અનોખું મંદિર

અંકુર વિદ્યા મંદિર.વિશ્વ પ્રસિદ્ધ ફરગ્યુસન કોલેજના કેમ્પસમાં આવેલું એક નવતર સંકુલ.એક શૈક્ષણિક સંકુલ જણાઈ આવે એવું સાદું છતાં પ્રભાવી સ્થળ.અહીં પ્રવેશતાં જ માધુરી દેશપાંડે દ્વારા 1988 માં પૂણેમાં સ્થપાયેલી  એક અનોખી શાળા જોવા મળે.આ એક એવી  સંકલિત શાળા છે, જે તમામને સમાન તકના હક્કની ખાતરી આપે છે.સૌને જરૂરિયાત મુજબ અનુભવો પુરા પાડે છે.આ  સાથે શૈક્ષણિક વ્યવસ્થામાં ક્રાંતિ લાવવામાં પણ વિશ્વાસ ધરાવે છે.માધુરી દેશપાંડે આ માટે  માને છે કે દરેક બાળકને શિક્ષણનો અધિકાર છે અને ત્યારથી તે શિક્ષણમાં સમાનતા માટે કાર્યરત છે.શિક્ષણમાં 'સમાવેશન' પર આધારિત સમાજનું સર્જન કરવાના તેના ધ્યેય સાથે તેઓ કામ કરી રહ્યાં છે. આ સંકુલનું શૈક્ષણિક કામ પણ અનોખું છે. અહીં વિદ્યાર્થીઓને એવી દ્રઢ માન્યતા સાથે અનુભવો પુરા પાડવામાં આવે છે કે તેમને પુનર્વસન માટે સમાન અને વિપુલ તક મળે. જો દિવ્યાંગ બાળકો આર્થિક સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તે જરૂરી છે.આ વિદ્યાર્થીઓ સમાજને ચલાવવા સક્ષમ હોય છર.અન્યને તેઓ સહયોગ કરવામાં પણ સક્ષમ બને તેવી રીતે અહીં શિક્ષણ કાર્ય થાય છે. આ અંકુર વિદ્યામંદિર વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસ   માટે વિવિધ અભ્યાસિક તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરે છે.અથવા આ માટે જરૂરી વાતાવરણ પૂરું પાડે છે.
      
આ સંકુલની બીજી વિશેષતા એ છે કે અહીં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની પાબંદી કે નિયમો નથી. આ પ્રકારે તે છેલ્લા 27 કરતાં વધારે વર્ષોથી કાર્ય કરે છે જે તેમનું વિશિષ્ટ લક્ષણ છે. આવા કારણે અને તેને પરિણામે, તે વિવિધતા ધરાવતા જૂથમાંથી આવતા  વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે. અહીં વિશેષ જરૂરિયાત ધરાવતાં, ચોક્કસ રીતે વિશેષ અને  સામાજિક રીતે વંચિત અને ગંભીર પડકારવાળા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે.

આ માટે કહી શકાય કે અંકુર વિદ્યાલયમાં સંકલિત શિક્ષણ મુખ્ય અને આધારભૂત છે. જે આ  બાળકોને, ભૌતિક, બૌદ્ધિક, સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય અથવા અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વગર તમામ બાળકોને શીખવાની સગવડ આપે છે.દિવ્યાંગ એવા  ચોક્કસ અપંગતા ધરાવતા અને તેજસ્વી બાળકો, મજૂર બાળકો, દૂરથી આવતા કે  આદિવાસી વિસ્તારના બાળકોને પ્રવેશ મળે છે.ભાષા,પ્રાંત,ધર્મ કે વંશીય અથવા સાંસ્કૃતિક લઘુમતી વાળા બાળકો અને અન્ય વંચિત જૂથના બાળકોનો સમાવેશ થાય છે.

એ.વી.એમ એવી ધારણા સાથે કામ કરે છે કે લગભગ તમામ વિદ્યાર્થીઓ પ્રારંભિક તબક્કામાં સામાન્ય વર્ગખંડમાં શરૂ કરે છે, અને તે પછી, તેમની જરૂરિયાતોને આધારે વધુ પ્રતિબંધિત અને વિશિષ્ટ વાતાવરણમાં આગળ વધવું. સંકલિત શિક્ષણમાં સંકળાયેલા પડકારોને પહોંચી વળવાનો શ્રેય AVM તાલીમબધ્ધ , સંવેદનશીલ અને સમર્પિત શિક્ષકો અને સંસ્થાના અન્ય કર્મચારીઓને આપે છે.

આવા નવતર કાર્ય સાથે છેલ્લા અઢી દાયકા કરતાં વધારે સમયથી એક નવતર પ્રકારની શાળાનું સંચાલન અને અનેકો ને પગભર કરવા માટે આજીવન મિશનરી એવા માધુરી દેશપાંડે ને સૃષ્ટિ સન્માન આપી દિવ્યાંગો માટે કાર્યરત રાષ્ટ્રની અનેક સંસ્થાનું સન્માન કર્યાનું ગૌરવ અનુભવે છે.

@#@
દરેકમાં શીખવાની ધગશ ઊભી કરી શકાય તો જ દરેક ને શીખવી શકાય.
સૃષ્ટિ 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી