Samarth
આધુનિક સમય સાથે કદમ મિલાવવા જરૂરી થઈ પડે છે.આજના આ યુગમાં વ્યબસાઈક સજ્જતા માટે પણ આ બાબત એવી જ લાગુ પડે છે. વ્યવસાયમાં આવતી સમસ્યાઓ અને તેના ઉકેલ મળે તો આ મુજબ કામ કરનાર તૈયાર જ છે.આવી પહેલ કે વિચાર ને સાકાર કરવાની શરૂઆત થઈ ગઈ છે.
અગાઉ 'સેતુ' ને નામે સમગ્ર ગુજરાતના એચ ટેટ આચાર્ય શ્રીઓની તાલીમનું આયોજન થયું હતું.આઇઆઇએમ અને ગુજરાતના વિવિધ સ્થળે તેનું આયોજન થયું હતું.આવું જ એક મોટું કામ સર્વ શિક્ષા અભિયાન અને આઇઆઇએમ અમદાવાદ દ્વારા હાથ ધરવામાં આવશે છે.સમગ્ર ગુજરાત ને આવરી લેતા આ આયોજન ને આપણે સમર્થ ને નામે ઓળખીશું.
"સમર્થ" જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી તે સમર્થ થોડા દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવેલ છે. આપના મોબાઈલ પર આઇઆઇએમ માંથી એક મેસેજ આવશે. આ મેસેજમાં લોગીન કરવા માટેની લિંક, રજીસ્ટ્રેશન માટેનો આપનો મોબાઈલ નંબર, પાસવર્ડ અને સાથે ટીચર કોડ હશે.આઇઆઇએમ દ્વારા આપવામાં આવેલ વિગતે આધારે જ લોગીન કરવાનું રાખવું.
આ કામ માટે એટલું સચોટ આયોજન કરવામાં આવ્યું કે સવારના દસ વાગ્યા પછી દર ત્રીસ મિનિટ ના અંતરે ત્રણ હજાર શિક્ષકમિત્રોને મેસેજ પાસ થાય.આ રીતે એક દિવસમાં ૧૯૦૦૦ શિક્ષકોને આ મેસેજ પહોંચાડવામાં આવ્યો. ગ્રુપ A અને B ને આજે રજીસ્ટ્રેશન મેસેજ અલગથી મોકલવામાં આવ્યા. આ મેસેજ આવ્યા પછી આપે આપનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રાખવું.અહીં બીજી વાત એ કે જે મિત્રોને મેએજ આવી ગયા તે મિત્રો ને કેટલાક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.આવા કેટલાક સામાન્ય અને સહજ ઉદભવતા પ્રશ્નો કે સતત અને સહજ પુછાતા પ્રશ્નો માટે કેટલાક ટેક્નોસેવી ગુરુજીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.આવા શિક્ષકોની મૂંઝવણ ખોટી નથી. આવા શિક્ષકોના કેટલાક પ્રશ્નો જોઈએ. જેમકે... શાળાના બીજા શિક્ષકનું નામ અને તેમના નંબર હોવા. નામ જ ન હોવું.વિગત દોષ હોવો. ધોરણ કે વિષય બદલાઈ જવો.આવી મુંજવનને માટે કોઈ ફિકર કરવાની જરૂર નથી.પોરબંદરના શિક્ષક શ્રી વિશાલ ગોસ્વામી દ્વારા આવા FAQ માટે સરસ કામ કર્યું છે.અહીં આપેલ તેના જવાબો જુઓ.આ વિગત પણ ક્રમશઃ નોંધવામાં આવી છે.
જુઓ...
● આવા પ્રશ્નોના સોલ્યુશન માટે જોડાવ Telegram માં :- http://t.me/vishalvigyan
1. તમને જે નંબર પર મેસેજ આવે તે શિક્ષક પાસેથી ડિટેઈલ મેળવી લોગ ઈન થાવ.
2. હવે રજી. વખતે બધી માહિતી ભરવાની છે. તેમાં તમારા ભાષા/ss ના શિક્ષકની જગ્યા એ તમારું નામ લખો. મોબાઈલ નંબરમાં એમની જગ્યા એ આપનો / ગણિત-વિજ્ઞાન શિક્ષકનો મોબાઈલ નંબર લખો.
3. પછી આ વિગત ને સેવ કરી લો.
4. હવે યાદ રાખો કે તમે ફરી લોગ ઈન કરશો ત્યારે તમારે નવા નંબર અને નવા પાસવર્ડ નાખવાના રહેશે.આ નંબર એટલે જે તમે બદલાવેલા હોય તેના વડે લોગીન કરવું.
5. આમ, એ વિષય કે તેની તાલીમ તમારા નામ સાથે જોડાઈ જશે.
6. જો રજીસ્ટ્રેશન થઈ ગયુ છે અને હવે તમારે એ ડિટેઈલ સુધારવી છે. તો Update પ્રોફાઈલ એવો ઓપ્શન ઉપરની બાજુ હશે. ત્યા ક્લીક કરીને પ્રોફાઈલમાં સાચી વિગત ભરી દો.
આ ઉપરાંત આવા કોઈ સવાલ હોય તો આપ IIM અમદાવાદનો સંપર્ક કરી શકો છો.આપણાં સૌ માટે આ ગૌરવની વાત છે કે 19000 શિક્ષકો સમગ્ર ભારતમાં પહેલી વખત ઓન લાઈન તાલીમ લઈ રહ્યા છે.
@#@
શિક્ષણ એ વ્યક્તિગત નહીં સામુહિક જવાબદારી છે.જ્યારે ગુણવત્તા વાળું શિક્ષણ એ સમૂહ પૈકી સૌની વ્યક્તિગત જવાબદારી છે.
Comments