Honey Bee


તારીખ: 1થી 3 જૂન, 2018
સ્થળ: ગ્રામભારતી અમરાપુર, ગાંધીનગર-મહુડી રોડ, ગાંધીનગરથી 15 કિ.મી.

1987-88માં 'હની બી નેટવર્ક'ની વિચારધારાની શરૂઆત થઈ. આજે ત્રીસ વર્ષ થયાં. 'હની બી નેટવર્ક'એ દેશભરમાંથી જ્ઞાનના સંકલન અને પ્રસારનું કાર્ય સ્વૈચ્છિક રીતે શરૂ કરેલ, જેને સંસ્થાકીય સહયોગ આપવા માટે 1 જૂન 1993માં 'સૃષ્ટિ' સંસ્થાની વિધિસર સ્થાપના થઈ. એ પછી ક્રમશ: સંસ્થાકીય વિકાસ દરમ્યાન 'હની બી નેટવર્ક'ની સંસ્થાઓએ ('સૃષ્ટિ', 'જ્ઞાન', 'એન.આઈ.એફ.') અનેકવિધ પ્રવૃત્તિ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આગવી ઓળખ ઊભી કરી. 

મિત્રો, 'સૃષ્ટિ'ની સ્થાપનાના આ 25 માં વર્ષે તેના કાર્યોના તટસ્થ મૂલ્યાંકન, સમીક્ષા અને ભવિષ્યના આયોજનાર્થે આપ સહુને સહપરિવાર ભાવભર્યું નિમંત્રણ છે. જ્ઞાનપ્રદ સમાજ બનાવવાની દિશામાં 'હની બી નેટવર્ક'એ હજુ ઘણું બધંુ કામ કરવાનું બાકી છે. અલગ-અલગ રાજ્યોમાં 'હની બી નેટવર્ક'ને ઘણા નવા સહયોગીઓની તલાશ છે. કોઈ એક રાજ્યમાં એક સહયોગીથી બધા જ જિલ્લાઓ, તાલુકાઓ અને ગામો સુધી પહોંચવું મુશ્કેલ છે, ત્યારે એક રાજ્યમાં એક કરતા વધારે સહયોગી, મિત્રો, શુભેચ્છકો આ વિચારધારા સાથે જોડાઈને પોતાનું યોગદાન આપે તે આવકાર્ય છે. 

આ ગોષ્ઠિ નવા યુવા સહયોગીઓનો જુસ્સો વધારવા માટે પણ છે. ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો દરેક તાલુકાઓમાં એક કરતાં વધારે સૃષ્ટિમિત્ર હોય જેે કોઠાસૂઝ જ્ઞાનના સંકલન અને પ્રસારમાં પોતાનું સ્વૈચ્છિક યોગદાન આપે તેવી અપેક્ષા છે. જ્ઞાનપ્રદ ઉદ્યમિતાની દિશામાં હજુ ઘણું કામ બાકી છે. 'હની બી નેટવર્ક'ની સંસ્થાઓએ જ્ઞાન એકત્રિત કરવામાં ઉત્સાહ બતાવ્યો, પણ તે ઉત્સાહ જ્ઞાનવિસ્તરણના કાર્યમાં જળવાયો નથી. મહિલાઓ પાસેથી જ્ઞાન એકત્રિત કરવાની બાબતમાં તો સાવ નિષ્ફળ રહ્યા છીએ. એકત્ર કરેલ પદ્ધતિઓની પ્રયોગશાળામાં ચકાસણી અને મૂલ્યવૃદ્ધિ કરી તેના વાણીજ્યીકરણ થકી તેનો લાભ જ્ઞાનધારકો સુધી પહોચડવાના તુટક તુટક પ્રયાસો થયા છે, પરંતુ હજુ આ કાર્યમાં નેટવર્કના સદસ્યોએ પોતાની સક્રિય ભૂમિકા અદા કરવી પડશે. આમ થશે તો જ જ્ઞાનઆધારિત સમાજની કલ્પનાને સાકાર કરવાનું સ્વપ્ન પૂરું થશે. દરેક જિલ્લા, તાલુકામાં પ્રયોગશીલ લોકોના ગ્રુપ બને અને એકબીજાના અનુભવોમાંથી સહુ શીખે એ દિશામાં કામ કરવાની જરૂર છે. 

પ્રયોગશીલ શિક્ષકો અને વિજેતા વિદ્યાર્થીઓની વિશાળ સંખ્યા હોવા છતાં તેમની ક્ષમતાનો જ્ઞાન-સંકલન અને પ્રસારમાં પૂરતો ઉપયોગ કરી શકાયો નથી તે નેટવર્કની મર્યાદા રહી છે. 
સમગ્ર રીતે નેટવર્કની કાર્યપ્રણાલી વધુ ને વધુ પારદર્શી બને તે માટે આપણે સાથે મળીને ભવિષ્યની કાર્યયોજના બનાવીએ તો તેમાં નક્કર કામ થઈ શકશે તેવું અમને લાગી રહ્યું છે. આ માટે 31 મે, 2018ની સાંજે અથવા વહેલી સવારે ગ્રામભારતી-અમરાપુર ગાંધીનગર-મહુડી રોડ, ગાંધીનગરથી 15 કિલોમીટર સંસ્થામાં પધારવા નિમંત્રણ છે. આપના આગમન વિશે અગાઉથી જાણ કરશો, જેથી આપના રાત્રિરોકાણની વ્યવસ્થા કરવામાં સુગમતા રહે. 

'હની બી નેટવર્ક' અને 'સૃષ્ટિ'નાં કાર્યો માટે આપનાં જ્ઞાન અને સૂઝનો લાભ મળશે તો આ કાર્ય વધારે દીપી ઊઠશે.
આપના પ્રતિભાવની અપેક્ષા છે. 
આપની સંમતિ અંગેની તુરંત જાણ કરશો.

@#@
આભાર સહ
ચેતન  પટેલ
સૃષ્ટિ પરિવાર વતી
મો. 9227447243

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી