સાચું શું...
કેટલીક બાબતો જોઈએ.
આ વિગતો ને આધારે આપણે જ નક્કી કરીએ કે શું કરવું જોઈએ.સમય સાથે કદમ મિલાવનાર જ સફળ થાય છે.આ માટે બે બાબતો જોઈએ.
પહેલી વાત એ કે નોકિયાએ એન્ડ્રોઇડ ના સ્વિકાર્યુ. સાથે બીજી વાત એ કે યાહૂએ ગુગલને નકારી દીધી. આ બે વાર્તા કે વાર્તાઓ પુરી થઇ. આ બે વાર્તાઓ માં શું શીખ્યા?
આ બે સત્ય બાબતો ને આધારે નીચેની બાબતો સમજી શકાય.
● જોખમો લો.
● બદલાવને સ્વીકારો
● તમે સમય સાથે બદલતા નથી તો તમે નાશ પામી શકો છો.
આ સાથે બીજી બે વાર્તાઓ જોઈએ.
1. ફેસબુકે વોટસ્ અપ અને ઇન્સટાગ્રામ ખરીદી લીધી.
2. ફ્લિપકાર્ટે મંત્રા ખરીદી લીધી અને ફ્લિપકાર્ટે ખરીદેલ મંત્રાએ જબોંગ ખરીદી લીધી.
આ બે બીજી વાર્તાઓ પણ પુરી થઇ.બોલો શું સત્ય...સાથે શું શીખ્યા?
● તમારા પ્રતિસ્પર્ધીઓને તમારા સાથીદાર બનાવી બને તેટલા વધુ શક્તિશાળી બનો.
● ટોચ સુધી પહોંચો અને પછી સ્પર્ધા ના કરશો.
● હંમેશા નવુ નવુ અપનાવતા રહી નવું શિખતા રહો.
આ ઉપરાંત આવી જ બીજી બે બાબત જોઈએ.
1. કર્નલ સેન્ડર્સે 65 વર્ષની વયે કેએફસી(KFC) ની સ્થાપના કરી હતી.
2. જેકમા, જેમને કેએફસી(KFC) માં નોકરી ના મળી, અને અલીબાબા કંપની શરૂ કરી. આ બે વિગત કે વાર્તાઓ પુરી થઇ
બોલો ...શું શીખ્યા?
● ઉંમર એ ફક્ત એક આંકડો છે.
● માત્ર તે જ સફળ થાય છે જે સતત પ્રયત્નો કરતાં રહે છે.
અને છેલ્લે એક વાત જે નક્કી કરવા જેવી છે.
લમ્બોર્ગીનીની સ્થાપના એક ટ્રેક્ટરના માલિકે બદલો લેવાની ભાવનાથી કરી હતી. કારણ કે તેમનુ અપમાન ફેરારીના માલિક એન્ઝી ફેરીરીએ કર્યુ હતુ. વાર્તા પુરી થઇ.
શું શીખ્યા?
● ક્યારેય કોઈપણ વ્યક્તિને નાનો ન સમજશો!!
● સફળ થઇ ને સાબિત કરવુ એજ શ્રેષ્ઠ બદલો છે.
આ સાથે એમ પણ કહેવાય કે...
◆ સખત મહેનત કરો!
◆ તમારા સમયનું યોગ્ય રોકાણ કરો!
◆ શું તમે કામ માં ખુશ છો!
◆ નિષ્ફળતાથી ગભરાશો નહી!
આવું બધું ગણું વાંચવા સામે આવે છે.કેટલુંક ગમતું નથી.કેટલુંક પસંદ નથી.બોલો એમાં કોનો વાંક.
@#@
સફળતા કોઈના કહેવાથી નહીં,સખત પરિશ્રમ અને નવ વિચારથી જ આવે છે.
Comments