સમજ એને કેવાય...
નાનું ગામ કંડાચ.
અહીં વિનોદભાઈ રહે.તેઓ ખેતી કરે.એમના વખતે એમણે આઈટીઆઈ કરી હતી.એ જમાનામાં 46 રૂપિયા પગાર હતો.એમના સ્વપ્ન અને જીવન શૈકી મુજબ એમણે આ નોકરી છોડી.મૂળ ખેડૂત અને એમાં જ જીવન પસાર કરવાનું વિચાર્યું.બસ...વિનોદભાઈ ની વાત આટલી જ.
###
એક યુવાન.
એનું નામ ચેતન.
તે ગ્રાસરૂટ ઇનોવેશન સાથે કામ કરે.છેલ્લા કેટલાય વર્ષોથી એ આવા નવતર કાર્ય કરનારને શોધવાનું અને પ્રસ્થાપિત કરવાનું કામ કરે છે.ધોરણ એક થી 12 ની ઉંમરના બાળકોના નવચાર શોધવા માટે અમે અનેક વખત સાથે કામ કરવાનું થાય છે.આજે અમે બૂરે બેઠા હતા અને એક વાત થઈ.
અમારી ચર્ચાનો વિષય હતો કે જેને અનુભવ હોય તે પુસ્તક ઉપર ભરોસો ન રાખે.આવી એકાદ વાત કરી ત્યાં ચેતને એક પ્રસંગ કહ્યો.એમની વાત મારા શબ્દોમાં.
રાજાઓ હતી.
ચેતન ગામડે હતો.
એને થયું.લાવ ખેતર ખેડુ.
બળદ બાંધીને તૈયાર ઊભા હતા.ચેતન ને ખેડતા આવડેય ખરું.હવે થયું એવું કે ચેતન બળદ બાંધી ખેડતો ખેડતો આગળ વધતો હતો.થોડું સિદ્ધુ ખેડયા પછી સીધા ચાલતા બળદ ફંગોળાયા. ચેતન ને એમ કે બળદ સીધા ચાલતા નથી.હાથમાં લીધેલી સોટી નો ચેતને ઉપયોગ કર્યો.બળદ ઉંધા ચાલતા હતા.ચેતન બળદ ને મારતો હતો.આ જોઈ એના પપ્પા વિનોદભાઈ દોડતા આવ્યા.તેમણે બળદ ને મારવાનું કારણ પૂછ્યું.ચેતન કહે :'બળદ સીધા ચાલતા હતા,એકદમ બાજુના ચાસમાં પહોંચી ગયા.એટલે જ મેં એમને માર્યા.વિનોદભાઈ કહે 'એમ ન મરાય.ત્યાં જઈ ને જોઈ આવો.'ચેતન જયાંથી બળદ વળ્યાં હતા ત્યાં ગયો.અહીં જોયુતો એક પક્ષીએ ઈંડા મુક્યા હતાં. આ ટીટોડીના ઈંડા હતાં. આ ઈંડા બચાવવા માટે બળદ માર ખાઈને પણ આડું ચાલવાનું કર્યું હતું.આ જોઈ ચેતન ને બળદ અને તેના પપ્પા બંનેની સમજ માટે માં થયું.
અનુભવ જ શીખવે.
અનુભવ જ ઘડતર કરે.
અનુભવ હોય તો જ શીખવી શકાય.
@#@
શીખવા માટે સ્થિતિ નહીં પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે.જે શીખવનાર કરતાં શીખનાર માટે મહત્વનું છે.
Comments