કલામ સર : ઇફતાર

અબ્દુલ કલામ.
સિર્ફ નામ કાફી હૈ.
ભારત રત્ન,મિસાઈલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ. રાષ્ટ્રપ્રેમી અને વિચારક અબ્દુલ કલામ.એમનો ફોટો ઘરમાં રાખવો ગમે.હું એમને 5 વખત નજીક થી જોઈ અને મળી શક્યો છું.મારા માટે એ જાણે જન્નત છે.એમની સાથેના મારા ફોટો ક્યારેય શેર કર્યા નથી.કદાચ એ યોગ્યતા મારી ન હોવાનું માનું છું.રમજાન મહિનામાં ઇફતાર નું આયોજન થાય.રાજકીય પક્ષો અને સૌ કહેવાતા મોટા માથા ઇફતાર પાર્ટીનું આયોજન કરે અને વધુ મોટા થવા મહેનત કરે.આવું કરે એ કલામ નહીં.
આ વાત ક્યાંક વાંચેલી છે.આ વર્ષ 2002ની વાત છે.
ડો.એ.પી.જે. અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિનો હોદો સંભાળ્યો અને થોડા સમય બાદ પવિત્ર રમઝાન માસ આવ્યો. વર્ષોથી રાષ્ટ્રપતિ ભવનની એક પ્રણાલીકા રહી છે કે રમઝાન માસમાં ભારતના રાષ્ટ્રપતિ દેશની ગણમાન્ય મોટી-મોટી હસ્તીઓને ઇફતાર પાર્ટી આપે.
આ વખતે તો રાષ્ટ્રપતિ પોતે જ મુસ્લીમ હતા એટલે રમઝાનની ઇફતારનું જોરદાર આયોજન કરવાનું રાષ્ટ્રપતિ ભવને નક્કી કર્યુ. ડો.કલામે એમના મિત્ર જેવા પી.એમ.નાયરને કહ્યુ, "આ ઇફતાર પાર્ટીમાં તો બધા ધનિક લોકો જ આવે. એ લોકોને જમાડો કે ન જમાડો એનાથી શું ફેર પડવાનો. આપણે ઇફતાર પાર્ટી કરીને આવા ધનવાનોને નથી જમાડવા એ તો રોજ સારુ-સારુ જમે જ છે. આપણે અનાથાલયના બાળકોને સરસ ભોજન કરાવીએ. તમે તપાસ કરો કે ઇફતાર પાર્ટીનું આયોજન કરીએ તો એનો કેટલો ખર્ચો થાય ?"
પી.એમ.નાયરે આ બાબતે તપાસ કરી અને ડો.કલામને કહ્યુ,"સર, ઇફતાર પાર્ટી માટે લગભગ 22 લાખ જેટલો ખર્ચો થાય". ડો.કલામે કહ્યુ, "તમે ટીમ બનાવો અને અનાથાલયોના બાળકો માટે કપડા, ધાબળા, મિઠાઇ વગેરેની વ્યવસ્થા કરાવો. આપણે નાના-નાના બાળકોને રાજી કરવા છે. બાળકો રાજી થશે તો અલ્લાહ રાજી જ છે. ગરીબ ઘરના બાલકોની ખુશી એ જ આપણા માટે ઇફતાર પાર્ટી."
આવું જ આયોજન એમને રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પહેલા બાલ દિન મા કર્યું હતું.આખા ભારતના દરેક રાજ્યમાંથી 10 બાળકોની પસંદગી કરાઈ હતી.સરકારી શાળાના અને અન્ય તેજસ્વી ભારતના બાળકોને રાષ્ટ્રપતિ ભવનમાં નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

@#@
2022 નું કલામ સરનું સ્વપ્ન આપણે પૂરું કરી શકીએ તો જ એમને આપણી અંજલિ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી