મારે તો રોજ મોજ...


માનો તો મોજ છે.
બાકી સમસ્યા તો રોજ છે.
આપણી આસપાસ સમસ્યાઓ જ ન હિટ તો કદાચ નવી શોધ કે સંશોધન ન થયા હોય.આજે આપણે મોજમાં રહેવા માટે સમસ્યા સામે રોજ લડાઈ કરીએ છીએ.
સવાલ હોય તો જવાબ હોય.જવાબ હોય પણ સવાલ ન જ હોય.આ જીવન છે.રોજ સમસ્યા કોને ન આવે.કોઈ માણસ એવો નથી કે જે એમ કહે કે આજના દિવસમાં મારી સામે કોઈ સમસ્યા ન આવી.એક બને જ નહીં.કોઈ નિષ્ફળતા કે નબળાઈ ને પકડી ન રાખી તે સવાલના સમાધાન કે સમસ્યા સામે શું કરી શકાય તે સ્પષ્ટ થાય છે.આવું થાય તો જ મજા આવે નહીંતર સમસ્યા તો રોજ આવે જ.આ સમસ્યા માટે જ્યારે સામસામે સહમતી થાય ત્યારે રાહત થાય,શાંતિ થાય અને સુખદ અનુભવ થાય.
આવો આનંદ એક અદભૂત આનંદ છે.તેને એ જ સમજી શકે જે આ સવાલો સામે થી પસાર થયો હોય.જોડો ક્યાં ડંખે છે એ પહેરનાર જ જણાવી શકે.આવઉબજ સમસ્યા કે સવાલ જે રોજ સામે આવે છે એને માટે છે.આ માટે સમસ્યા રોજ છે.ઓન,સારું કરનાર કહી શકે કે આ સમસ્યા કે સવાલ સાથેની થોડી અમુજણ જોડે રહી ને એના જવાબ કે વિગત મળી જાય ત્યારે થાય કે આજ જીવન છે.સવાલ તો રોજ છે.પણ,મારે તો મોજ છે.


@#@
મારે કોઈ સવાલ નથી.
રહ્યા નથી.રહેશેય નહીં.
આ માટે આભાર કે મને કોઈ સવાલ નથી.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર