાર ગતિશીલ તરંગોની જેમ ભારતમાં ચારેબાજુ મોકલું જે દીનહીન અને પદદલિતોના બારણે જઈને સુખ ,નૈતિકતા અને ધર્મનું શિક્ષણ આપે. અને આ હું કરીશ અથવા મરીશ. 
પ્રત્યેક મનુષ્ય તથા રાષ્ટ્રને મહાન બનાવવા માટે ત્રણ વસ્તુઓ આવશ્યક છે. (૧) સદાચારની શક્તિમાં વિશ્વાસ (ર) ઈર્ષ્યા અને સંદેહનો પરિત્યાગ (3) જે સત્કર્મ કરવામાં પ્રયત્નશીલ છે તેને મદદ કરવી.
એવું કયું કારણછે કે હિન્દુરાષ્ટ્ર પોતાની અદભૂત બુદ્ધિ અને અનેક ગુણોથી યુક્ત હોવા છતાં ટુકડે ટુકડા થઈ ગયું. હું તેનો જવાબ આપીશ ”ઈર્ષ્યા”. ક્યારેય પણ કોઈ જાતિ એકબીજા તરફ ક્ષુદ્રભાવથી ઈર્ષા કરવા વાળી ન હોય તેવી આપણી હિન્દુજાતી છે અને જો તમે ક્યારેય પશ્ચિમી દેશોમાં જશો તો તમને આનો અભાવ ને અનુભવ સૌથી પહેલો થશે. 
ભારતમાં ત્રણ માણસો એકસાથે મળીને પાંચ મીનીટ સુધી પણ કોઈકામ કરી શકતા નથી. દરેક મનુષ્ય પોતાનો અધિકાર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અને અંતમાં આખા સંગઠનની દુર્દશા થાય છે. ભગવાન -ભગવાન કયારે આપણે ઈર્ષ્યા કરવાનું છોડીશું ? આવા રાષ્ટ્રમાં ખાસ કરીને બંગાળમાં,  એવા વ્યક્તિઓનું એક સંગઠનનું નિર્માણ કરવું જે પરસ્પર મતભેદ હોવા છતાં અટલ પ્રેમ સૂત્રયી બંધાયેલા હોય. શું આ આશ્ચર્યજનક વાત નથી ? આ સંઘ ક્રમશઃ વધતો જશે. શાશ્વત શક્તિ અને સમુન્નતીથી સંબંધિત આ અદભૂત ઉદારતા આખા ભારતવર્ષમાં ફેલાઈ જશે.  ઘોરઅજ્ઞાન, દ્વૈષ, જાતિભેદ, અંધવિશ્વાસ અને ઈર્ષ્યા  વગેરે હોવા છતાં, જે આ રાષ્ટ્રની  પૈતૃક સંપત્તિ છે તે ઉદારભાવ આ રાષ્ટ્રમાં સંજીવની શક્તિનો સંચાર કરશે અને તેના રોમ રોમમાં સમાઈ જશે. ‘સાર્વભૌમ નિરાશાના આ મહાસમુદ્રની વચ્ચે આપ ગણ્યા ગાંઠચા ઉદાર ચરિત્રોમાંથી  એક છો. જેઓ ચટ્ટાનની જેમ અડગ ઉભા રહે છે. 
પ્રભુ સદા સર્વદા તમારું કલ્યાણ કરે.
સદૈવ આપનો શુભ ચિંતક
વિવેકાનંદ


બોલો...એ વખતેય ભારતમાં આવું જ હતું.વિવેકાનંદ ની વાત જાણે થોડા દિવસ પહેલા લખાઈ હોય એવું લાગે છે.શું ત્યારથી આજ સુધી કોઈ સુધારો નથી.

@#@
મને કોઈએ થોડા દિવસ પહેલાં કીધું કે વિવેકાનંદ વિશે એક વાર્તા લખી આપો.મેન કીધું મારાથી એમના એકેય જીવનની વાર્તા તો ન જ બની શકે. ભવ્ય જીવન વાર્તાથી નહીં જ સમજાય એવું હું સમજુ છું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી